________________
એક જ વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ થતી હોવાથી ‘ ત્રયમ્મેત્ર સંયમઃ।' तज्जयात् પ્રજ્ઞાનોઃ ।' એ શ્રી પાતંજલસૂત્ર મુજબ સંયમ થાય છે અને સંયમના ફળરૂપે પ્રજ્ઞાનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. તેને ‘ઋતંભરાપ્રજ્ઞા’ પણ કહે છે.
જૈનસિદ્ધાન્ત મુજબ શબ્દની ધારણાથી આત્મતત્ત્વની રુચિ કેળવાય છે, અર્થના ધ્યાનથી આત્મતત્ત્વનો બોધ થાય છે અને સ્વસંવેદન-જ્ઞાનથી આત્મતત્ત્વની પરિણતિ ઘડાય છે. તે અનુક્રમે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે અને એ ત્રણેયની એકતા થવાથી મોક્ષમાર્ગ બને છે.
તેથી નવકારમંત્ર, એનું પ્રથમ પદ અને એનો પણ પ્રથમ ‘નમો’ શબ્દ એ શ્રી જિનશાસનમાં ચૌદપૂર્વનો ઉદ્ધાર, દ્વાદશાંગીનો સાર અને સંસારસાગરનો નિસ્તાર કહેવાય છે.
જેનો છેલ્લો શ્વાસ નવકા૨ના ધ્યાનમાં જાય છે તેનું મરણ પંડિતમરણ બની જાય છે, તેનાં ભવચક્ર કપાઈ જાય છે અને તેનાં જન્મ-મરણનો ઉચ્છેદ થઈ જાય છે, તેથી આત્મા કૃતકૃત્ય બની જાય છે.
ચાર પ્રકારની વાણીનું સ્વરૂપ
વૈખરીને વ્યક્ત વાણી, મધ્યમાને વ્યક્તાવ્યક્ત, પશ્યતીને અવ્યક્ત અને પાને પરમ અવ્યક્ત વાણી કહેવાય છે.
વૈખરીમાં શબ્દ અને અર્થ વચ્ચે પરસ્પરભેદ છે, મધ્યમામાં ભેદાભેદ છે અને પશ્યતીમાં અભેદ છે, એને મંત્રસાક્ષાત્કાર કહે છે. પછી બધા વિકલ્પોનો ઉપશમ થાય છે અને પરાવાણીની પ્રાપ્તિ થાય છે.
ચિત્તની વિક્ષિપ્તાદિ ત્રણ અવસ્થાઓમાં નાદ સંભળાતો નથી, એકાગ્ર અવસ્થામાં સંભળાય છે અને નિરુદ્ધ અવસ્થામાં તે નાદશ્રવણ સ્થગિત થઈ જાય છે. મન નિરુદ્ધ થઈ જવાથી અંદર નાદ હોવા છતાં શ્રવણગોચર થતો નથી.
પરતત્ત્વનું પ્રતીક બિંદુ છે અને જાગ્રત કુંડલિની-શક્તિનું પ્રતીક કલા છે.
વર્ણ-વિચ્યુતિ, અનાહત અને અવ્યક્ત
આગમર્દષ્ટિએ નમસ્કારમંત્રમાં વિનયગુણનું પાલન છે અને વિનય એ ધર્મવૃક્ષના મૂળનું સિંચન છે, ધર્મનગરના પ્રવેશનું દ્વાર છે, તેમ જ ધર્મપ્રાસાદ અને ધર્મમહેલનો મજબૂત પાયો છે.
મંત્રદૃષ્ટિએ નમસ્કારના વર્ષો ૫૨મપવિત્ર છે, પવિત્રપુરુષોના મુખમાંથી નીકળેલા છે અને પરમપવિત્ર એવા પરમેષ્ટિપદને પમાડનારા છે.
શબ્દશક્તિ અચિંત્ય છે, વાચકતારૂપે સભેદ-પ્રણિધાનનું કારણ છે, વાચ્યતારૂપે અભેદપ્રણિધાન કરાવનાર છે, ધ્વનિરૂપે અનાહતનાદ સુધી પહોંચાડનાર છે અને જ્ઞાનરૂપે અવ્યક્ત એવા આત્મતત્ત્વને પમાડનાર છે. પ્રથમ વર્ણોચ્ચાર, પછી વર્ણવિચ્યુતિ ત્યાર પછી અનાહત નાદ અને અંતે અવ્યક્તની પ્રાપ્તિ એ ક્રમ છે. સંસારનાશક નમસ્કાર
‘બધાને સુખ મળો’ તે વિચાર શુદ્ધધર્મની પ્રાપ્તિ કરાવનાર છે, કેમ કે સુખનું મૂળ ધર્મ છે. બધાનું દુઃખ દૂર કરવાનો વિચાર તે પાપકર્મનો નાશ કરનાર છે, કેમ કે દુઃખનું મૂળ પાપ છે. ‘બધાના પાપનો નાશ થાઓ' તે વિચાર સહજમળનો નાશ કરનાર છે, કેમ કે પાપનું મૂળ સહજમળ છે. દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખપરંપરક એમ ત્રણેય અવસ્થામાં દુ:ખસ્વરૂપ સંસારનો નાશ કરવાની શક્તિ નવકારના પ્રથમપદમાં છે.
અનુપ્રેક્ષાકિરણ ૪
Jain Education International
For Private & Personal Use Only
૩૬૯
www.jainelibrary.org