SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નમોપદનું માહાભ્ય નમો’ એ મોક્ષનું બીજ છે. તેથી ભક્તિવર્ધક છે, નમ્રતા, કૃતજ્ઞતા અને બહુમાનજનક છે. મુક્તની ભક્તિ અહંકારાદિ દોષોથી મુક્ત કરાવે છે અને નમ્રતાદિ ગુણોને વિકસાવે છે. મોક્ષનું બીજ હોવાથી ભક્તિ સભર સ્બયનું પ્રતીક છે. નમો’ એ વિનયનું બીજ છે. વિનય થવાનું સૂચન કરે છે. વિનયગુણ જ્ઞાની પુરુષનો સમાગમ કરાવે છે અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા આત્મવિકાસમાં પ્રગતિ કરાવે છે. નમો' શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ, અને શુદ્ધિનું પણ બીજ છે. શાન્તિ-બીજ હોવાથી વિષય-કષાયને શાન્ત કરે છે. પૌષ્ટિકબીજ હોવાથી ધર્મધ્યાનની પુષ્ટિ કરે છે. શુદ્ધિ બીજ હોવાથી મન, વાણી અને કર્મની શુદ્ધિ કરે છે, તુષ્ટિબીજ હોવાથી સંતોષ અને કૃતજ્ઞતા ગુણની વૃદ્ધિ કરે છે. કષાયનું શમન વિષયોનું ઉપશમન, સંતોષ અને પ્રમોદ ગુણનું પોષણ તથા આત્માનું કર્મમળથી શોધન કરવાનું સામર્થ્ય એક “નમો' બીજમાં રહેલું છે. “નમો' પદથી અધિક સુંદર પદ સમગ્ર સાહિત્યમાંથી પ્રાપ્ત થવું દુર્લભ છે તેથી મુમુક્ષુ માત્રને તે પ્રિય છે. શ્રી અરિહંત અને સિદ્ધને કરેલો નમસ્કાર એ મોક્ષનું બીજ . મુક્તિ અને મુક્તિ માર્ગના ઉપદેશક-પ્રકાશકને કરેલો નમસ્કાર અવશ્ય મોક્ષને આપે છે. આચાર્ય અને ઉપાધ્યાયને કરેલો નમસ્કાર એ વિનયનું બીજ છે. વિનયવડે વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને મોક્ષમાર્ગનું જ્ઞાન થાય છે. સાધુને કરેલો નમસ્કાર એ શોધનબીજ છે કેમકે તે પાપનું શોધન કરે છે, અર્થાત્ પંચપરમેષ્ઠિઓના નમસ્કારમાં મોક્ષબીજત્વ, વિનયબીજત્વ અને કર્મશોધકત્વ રહેલું છે. મુક્તિ અને મુક્તિમાર્ગ સાધકત્વની અપેક્ષાએ કર્મશોધકત્વ છે. એ રીતે પંચપરમેષ્ઠિઓને કરાતો નમસ્કાર રાગાદિની શાન્તિ, જ્ઞાનાદિની પુષ્ટિ અને સમાદિની તુષ્ટિ કરે છે. મુક્તિના બહુમાનને કારણે રાગાદિ શમે છે, વિનયાદિ ગુણના કારણે જ્ઞાનાદિ વધે છે અને મોહનીયાદિ કર્મોના હૃાસના કારણે શમ-ક્ષાજ્યાદિ પ્રાપ્ત થાય છે. ચાવી લાગુ પડે તો તાળું જરૂર ઊઘડે તેમ “નમો લાગુ પડે એટલે આત્મભવનનું બંધ દ્વાર ઊઘડી જાય, પછી પરઘર ભટકવાની સુદ્રવૃત્તિ આપોઆપ શમી જાય છે. નમો' એટલે હું કાંઈ નહિ પણ આપ જ સર્વે સર્વા છો, એવા ત્રિકાલબાધ્ય સત્યનો એકરાર જે અહંકારછેદક છે. જઠરાગભેદક છે. શ્રી અરિહંતાદિના પરમ સામર્થ્યનો બોધક છે. નમો’ પદ એ પાપનું પ્રાયશ્ચિત્ત છે. આજ સુધી કરેલી પરમાત્મા, આત્મા, સંઘ, શાસ્ત્ર, કેવળજ્ઞાન અને ધર્મની આશાતના તથા અવિનયાદિ પાપોની અને હિંસાદિ પાપસ્થાનોના દીર્ઘકાલીનસેવનના અભ્યાસની નિંદા નમો' પદ એ ગુણી પુરુષોનો વિનય છે. સમ્યગ્રજ્ઞાન અને ક્રિયા ગુણને ધારણ કરનાર સર્વ મહાપુરુષો પ્રત્યે આદર અને વિનયનો પ્રયોગ છે, સ્વપરજનિત પૂજાનો પ્રમોદ છે. નમો' પદ એ સર્વોત્તમ પાત્રોની ભાવવૈયાવચ્ચ છે. તેમને સુખસમાધિની પ્રબળ ઇચ્છારૂપ છે. તેમને સન્માર્ગમાં આવતાં વિઘ્નોની પરંપરાને સર્વશક્તિથી દૂર કરવાની ભાવનારૂપ છે. - ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ AN ૧૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy