________________
શ્રદ્ધા અને ભક્તિા
સકલક્રિયાનું મૂળ શ્રદ્ધા છે, શ્રદ્ધાનું મૂળ જ્ઞાન છે, જ્ઞાનનું મૂળ ભક્તિ છે અને ભક્તિનું મૂળ ભગવાન છે.
ભગવાનની શક્તિ ભક્તના હૃદયમાં ભક્તિ પેદા કરે છે. ભક્તિ વડે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે આત્મજ્ઞાન શ્રદ્ધાને પેદા કરે છે. શ્રદ્ધા ક્રિયામાં પ્રેરે છે. તેથી શ્રદ્ધા એ પુરુષતંત્ર છે અને ભક્તિ એ વસ્તુતંત્ર છે.
ભક્તિમાં પ્રેરક વસ્તુની વિશેષતા છે. શ્રદ્ધામાં પ્રેર્ય પુરુષની વિશેષતા છે. નિમિત્તની વિશેષતા ભક્તિપ્રેરક છે. ઉપાદાનની વિશેષતા શ્રદ્ધાજનક છે. ભક્તિ આરાધ્યમાં રહેલ આરાધ્યત્વના જ્ઞાનની અપેક્ષા રાખે છે. શ્રદ્ધા એ ક્રિયા અને તેના ફળમાં વિશ્વાસની અપેક્ષા રાખે છે. એ વિશ્વાસ ક્રિયા કરનારની યોગ્યતા ઉપર આધાર રાખે છે. જ્યારે શ્રદ્ધા અને ભક્તિ એકત્ર મળે ત્યારે કાર્યની સિદ્ધિ થાય છે.
ભગવાનનો પ્રભાવ ચિંતવવાથી ભક્તિ જાગે છે અને ભક્તિનો પ્રભાવ ચિંતવવાથી શ્રદ્ધા જાગે છે. આજ્ઞાનું આરાધન એ શ્રદ્ધા અને ભક્તિ ઉભયની અપેક્ષા રાખે છે. આજ્ઞાકારક પ્રત્યે નિષ્ઠા તે ભક્તિ છે. આજ્ઞાપાલન પ્રત્યે નિષ્ઠા તે શ્રદ્ધા છે. ભક્તિમાં આજ્ઞાકારકના સામર્થ્યની પ્રતીતિ છે. શ્રદ્ધામાં આજ્ઞાપાલકની યોગ્યતાનું ભાન છે.
ભક્તનું સામર્થ્ય પ્રયત્નની એકનિષ્ઠામાં રહેલું છે. ભગવાનનું સામર્થ્ય તેઓની અચિંત્યશક્તિમત્તામાં રહેલું છે. જે ભગવાનમાં અચિંત્યસામર્થ્ય ન હોય, તો ભક્તનો પ્રયત્ન વિફળ છે. જો ભક્તનો પ્રયત્ન ન હોય તો અચિંત્યસામર્થ્ય પણ લાભ કરતું નથી.
પ્રયત્ન ફળદાયી છે એવી ખાત્રી તે શ્રદ્ધા છે. કૃપા ફળદાયી છે એવી ખાત્રી તે ભક્તિ છે. કૃપા એ ભગવાનના સામર્થ્યનો સૂચક શબ્દ છે. પ્રયત્ન એ ભક્તની શ્રદ્ધાનો સૂચક શબ્દ છે ભક્તિના પ્રમાણમાં જ શ્રદ્ધા હુરે છે. અને શ્રદ્ધાના પ્રમાણમાં જ ભક્તિ ફળે છે.
“ચાલ્યા વિના ઈષ્ટસ્થાને પહોંચાય નહિ એ શ્રદ્ધાસૂચક વાક્ય છે. ઈષ્ટસ્થળે પહોંચવા માટે જ ચાલવાની ક્રિયા થાય એ ભક્તિસૂચક વાક્ય છે.
ઈષ્ટસ્થળમાં જો ઈષ્ટત્વની બુદ્ધિ ન હોય તો ચાલવાની ક્રિયા થઈ જ કેમ શકે? અને ચાલવાની ક્રિયા વિના ઈષ્ટ સ્થળે પહોંચાય જ કેમ?
આત્મા એ મહિમાશાળી દ્રવ્ય છે. તેથી જ તેને ઓળખાવનાર પરમાત્મા પ્રત્યે ભક્તિ જાગે છે. એ ભક્તિ ક્રિયા તરફ આદર જગાડે છે અને એ આદર પ્રયત્નમાં પરિણામ પામે છે.
શ્રી નમસ્કારમંત્રમાં શ્રદ્ધા અને ભક્તિ બંને રહેલાં છે. શ્રદ્ધા નમસ્કારની ક્રિયા ઉપર અને ભક્તિ નમસ્કાર્યના પ્રભાવ પર અવલંબે છે. સારાધ્યત્વેન જ્ઞાનું પવિત્તઃ'
અર્થાત “ભક્તિ એક પ્રકારનું જ્ઞાન છે કે જેમાં આરાધ્યતત્ત્વની વિશેષતાનું ગ્રહણ થાય છે. 'इदमित्थमेव ।' अयमेव परमार्थः ।'
અર્થાત “આ વસ્તુ આમ જ છે અથવા આ જ એક પરમાર્થ છે' એ પ્રકારનાં જ્ઞાનને શ્રદ્ધા કહેવાય છે અને તેમાં આરાધકની નિષ્ઠાનાં વખાણ છે. સાધ્ય અને સાધનામાં નિષ્ઠા
શ્રદ્ધા અને ભક્તિ આરાધકમાં હોવાં જરૂરી છે, છતાં બંનેમાં જે તફાવત છે તે એના જ્ઞાનમાં છે. શ્રદ્ધાળુનું જ્ઞાન સાધનામાં નિષ્ઠા પેદા કરે છે. ભક્તિમાનનું જ્ઞાન સાધ્યમાં નિષ્ઠા પેદા કરે છે. સાધ્યની શ્રેષ્ઠતાનું જ્ઞાન ભક્તિવર્ધક બને છે. સાધનાની શ્રેષ્ઠતાનું જ્ઞાન શ્રદ્ધાવર્ધક બને છે.
SITE
અનપેક્ષાકિરણ ૩
fr Fri
૩૧૧
એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org