SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વશ્રેષ્ઠ એવા શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ થવા પછી પણ જે આત્માઓ અન્ય મંત્રોની અભિલાષા રાખે છે, તેઓની કરુણ દશાનો ચિતાર આપતાં, તેઓશ્રી ફ૨માવે છે કે તજે એ સાર નવકાર મંત્ર, જે અવર મંત્ર સેવે સ્વતંત્ર; કર્મ પ્રતિકૂળ બાઉલ સેવે, તેહ સુરતરુ ત્યજી આપ ટેવે. ‘એ સારભૂત નવકાર મંત્રનો ત્યાગ કરીને જેઓ સ્વતંત્ર રીતિએ અન્ય મંત્રોની ઉપાસના કરે છે તેઓનું કર્મ જ ખરેખર પ્રતિકૂળ છે. અન્યથા સર્વ ઇચ્છિતોના દાતાર સુરતરુનો ત્યાગ કરી દુઃખકર એવા કંટકોને દેનાર બાવળ વૃક્ષની ઉપાસના કરવાનું મન તેમને કેવી રીતે થાય ?’ બીજા જે કોઈ મંત્ર જગતમાં ફલને દેનારા છે તે બધા એ જ શ્રી નવકાર મંત્રના બીજથી વાસિત થયેલા છે. અર્થાત્ શ્રી નવકાર મંત્રના બીજથી જે મંત્રો વાસિત નથી તે અવ્યભિચારિ ફળ દેનાર પણ નથી. એ જ વાતનું નિરૂપણ કરતાં તેઓશ્રી ફ૨માવે છે કે એહને બીજે રે વાસિત, હોવે ઉપાસિત મંત, બીજો પણ ફલદાયક, નાયક છે એહ તંત; અમૃત ઉદ્ધિ ફુસારા, સારા હરત વિકાર, વિષના તે ગુણ અમૃતનો, પવનનો નહિ રે લગાર. સર્વ મંત્રોમાં શ્રી નવકાર મંત્ર એ નાયક છે. શ્રી નવકાર મંત્રના બીજથી વાસિત મંત્રની ઉપાસના કરવામાં આવી હોય તો જ તે ફળદાયી થાય છે. અન્યથા નિષ્ફળ જાય છે; એમ શ્રી સર્વજ્ઞશાસ્ત્રોનું કથન છે. અમૃતસાગરના ફુસારાથી સર્વ પ્રકારના વિષના વિકાર નાશ પામે છે તે ગુણ અમૃતનો છે, નહિ કે-ફુસારાઓને લાવનારા પવનનો ! તેમ અન્ય મંત્રોને પણ ફળીભૂત ક૨ના૨ શ્રી નવકાર મંત્ર બીજ છે. અર્થાત્ બીજરૂપે રહેલ શ્રી નવકાર મંત્ર છે. એ બીજથી રહિત મંત્રો નિઃસાર છે. એજ વાતને તેઓશ્રી નીચેના શબ્દોમાં ફ૨માવે છે જેહ નિર્બીજ તે મંત્ર જૂઠા, ફલે નહીં સાહમું હુઇ અપૂઠા; જેહ મહામંત્ર નવકાર સાથે, તેહ દોઅ લોક અલવે આરાઘે. શ્રી નવકાર મહામંત્રરૂપી બીજથી રહિત સઘળા મંત્ર જૂઠા છે. તે ફળતા તો નથી કિન્તુ નુકસાન કરનારા પણ થાય છે. એ કારણે જે આત્માઓ શ્રી નવકાર મહામંત્રનું આરાધન કરે છે તે આત્માઓ ઉભય લોકને સંપૂર્ણ કૃતાર્થ ક૨ના૨ા થાય છે. શ્રી નવકાર મંત્રના વિશેષ ગુણોનું વર્ણન કરતાં તેઓશ્રી છેલ્લે છેલ્લે ફ૨માવે છે કે – રતન તણી જેમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ્ય, ચૌદ પૂરવનો સાર છે, મંત્ર એ તેહને તુલ્ય; સકલ સમય અત્યંતર, એ પદ પંચ પ્રમાણ, મહસુઅબંધ તે જાણો, ચૂલા સહિત સુજાણ. રત્નોથી ભરેલી પેટીનું વજન અતિ અલ્પ હોય છે, કિન્તુ મૂલ્ય અગણિત હોય છે તેમ શ્રી નવકાર મંત્ર શબ્દોવડે ટૂંકો છે, કિન્તુ અર્થ વડે અનંત છે, ચૌદ પૂર્વનો સાર છે. સર્વ સિદ્ધાન્તની અંદર એ પાંચ પદો પ્રમાણભૂત માનવામાં આવેલ છે અને ચૂલિકાસહિત સમસ્ત શ્રી નવકાર મંત્રને મહાશ્રુતસ્કંધ તરીકે વર્ણવવામાં આવેલ છે. શ્રી નવકાર સિવાય અન્ય શાસ્રોને મહાવ્રુતસ્કંધ નહિ, કિન્તુ કેવળ શ્રુતસ્કંધ તરીકે વર્ણવેલ છે. શ્રી નવકાર મંત્રની ઉત્પત્તિ : શ્રી નવકાર મંત્ર શબ્દાત્મક છે અને શબ્દો દ્રવ્યતયા નિત્ય હોવા છતાં પર્યાયતયા અનિત્ય છે તેથી શ્રી નવકારમંત્ર પણ દ્રવ્યતયા નિત્ય માનવો જોઈએ અને પર્યાયતયા અનિત્ય માનવો જોઈએ. દ્રવ્યભાષા પુદ્ગલાત્મક છે અને પુદ્ગલના પર્યાયો અનિત્ય હોવાથી ભાષાનાં દ્રવ્યો પણ અનિત્ય જ છે. કિન્તુ ભાવભાષા જે આત્માના ક્ષયોપશમરૂપ છે તે આત્મદ્રવ્યની જેમ નિત્ય છે. નમસ્કારમહામંત્રનો પ્રભાવ Jain Education International For Private & Personal Use Only ૩૧ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy