________________
અથવા “નાપુ વેડમિહિતા: શદ્વા: તેષામ: શાર્થ જ્ઞાનં દ રેશમપ્રઝાદી નામ: ”
“નિગમ એટલે જનપદો (દશો), તેમાં થયેલા એટલે પ્રચાર પામેલા હોય તે નૈગમ. અથતિ - જુદા જુદા દેશોમાં વપરાતા જુદા જુદા ઘટાદિ શબ્દો તે નૈગમ. એ ઘટાદિ શબ્દોના અર્થોનું જ્ઞાન અથવા જલધારણાદિ સમર્થ અર્થનો વાચક આ ઘટાદિ શબ્દ છે એવું જ્ઞાન તે નૈગમનય.”
અથવા નામ:- વધુમા વચગણી નામ: | અર્થાત્ જેના બોધમાર્ગો એક નથી પણ અનેક છે તે નૈગમ. શ્રી પ્રમાણ નયતત્તાલોકાલંકારમાં શ્રી વાદિદેવસૂરિજી મહારાજ ફરમાવે છે કેधर्मयौधमिणोधर्मधर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद्विवक्षणं स नैकगमो नैगमः ।
ધર્મ એટલે પર્યાય, ધર્મી એટલે દ્રવ્ય અને ધર્મ-ધર્મી એટલે દ્રવ્ય અને પર્યાય. બે પર્યાય, બે દ્રવ્ય અથવા એક દ્રવ્ય અને પર્યાયનું ગૌણ-મુખ્ય ભાવે વિવક્ષણ તે નૈગમ.
અર્થાતુ–નૈગમનય ધર્મ-ધર્મી ઉભયને ગ્રહણ કરે છે. પ્રમાણજ્ઞાન પણ ધર્મ-ધર્મ ઉભયનું ગ્રહણ કરે છે. પરન્તુ તફાવત એટલો છે કે પ્રમાણ એ ધર્મ અને ધર્મી ઉભયને મુખ્યરૂપે ગ્રહણ કરે છે. જ્યારે નૈગમનય બેમાંથી એકને મુખ્ય અને બીજાને ગૌણ બનાવી ગ્રહણ કરે છે.
આ બધી વ્યુત્પત્તિઓનું તાત્પર્ય એક જ છે કે શબ્દોના જેટલા અને જેવા અર્થ લોકમાં મનાય છે તે બધાને માન્ય રાખવા એ નૈગમ નયની દષ્ટિ છે તેથી તેનો વિષય પછીના બધા નયો કરતાં સૌથી મોટો છે. નૈગમ નય સામાન્ય-વિશેષ ઉભયની યથેચ્છ પ્રધાનતાએ વર્તે છે. સામાન્યની પ્રધાનતા હોય ત્યારે તે સમગ્ર ગ્રાહી ગણાય છે અને વિશેષ પ્રધાનતા હોય ત્યારે તે દેશગ્રાહી ગણાય છે. આ રીતે નૈગમનય લોકમાં રહેલ જીવાજીવાદિ પદાર્થોને જાણવાના અનેક પ્રકારોમાં કુશળ છે. બીજા નયોને વસ્તુ જાણવાના પ્રકાર અનેક નથી, કિન્તુ એક છે. જ્યારે નૈગમનયને વસ્તુ જાણવાનો પ્રકાર એક નથી પણ અનેક છે. એ બીજા નયો અને નૈગમનય વચ્ચેનો તફાવત છે.
“નૈગમનને વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવાના પ્રકાર એક નથી પણ અનેક છે.” એ વસ્તુને સ્પષ્ટ કરવા માટે શાસ્ત્રકારો નીચેનાં ત્રણ પ્રસિદ્ધ દષ્ટાંતો આપે છે. નિલચન'નું ઉદાહરણ :
કોઈએ પ્રશ્ન કર્યો કે -‘તમે ક્યાં રહો છો?' આ પ્રશ્નના ઉત્તરમાં કહેલું કે “હું લોકમાં રહું છું' ફરી પ્રશ્ન કરે કે “લોકમાં ક્યાં?' તો કહેવું કે “તિછલોકમાં.” એ રીતે પ્રતિપ્રશ્નનો ઉત્તર આપ્યા કરવો તે નૈગમનયને માન્ય છે. તિછલોકમાં ક્યાં ?” “મનુષ્ય ક્ષેત્રમાં.' તેમાં પણ જંબૂદ્વીપમાં, ભરતક્ષેત્રમાં, મધ્યમખંડમાં, પાટલિપુત્ર નગરમાં, અમુક શેરીમાં, અમુક મકાનમાં, અમુક ઓરડામાં, અમુક શય્યા ઉપર, અમુક આકાશપ્રદેશમાં તથા છેવટે જ્યાં મારો આત્મા છે ત્યાં વસુ છું આ બધા પ્રકારો નૈગમનને વસ્તુનો પરિચ્છેદ કરાવનાર તરીકે સ્વીકાર્ય
છે.
“પ્રરથક'નું ઉદાહરણઃ
કાષ્ઠનું બનાવેલું ધાન્ય માપવાનું જે માનવિશેષ, તેને પ્રસ્થક' કહેવાય છે. એ માટે જંગલમાં લાકડું કાપતો. હોય ત્યારે કહે છે કે “હું પ્રસ્થક' કાપું છું.” એ જ રીતે માર્ગમાં સ્કંધે ચઢાવેલ લાકડાને, એ લાકડાને ચીરતી વખતે, ઘડતી વખતે, છોલતી વખતે, સુંવાળુ કરતી વખતે અને છેવટે ધાન્ય માપવા માટે તૈયાર થઈ ગયા બાદ થાવત્ ધાન્ય માપતી વખતે આ “પ્રસ્થક છે. ' એમ કહેવું તે નૈગમનયને માન્ય છે.
ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ NG
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org