________________
આ સ્થળે એ સમજી લેવું જોઈએ કે શ્રી જૈનદર્શને માનેલા કોઈ પણ નિત્ય પદાર્થ એ કૂટસ્થ નિત્ય નથી, કિન્તુ પરિણામી નિત્ય છે. એટલે આત્મદ્રવ્ય પણ પરિણામી નિત્ય છે. ભાવભાષા, એ આત્મગુણરૂપ હોવાથી તે પણ પરિણામી નિત્ય છે.
શ્રી નવકાર મંત્ર દ્રવ્ય-ભાવ ઉભય સ્વરૂપે શાશ્વત છે અથવા શબ્દથી અને અર્થથી તે નિત્ય છે એમ જે કહેવાય છે તેની પાછળ અનેક અપેક્ષાઓ રહેલી છે. જૈન શાસ્ત્રકારો શ્રી નમસ્કારમંત્રને શાશ્વત યાને અનુત્પન્ન માને છે, તે સર્વ સંગ્રાહી નૈગમ નયની અપેક્ષાએ છે. વિશેષગ્રાહી નૈગમ, ઋજુસૂત્ર કે શબ્દાદિ નયોની અપેક્ષાએ શ્રી નમસ્કાર મંત્ર, ઉત્પન્ન પણ છે. આ વાતને વધારે સ્પષ્ટપણે સમજવા માટે નૈગમાદિ નયોનું સ્વરૂપ પણ ટૂંકમાં સમજી લેવું જોઈએ.
કોઈપણ વસ્તુનું જ્ઞાન બે પ્રકારે થાય છે પ્રમાણદ્વારા અને નયદ્વારા. મનુષ્યને મનુષ્ય તરીકે પણ ઓળખી શકાય છે અને એ જ મનુષ્યને એક જૈન યા બ્રાહ્મણ યા અન્ય કોઈ તરીકે પણ ઓળખી શકાય છે. એમાં મનુષ્યને મનુષ્ય તરીકે ઓળખવો એ પ્રમાણજ્ઞાન છે અને એને જૈન યા બ્રાહ્મણ આદિ તરીકે ઓળખાવો એ નયજ્ઞાન છે. પ્રમાણ વસ્તુને પૂર્ણ રૂપથી ગ્રહણ કરે છે અને નય તે વસ્તુને તેના એકાદ અંશ દ્વારા ગ્રહણ કરે છે. પ્રમાણજ્ઞાન કોઈ પણ ઈન્દ્રિય યા મનદ્વારા થઈ શકે છે જ્યારે નયજ્ઞાન કેવળ મનદ્વારા થઈ શકે છે.
નય એ પ્રમામ પણ નથી અને અપ્રમાણ પણ નથી, કિન્તુ પ્રમાણનો જ એક અંશ છે. જેમ સમુદ્રનું બિન્દુ એ સમુદ્ર નથી અને સમુદ્રની બહાર પણ નથી, કિન્તુ સમુદ્રનો એક અંશ છે. કારણ કે એક બિન્દુને જ જે સમુદ્ર માની લેવામાં આવે તો બાકીના બિન્દુઓ અસમુદ્ર બની જાય છે અને પ્રત્યેક બિન્દુને સમુદ્ર માની લેવામાં આવે તો એક સમુદ્ર ક્રોડો સમુદ્રરૂપ બની જાય છે. એ કારણે સમુદ્રના એક બિન્દુને સમુદ્ર કે અસમુદ્ર કહેવાના બદલે સમુદ્રનો એક અંશ જ કહેવો વાજબી છે.
વસ્તુને પૂર્ણ રૂપથી વિષય કરનાર જ્ઞાન એ પ્રમાણ છે અને અંશરૂપથી વિષયકરનાર જ્ઞાન એ નય છે. તે ઉપરથી વાક્યોના પણ બે ભેદ પડી જાય છેઃ એક પ્રમાણ વાક્ય અને બીજું નયવાક્ય. પ્રમાણવાક્ય અને નયવાક્ય વચ્ચેનું અંતર માત્ર શબ્દોથી નહિ, કિન્તુ ભાવોની વિવેક્ષાઓથી સમજાય છે. એક જ શબ્દ દ્વારા જ્યારે સંપૂર્ણ વસ્તુનું કથન કરાય છે ત્યારે તે સક્લાદેશ યાને પ્રમાણવાક્ય બની જાય છે. અને તે જ શબ્દદ્વારા જ્યારે વસ્તુનો એક જ ધર્મ કથન કરાય છે ત્યારે વિક્લાદેશ યાને નયવાક્ય બની જાય છે. પ્રત્યેક શબ્દદ્વારા વસ્તુનો એક જ ધર્મ કથન કરી કરાય છે, ત્યારે વિકલાદેશ યાને નયવાક્ય બની જાય છે. પ્રત્યેક શબ્દદ્વારા વસ્તુનો એક જ ધર્મ કથન કરી શકાય છે, પરન્તુ એ એક ધર્મદ્વારા અનેક ધર્મવાળા ધર્મીનો બોધ કરવો તે પ્રમાણનો વિષય છે અને એ એક જ ધર્મનો બોધ કરવો તે નયનો વિષય છે. જેમ જીવ શબ્દથી જીવના જીવનધર્મના બોધનું પ્રયોજન હોય ત્યારે તે વિક્લાદેશ બની જાય છે અને જીવનધર્મ ઉપરાંત જાણવું, દેખવું આદિ અનેક ધર્મયુક્ત જીવ પદાર્થના બોધનું પ્રયોજન હોય ત્યારે તે સક્લાદેશ બની જાય છે.
અહીં એ પ્રશ્ન થવો સંભવિત છે કે વસ્તુ અનેક ધર્માત્મક છે અને નય વસ્તુના એક જ ધર્મને ગ્રહણ કરે છે તો તેવા અધૂરા જ્ઞાનને સમ્યગુજ્ઞાન કેવી રીતિએ કહી શકાય?' એનો જવાબ એ છે કે “વસ્તુના એક અંશનું જ્ઞાન પણ બાકીના અંશોનું નિષેધક ન હોય તો તેને સમ્યજ્ઞાન કહેવામાં હરકત નથી. જે અંશજ્ઞાન શેષ અંશોનું નિષેધક હોય છે તે જ મિથ્યાજ્ઞાન કહી શકાય છે. શાસ્ત્રોમાં એને નયાભાસ કે મિથ્યાનય કહેવામાં આવે છે.” નયવાદ
અનેક ધર્માત્મક વસ્તુને અન્ય ધર્મોનો નિષેધ કર્યા સિવાય એક ધર્મવડે જાણવી યા કથન કરવી તેને નયજ્ઞાન યા નયવાદ કહેવામાં આવે છે. વસ્તુના મૂળ ધર્મો બે છે એક દ્રવ્ય અને બીજો પર્યાય. એ કારણે મૂળ
છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ MS
ri iii Britis
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org