SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ નયો પણ બે છેઃ એક દ્રવ્યાર્થિક અને બીજો પર્યાયાર્થિક. એ બે મૂળ નયોના પેટાભેદ સાત અથવા સાતસો પણ છે. અથવા તો જેટલા જેટલા જાણવાના યા કથન કરવાના પ્રકાર તે સઘળા જ નયના પેટાભેદો છે. છતાં સ્પષ્ટપણે સમજવા માટે શાસ્ત્રકારોએ સર્વ નયોને સાત ભેદોમાં સંગ્રહી લીધા છે. એ સાત ભેદોનાં નામો. છે-નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, સામ્રત, સમભિરૂઢ અને એવંભૂત-આ સાત મુખ્ય નયો છે. અહીં એક વસ્તુનું સમાધાન કરી લેવું જરૂરી છે. એક જ વસ્તુને એકી સાથે અનન્તધર્માત્મક માનવામાં ન આવે તો શી હરકત આવે છે?' -આ પ્રશ્ન ઉપસ્થિત થવો સહજ છે. પરંતુ દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક વસ્તુના સ્વરૂપને સમજનાર આત્માને એનું સમાધાન પણ તેટલું જ સહજ છે. વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભય ધર્મયુક્ત હોય છે અને વસ્તુના ત્રિકાલવર્તી પર્યાયો અનંતા હોય છે. એક કાળે પણ વસ્તુ અનેક પર્યાયવાળી હોય છે. એક જ કેરીના રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિ સહભાવી યાને યુગપભાવી પર્યાયો છે અને નવ પુરાણાદિ, ક્રમભાવી યાને અયુગપભાવી પર્યાયો છે. એ રીતે એક જ વસ્તુના સ્વપરકૃત પર્યાયો, અપેક્ષાકૃત પર્યાયો સંબંધકૃત પર્યાયો, શબ્દકૃત પર્યાયો અને અર્થકૃત પર્યાયો અનેકાનેક છે. એ રીતે વસ્તુનું એકી સાથે અનેક ધર્માત્મકપણું સિદ્ધ થાય છે અને ત્રિકાલવર્તીપર્યાયો અનંતાનંત બને છે. એવી અનંતાનંત ધર્માત્મક વસ્તુને કોઈ પણ એક ધર્મવડે કથન કરવી તે વચનાત્મક નય છે અને જાણવી એ જ્ઞાનાત્મક નય છે. જ્ઞાનાત્મક નયને ભાવનય કહેવાય છે અને વચનાત્મક નયને દ્રવ્યનય કહેવાય છે. દ્રવ્યનય ઔપચારિક છે અને ભાવનય તાત્ત્વિક છે. દ્રવ્યાર્થિક નય સામાન્યને વિષય કરે છે, જ્યારે પર્યાયાર્થિક નય વિશેષને વિષય કરે છે. વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મક હોવાથી નયજ્ઞાનના પણ બે ભેદો પડી જાય છે. તેમાં દ્રવ્યાર્થિક નયના પ્રથમના ત્રણ યા ચાર ભેદો છે અને છેલ્લા ચાર યા ત્રણ એ ભેદો પર્યાયાર્થિક નયના છે. નૈગમનય : સંકલ્પ માત્રને વિષય કરવાવાળો નય નૈગમનય કહેવાય છે. “નિગમ' શબ્દનો અર્થ સંકલ્પ પણ થાય છે, તેથી સંકલ્પને વિષય કરવાવાળા નયને પણ નૈગમ શબ્દથી સંબોધવામાં આવે છે. એ નૈગમના ત્રણ ભેદ છે ભૂતનૈગમ, ભાવિનૈગમ અને વર્તમાન નૈગમ. અતીત કાલમાં વર્તમાનકાલનો સંકલ્પ કરવો તે ભૂતનૈગમ છે. જેમ કે “આજે શ્રી વીરપરમાત્માનો જન્મદિવસ છે.' અહીં “આજ શબ્દનો અર્થ “વર્તમાન દિવસ' હોવા છતાં એનો સંકલ્પ અઢી હજાર વર્ષ પહેલાંના ચૈત્ર શુદિ ૧૩માં કરવામાં આવ્યો. માટે એ ભૂતનૈગમ કહેવાય છે. ભવિષ્યકાળમાં વર્તમાનકાલ યા ભૂતકાલનો સંકલ્પ કરવો, તે ભાવિનૈગમ છે. રાજકુંવરને રાજા કહેવો એ ભવિષ્યકાળમાં થનાર રાજાનો વર્તમાનમાં સંકલ્પ છે અને ભૂતકાળમાં થયેલ અરિહંતને સિદ્ધ કહેવા એ ભૂતકાળનો ભવિષ્યમાં સંકલ્પ છે. કોઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું હોય અને તે પૂર્ણ થયું ન હોય તે પહેલાં તેને પૂર્ણ થયું' એમ કહી દેવું તે વર્તમાનનૈગમ છે; જેમ કે, રસોઈની શરૂઆતમાં જ કહેવું કે “આજે કંસાર બનાવ્યો નિગમ' શબ્દની વ્યુત્પત્તિ બીજી પણ અનેક રીતિએ કરવામાં આવી છે. "निगम्यन्ते परिच्छिद्यन्ते इति निगमाः, लौकिका अर्थाः । तेषु निगमेषु भवो योऽध्यवसायः, ज्ञानाख्यः स नैगमः । यथा लोको व्यवहरति तथानेन व्यवहर्तव्यम् । लोकचोपदिष्टैः प्रकारैः समस्तैर्व्यवहरति ।" ' અર્થાતુ - “નિગમ એટલે જાણવા લાયક લૌકિક પદાર્થો. તેને વિષે જ્ઞાનરૂપ અધ્યવસાય તે મૈગમ. લોક જે કોઈ પ્રકારે વ્યવહાર કરે તે રીતે વ્યવહાર કરવો તે નૈગમનયનું કાર્ય છે. લોક ઉપદષ્ટિ સર્વ પ્રકારોવડે વ્યવહાર કરે છે તેથી નૈગન પણ સર્વ પ્રકારવડે વ્યવહાર કરે છે.'' નમસ્કાર મહામંત્રનો પ્રભાવ ૩૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy