SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમપદભાવન ૧. “ '- અભયદાન આપનાર શ્રી અરિહંતભગવંતો. રિ -રત્નત્રયી યુક્ત, રિક્ત-કર્મથી રહિત સિદ્ધભગવંતો ‘ ’-કર્મને હણવા ઉદ્યમ કરનારા સાધુભગવંતો ‘ત ' તપ-ત્યાગમય જિનધર્મનું શરણ આ રીતે એક “ હિંત ” પદ બોલતાં શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનધર્મની મંગળમયતા, લોકોત્તમતા અને શરણમયતાનો સ્વીકાર થાય છે. ૨. દંત -કર્મશત્રુને હણનારા. પાપને હણવાનો ભાવ, પાપની ગહમાંથી પ્રગટે છે. એટલે કર્મશત્રુને હણનાર એ અર્થ દુષ્કતગહરૂપ છે અર્થાત્ એનું મૂળ દુષ્કૃતગર્તા છે. કદંત-પૂજાને યોગ્ય એવો ભાવ, પૂજ્યમાં રહેલા ગુણોને જોવા, જાણવા, ચિંતવવાથી પ્રગટે છે એટલે તે સુકૃતાનુમોદનરૂપ છે. સર્વસુકૃતોના પ્રકર્ષને પામેલા હોઈને શ્રી અરિહંતો ત્રિભુવનપૂજ્ય છે. “ સદંત - ફરીથી જન્મ ન લેનારા એટલે જન્મજરા મરણને જીતી જનારા જેઓ હોય તેઓ જ વાસ્તવિક શરણને આપી શકે છે માટે શરણાગતિરૂપ છે. ૩. “ નો ' દર્શનરૂપ-મૈત્રીની અભિવ્યક્તિ. “ હું જ્ઞાનરૂપ - પ્રમોદની અભિવ્યક્તિ. તા ” ચારિત્રરૂપ-કારુણ્ય, માધ્યશ્મની અભિવ્યક્તિ. પહેલા પદના આ મર્મને પુનઃ પુનઃ વિચારવાથી ઉક્ત યોગ્યતા પ્રગટે છે. ૪.“ નરેઃ ' - મન પડે નમન-દ્રવ્યનું ‘ગરિરં’ - વચન વડે સ્તવન-ગુણનું “ તા’- કાયા વડે પ્રણયન-પર્યાયનું મૈત્રીની અભિવ્યક્તિ મન દ્વારા થાય છે. પ્રમોદની અભિવ્યક્તિ વચન દ્વારા થાય છે. માધ્યશ્મ અને કરુણાની અભિવ્યક્તિ કાયા દ્વારા થાય છે. આ ચાર ભાવના મનમાં ભાવિત થવા છતાં તેની અભિવ્યક્તિ વિવિધ રીતે થાય છે. મૈત્રીભાવનાથી શુદ્ધ થયેલા મન દ્વારા દ્રવ્યની ઓળખાણ થાય છે. પ્રમોદભાવનાથી શુદ્ધ થયેલા મન દ્વારા ગુણોની ઓળખાણ થાય છે. કરુણા અને માધ્યચ્ય વડે શુદ્ધ થયેલા મન દ્વારા પર્યાયની ઓળખાણ થાય છે. દ્રવ્યની ઓળખાણ થવાથી “દર્શનગુણ ' પ્રગટે છે. ૧૮૨ આ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy