________________
ભાવનમસ્કારમાં દુષ્કતગઈ અને સુકૃતાનુમોદના રહેલી છે અને તે બંને પૂર્વક આત્મજ્ઞાની પુરુષોની શરણાગતિ પણ રહેલી છે. આત્મજ્ઞાની પુરષોની શરણાગતિ આત્મજ્ઞાનને સુલભ બનાવે છે.
આત્મજ્ઞાન અને કર્મવિજ્ઞાન ઉભય એકસાથે રહેલાં હોવાથી નમસ્કારમંત્રમાં સર્વમંત્રશિરોમણિતા રહેલી
નમસ્કારમંત્રથી પાપનું પ્રાયશ્ચિત થાય છે, ધર્મનું બહુમાન થાય છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી તે એક જ મંત્રમાં આત્મકલ્યાણની સિદ્ધિ કરાવી આપનારાં સર્વ અનુષ્ઠાનોનો સાર આવી જાય છે.
નમસ્કાર મહામંત્રનો જાપ અને તેની ભાવના સર્વ અંતરાયોનું નિવારણ અને આત્મજ્ઞાનનું કારણ થાય છે. તેથી પાપભીરુ અને આત્માર્થી એવા સર્વ ભવ્યાત્માઓએ તેનું નિરંતર સ્મરણ કરવા યોગ્ય છે, તે તેના જાપકને અને તેના અર્થના ભાવકને હંમેશ માટે નિર્ભય અને નિશ્ચિત બનાવે છે.
નમસ્કાર મહામંત્રના જાપ માટે તથા તેના અર્થની ભાવના માટે જે યોગ્યતા જોઈએ તે નીચેના ગુણોને કેળવવાથી આવે છે.
૧. ભદ્રકપરિણતિ ૨. વિશેષનિપુણમતિ ૩. ન્યાયમાર્ગરતિ ૪. દઢજિનવચનસ્થિતિ
યોગ્ય મનુષ્યમાં આ ચારે ગુણો અંશે-અંશે રહેલા હોય છે, તેને અધિકને અધિક વિકસાવતા રહેવાથી મહામંત્રની અધિકારિતા પ્રાપ્ત થાય છે.
વિશાળ હૈયું શ્રી નવકારમંત્રનો આરાધક શ્રી તીર્થંકરભગવંતનો દાસ હોય, ભગવંતના દાસનો પણ દાસ હોય, સકળ જીવના હિતનો ચિંતક હોય, પોતાના અપરાધી કે વિરોધીનું પણ મનથી કે સ્વપ્નમાં પણ અહિત ચિંતવનારો ન હોય.
શ્રી નવકારમંત્રના આરાધક થવા માટે સર્વને સમાવવા જેટલું વિશાળ હૈયું બનાવવું જોઈએ.
મુખ્ય બે ભાવનાઓ શ્રી નવકારની આરાધનાને સફળ બનાવનાર બે મુખ્ય ભાવનાઓ છેઃ “વામિ સવ્વ નીવે” અને “શિવમસ્તુ સર્વનાત :”
પહેલી ભાવના પાકેલા ગૂમડાંમાંથી રસી દૂર કરવા બરાબર છે. બીજી ભાવના રસી દૂર થયા પછી મલમની પટ્ટી લગાવવા બરાબર છે.
આ બંને ભાવનાપૂર્વક થતું શ્રી નવકારમંત્રનું આરાધન ભાવ-તંદુરસ્તી આપ્યા સિવાય રહે નહિ.
શ્રી નમસ્કાર મહામંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org