________________
ભેદભાવને મિટાવી અભેદભાવ સુધી પહોંચવાનું કાર્ય ‘નમો’ પદરૂપી સેતુની આરાધનાથી થાય છે.
તેને મંત્રશાસ્ત્રોમાં અમાત્રપદે પહોંચાડનાર ‘અર્ધમાત્રા’ પણ કહે છે. અડધી માત્રામાં સમગ્ર સંસાર સમાઈ જાય છે અને બીજી અડધી માત્રા સેતુ બનીને સંસારની પેલે પાર આત્માને લઈ જાય છે તથા સંકલ્પ-વિકલ્પથી મુક્ત કરાવીને નિર્વિકલ્પ અવસ્થા સુધી પહોંચાડે છે.
‘નમો’ પદ વડે ‘મનોગુપ્તિ' સાધ્ય બને છે. મનોગુપ્તિનું લક્ષણ બાંધતાં કહ્યું છે કે
विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रष्ठितं । आत्मारामं मनस्तज्र्मनोगुप्तिरुदाहृता ॥
અર્થાત્ ‘કલ્પનાજાળથી મુક્તિ, સમત્વમાં સુસ્થિતિ અને આત્મભાવમાં પરિણતિ જેનાથી થાય તે મનોગુપ્તિ છે.’
મનોગુપ્તિના લક્ષણમાં પ્રથમ મનના રક્ષણની નિષેધાત્મક અને પછી વિધેયાત્મક એમ બંને બાજુ બતાવવામાં આવી છે.
‘વિમુક્તત્વનાનારં’નિષેધાત્મક બાજુ છે અને ‘સમત્વે સુપ્રતિષ્ઠતા તથા ‘THRIÉમનઃ’એ વિધેયાત્મક બાજુ છે. શ્રી નમસ્કારમંત્રના જાપમાં પણ ઉભયનો સમન્વય છે.
જે કાર્ય મનોગુપ્તિ વડે સાધ્ય છે, તે જ કાર્ય ‘નમો’ મંત્રની આરાધના વડે થાય છે. તેથી મનોગુપ્તિ અને ‘નમો’ મંત્ર એક જ કાર્યની સિદ્ધિ કરનાર હોવાથી એ અંશમાં પરસ્પર પૂરક બની જાય છે.
સમર્થનું શરણ
નમસ્કાર, વંદન અથવા પ્રણામ એ સર્વે દૈન્યભાવનાના પ્રતીક છે. જે સર્વ ઐશ્વર્ય સંપન્ન છે અને સર્વનું ત્રાણ-૨ક્ષણ ક૨વાને સમર્થ છે, તેનો આશ્રય લેવા માટે તથા પોતાની દીનતા અને સાધનહીનતાને પ્રકટ કરવા માટે ‘નમો’ પદનું ઉચ્ચારણ છે.
સમર્થનું શરણ જે ગ્રહણ કરે તે જ દુસ્તર અને દુરત્યય-દુઃખે તરી શકાય અને દુઃખે જેનો અંત લાવી શકાય એવી સંસારની માયાને તરી શકે છે. અન્યત્ર પણ કહ્યું છે કે
दैवी ह्येषा गुणमयी, मम माया दुरत्यया । मामेव प्रतिपद्यन्ते, मायामेतां तरन्ति ते ॥ અર્થાત્ ‘દૈવી અને ગુણમયી એવી આ મારી માયા દુરત્યય છે. મારું જે શરણ સ્વીકારે છે તે જ આ માયાને તરી જાય છે.’
વરસાદનું પાણી સર્વત્ર પડે છે, પરંતુ તે ટકે છે નીચાણવાળાં સ્થાનોમાં પણ ઊંચા પર્વતો ઉપર નહિ. તે રીતે પ્રભુની કૃપા સર્વત્ર છે, પણ તેની અભિવ્યક્તિ જ્યાં દૈન્ય અને વિનમ્રતા છે ત્યાં જ થાય છે, પરન્તુ અહંકાર-અભિમાનાદિ પ્રર્વતીય સ્થાનોમાં નહિ.
જીવ દૈન્યશ્રીથી સંયુક્ત જ્યાં સુધી થાય નહિ, ત્યાં સુધી તેને ભગવત્પ્રાપ્તિ અશક્ય છે.
ભક્તિ, પ્રીતિ, અનુરાગ કે પ્રેમસાધનામાં દૈન્યની જ એક પ્રધાનતા છે. કહ્યું છે કે
पीनोऽहं पापपङ्केन, हीनोऽहं गुणसंपदा । दीनोऽहं तावकीनोऽहं मीनोऽहं त्वद्गुणाम्बुधौ ॥
અર્થાત્ – હું પાપરૂપી પંકથી પીન છું (પુષ્ટ છું), ગુણસંપત્તિથી હીન છું, દીન છું છતાં હે ભગવાન હું તારો છું અને તારા ગુણસમુદ્રમાં મગ્ન છું.
મોક્ષમાર્ગમાં કૃપા એ મુખ્ય છે. એકલું પોતાનું બળ કે, એકલી પોતાની સાધના ત્યાં કામ આવી શકતી
નથી.
નરેણીથી જેમ પર્વત ભેદી શકાય નહિ પણ તે ઈન્દ્રવજ્રથી ભેદાય છે, તેમ પાપરૂપી પર્વતોને ભેદવા માટે ભક્તિરૂપી વજ જોઈએ. તેની પ્રાપ્તિ નમ્રભાવને આધીન છે. તે નમ્રભાવ ‘નમો’ મંત્ર વડે સાધ્ય થઈ શકે છે.
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
૩૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org