SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રામનું ઉદાહરણ : સમાપયેત્તની જમીન, કિલ્લા સુધીનો ભાગ માત્ર, પ્રજાનો સમૂહ અથવા પ્રજાનો કોઈ મુખ્ય પુરુષ આ સર્વ પ્રકારોમાં નૈગમનય “ગ્રામ” તરીકેનો વ્યવહાર કરે છે અર્થાત્ એ સર્વને “ગ્રામ” તરીકે માન્ય રાખે છે. વસ્તુને જાણવાના અનેક પ્રકારો હોવા છતાં, નૈગમન એકાંશગાહી છે, કિન્તુ પ્રમાણની જેમ સર્વાશગ્રાહી નથી. એનું કારણ ઉપર સમજાવવામાં આવ્યું છે તો પણ તેની અધિક સ્પષ્ટતા માટે જરા વિગતમાં ઊતરવાની આવશ્યકતા છે. વસ્તુપરિચ્છેદ કરવા માટે નૈગમનયના અનેક પ્રકારો હોવાથી તેના અનુક્રમે મુખ્ય ત્રણ ભેદો પડી જાય છે. સામાન્યવાદી નૈગમનય, સામાન્ય-વિશેષવાદી નૈગમનય અને વિશેષાવાદી નૈગમનય. પ્રથમ ભેદ નિર્વિકલ્પ મહાસત્તા નામનો છે તે અશુદ્ધ છે. બીજો ભેદ પશુત્વ, ગોત્વ, ગજત્વાદિ સામાન્ય-વિશેષવાદીનો શુદ્ધાશુદ્ધ છે અને ત્રીજો ભેદ વિશેષવાદીનો સર્વથા વિશુદ્ધ છે. નૈગમનય સામાન્ય - વિશેષ ઉભયને માને છે, પણ બન્નેને પરસ્પર ભિન્ન માને છે. કારણ કે “સામાન્ય એ “સત”, “સ” એવા સામાન્ય'ના જ્ઞાન અને સામાન્ય'ના વચનનો હેતુ હોવાથી વિશેષથી સર્વથા ભિન્ન છે. એ જ રીતે વિશેષ” એ “વિશેષ” એવી બુદ્ધિ અને વચનનો હેતુ હોવાથી સામાન્યથી સર્વથા ભિન્ન છે. સામાન્ય અને વિશેષનું કાર્ય આ રીતે ભિન્ન ભિન્ન હોવાથી ભિન્ન ભિન્ન કાર્યવાળા ઘટપટાદિની જેમ અત્યન્ત ભિન્ન છે. સામાન્ય-વિશેષ જેમ પરસ્પર ભિન્ન છે, તેમ સામાન્ય-વિશેષના આશ્રયભૂત ગાય, પરમાણુ આદિ દ્રવ્યોથી પણ સામાન્ય-વિશેષ ભિન્ન છે. ચમુખમંતુ સત્તા'' એ વચન એમ સિદ્ધ કરે છે કે પરસ્પર વિલક્ષણ એવા દ્રવ્ય, ગુણ અને કર્મમાં જે સત્પણાની બુદ્ધિ થાય છે તેનું કારણ એ ત્રણમાં રહેલ સત્તાનો સમવાય છે. એ સત્તા સામાન્ય જો દ્રવ્યાદિથી અભિન્ન જ હોય તો પરસ્પરની. જેમ (ભિન્ન હોવાથી) સર્વત્ર દ્રવ્યાદિમાં ‘સતુ” એવી અભિન્ન પ્રતીતિ થવી જોઈએ નહિ. ભિન્ન પદાર્થથી અભિન્નબુદ્ધિ કદી ઉત્પન્ન થાય જ નહિ. ભિન્ન પદાર્થોથી પણ અભિન્ન-બુદ્ધિ જે ઉત્પન્ન થઈ શકતી હોય તો ઘટ-પટ-સ્તસ્માદિથી પણ એવી અભિન્ન યાને એક્તાની બુદ્ધિ ઉત્પન્ન થવી જોઈએ પણ તે તો અનુભવ વિરુદ્ધ છે અને ભિન્ન પદાર્થોમાં અભિન્ન બુદ્ધિ તો અવશ્ય ઉત્પન્ન થાય જ છે. એ અભિન્ન-બુદ્ધિનું કારણ કોઈ માનવું જ જોઈએ અને તે “સત્'ની બુદ્ધિ કરાવનાર સામાન્ય સિવાય અન્ય કોઈ નથી તેથી તે દ્રવ્યાદિ ત્રણથી ભિન્ન છે. એજ રીતે પશુત્વ, ગોત્વ, ગજત્વ આદિ અવાન્તર સામાન્યો, સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે. કારણ કે તે પોતાના આશ્રય પશુ, ગાય અને ગજ આદિમાં અનુગતાકાર બુદ્ધિ કરાવે છે અને મનુષ્ય, અશ્વ, મહિષાદિથી ભેદ પાડે છે. એ અવાન્તર સામાન્યો યાને સામાન્ય-વિશેષો પણ પોતાના આશ્રયભૂત દ્રવ્યોથી સર્વથા ભિન્ન છે. સામાન્ય-વિશેષ ઉભયને માનવા છતાં તે બંને પરસ્પર અત્યન્ત ભિન્ન અને પોતાના આધારથી પણ અલગ માનવાથી નૈગમનય એકાંશગ્રાહી સિદ્ધ થાય છે અને તેથી સર્વાશગ્રાહી પ્રમાણનો વિષય અને તેનો વિષય એક બની શકતો નથી. એટલું જ નહિ પણ શેષ અંશનો તિરસ્કાર કરવા જાય તો તેજ નૈગમનય નૈગમનયાભાસ બની જાય છે યાવત તે સમ્યગ્રજ્ઞાન મટી મિથ્યાજ્ઞાન થઈ જાય છે. સામાન્ય અને વિશેષને પરસ્પર નિરપેક્ષ માનવાથી સામાન્યને વિશેષપણું અને વિશેષને સામાન્યપણું પ્રાપ્ત થાય છે અને તેથી “વ્યવહુ સામાન્યમ્ ” એ વચન અસત્ય ઠરે છે. “: ' નૌઃ '' ઇત્યાદિ કથન સામાન્યની બુદ્ધિ અને સામાન્યના વચનનો હેતુ હોવાથી તે સામાન્ય કહેવાતું હોય તો ‘યે વિશેષ: ', “ વિશેષ: ' ઇત્યાદિ કથન પણ સામાન્ય બુદ્ધિ અને સામાન્ય નમસ્કારમહામંત્રનો પ્રભાવ છે ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy