SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વચનનો હેતુ હોવાથી વિશેષ પણ સામાન્ય કહેવાશે, પરન્તુ તેમ માનવાથી ‘સામાન્ય’ની વૃત્તિ દ્રવ્યગુણ કર્મમાં જ છે પણ વિશેષમાં સામાન્ય હોતું નથી એ મત ટકી શકતો નથી. વળી ‘સત્તા-સામાન્ય’ પણ ગોત્વાદિ ‘અવાન્તર-સામાન્ય' થી બુદ્ધિ અને વચનમાં ભેદ પાડે છે અને ‘અવાન્તર-સામાન્ય’ ગોત્વાદિ પણ ‘સત્તા-સામાન્ય’થી બુદ્ધિ અને વચનમાં ભેદ પાડે છે. માટે ‘સત્તા-સામાન્ય’ અને ‘અવાન્તર-સામાન્ય' પણ ભેદ-વિશેષક બનવાથી વિશેષ બની જાય છે. એ બે દોષો ઉપરાન્ત ત્રીજો દોષ એ પ્રાપ્ત થાય છે કે ગોત્વ, ગજત્વાદિ ‘અવાન્તર સામાન્ય'ને પણ ‘સામાન્ય’ની પ્રાપ્તિ થશે. કારણ કે -વં સામાન્ય ।', ‘રૂવં સામાન્યં ।' એવી બુદ્ધિ અને વચનની પ્રવૃત્તિ તેમાં થાય છે તેથી ‘સામાન્યં સામાન્યરહિતમ્ ।' એ સિદ્ધાન્ત પણ બાધિત થાય છે. આ રીતે વિશેષને સામાન્યપણું પ્રાપ્ત થવાથી સામાન્ય પણ અન્ય વિશેષની જેમ ભેદક બની જવાથી તથા સામાન્યને પણ સામાન્યપણું પ્રાપ્ત થવાથી સામાન્ય-વિશેષ પરસ્પર અથવા તેનાં આશ્રયભૂત દ્રવ્યોથી સર્વથા ભિન્ન છે એ મત આપોઆપ અસત્ય ઠરે છે. અહીં વિશેષ પદાર્થ સંબંધી નૈગમનયની માન્યતા શું છે તે પણ જોઈ જવી પ્રસ્તુત છે. સર્વ પરમાણુઓ સમાન આકાર, ગુણ અને ક્રિયાવાળા છે છતાં તે પરમાણું દ્રવ્યમાં યોગીપુરુષોને જે અન્યત્વ બુદ્ધિ થાય છે તેનું કા૨ણ અન્ય વિશેષ છે અને એ અન્ય વિશેષ જ સમાન ગુણ ક્રિયા અને આકૃતિવાળા પરમાણુઓમાં અસમાન બુદ્ધિનો હેતુ હોવાથી અણુઓથી સર્વથા ભિન્ન છે. તમામ પાર્થિવ પરમાણુઓનો આકાર પરિમંડલ છે. સર્વેની પ્રથમ ક્રિયા અદૃષ્ટવડે જ કરાય છે તથા એક જ પ્રદેશમાં થતું ગતાગત પણ તમામનું સમાન છે. સત્તા એટલે સામાન્ય, તેને એક સ્વતંત્ર પદાર્થ માની એ સત્તાના સમવાયથી પદાર્થોને ‘સત્’ માનવાથી બીજા પણ અનેક દોષો પ્રાપ્ત થાય છે. તેમાંના કેટલાક ઉપર નજર નાંખી જવી અહીં અપ્રસ્તુત નથી. પહેલો દોષ :- સત્તાના યોગથી સત્પણું પ્રાપ્ત થાય છે તો તે સત્પણું સ્વરૂપે વિદ્યમાન પદાર્થનું પ્રાપ્ત થાય છે કે અવિદ્યમાન પદાર્થનું પ્રાપ્ત થાય છે ? જો અવિદ્યમાન પદાર્થનું પ્રાપ્ત થતું હોય તો અવિદ્યમાન એવા ‘ખપુષ્પ’ને પણ સત્પણું પ્રાપ્ત થશે. વિદ્યમાન પદાર્થનું માનવામાં આવતું હોય તો સ્વરૂપથી વિદ્યમાનને બીજી સત્તાની શી જરૂર છે ? અર્થાત્ સત્તાને માન્યા સિવાય જ વસ્તુનું સત્પણું તો ‘સત્તા;ને માનવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. બીજો દોષ ઃ- સત્તા-સામાન્યને એક, નિત્ય, નિરવયવ, નિષ્ક્રિય અને સર્વગતત્વાદિ ધર્મયુક્ત માનવામાં આવે છે અને દરેક વસ્તુમાં તે વિદ્યમાન છે એમ પણ માનવામાં આવે છે તેથી નીચેના દોષો ઊભા થાય છે. (ક) ‘સત્તા–સામાન્ય’ દરેક વસ્તુમાં હોય તો તે દરેક વસ્તુ સ્વરૂપ હોવાથી એક નહિ કહી શકાય. (ખ) ઘણાં દ્રવ્યોમાં રહેલ છતાં તે એક જ છે એમ કહેવાથી તેને સાવયવપણું પ્રાપ્ત થશે. નિરવયવિની વૃત્તિ ઘણાં દ્રવ્યોમાં ૫૨માણુંની પેઠે હોઈ શકે નહિ. (ગ) સાવયવી માનવાથી તેને સામાન્ય જ નહિ કહેવાય, કા૨ણ કે અવયવનો ભેદ થતાં તેનાથી અભિન્ન એવા અવયવીનો પણ ભેદ થાય છે. છતાં (ઘ) સામાન્ય દરેક વસ્તુમાં વર્તે છે અને એક છે, એમ કહેવામાં આવે તો તે દરેક વસ્તુથી ભિન્ન જણાતું નહિ હોવાથી, ‘ખરશૃંગ'ની જેમ અસત્ છે. એટલું જ નહિ પણ - (ડ) જે આકાશની પેટે સર્વગત અને વસ્તુથી સર્વથા ભિન્ન હોય તે કોઈનું પણ ઉપલક્ષણ (ઓળખાવનાર) બની શકતું નથી. ત્રીજો દોષ :- સામાન્ય-વિશેષકૃત જ્ઞાન અને વચન, સામાન્ય-વિશેષથી પ્રવર્તે છે કે સામાન્ય અને ૩૬ Jain Education International For Private & Personal Use Only ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy