________________
વિશેષયુક્ત પદાર્થથી પ્રવર્તે છે? સામાન્ય અને વિશેષથી જ પ્રવર્તતાં હોય તો ઉપર જણાવી ગયા મુજબ સામાન્યમાં પણ અન્ય સામાન્ય અને વિશેષમાં પણ અન્ય વિશેષની પ્રાપ્તિ થાય છે. જેમકે, “જીત્વ, નિત્યઃિ ” સામાન્યમાં પણ “ર્વ સામાન્યું “ટું સામાન્યું ' ઇત્યાદિ જ્ઞાન અને વચન તથા વિશેષમાં પણ “માં વિશેષ:ો’ ‘ વિશેષ: ' એવું જ્ઞાન અને વચન પ્રવર્તે છે. એ દોષનું નિવારણ કરવા માટે સામાન્ય-વિશેષ સિવાય તેના વિષયભૂત પદાર્થોથી જ સામાન્ય-વિશેષનું જ્ઞાન અને વચન પ્રવર્તે છે, એમ કહેશો તો તે સામાન્ય-વિશેષ નિમિત્તક ન થયા. પણ “પરનિમિત્તક' એટલે પદાર્થ-નિમિત્તક થયાં. તેથી એ નિયમ ન રહ્યો કે - “સામાન્ય-વિશેષની પ્રતીતિ સામાન્ય-વિશેષવિષયક જ્ઞાન અને વચનથી જ થાય છે.” પરન્તુ એમ નક્કી થયું કે તેના આશ્રયભૂત પદાર્થોથી પણ સામાન્ય-વિશેષની બુદ્ધિ અને વચન થાય છે.
આ રીતે એકાન્ત-નિરપેક્ષ સામાન્ય-વિશેષ માનવાથી અનેક દૂષણો આવે છે. તત્ત્વથી વસ્તુસ્વરૂપ એવું છે કે - ગાય આદિ પદાર્થના ખરી, સ્કંધ, પુચ્છ, શૃંગ, કમ્બલાદિરૂપ જે સદ્નશ પર્યાયો, તે જ સામાન્ય છે અને એ જ ગાય વગેરે પદાર્થના શ્યામતા, ચેતતાદિ અન્ય વિસદ્ગશ પર્યાયો, એ જ વિશેષ છે. આ સામાન્ય-વિશેષરૂપ પર્યાયો ગાય આદિ પદાર્થોથી ભિન્નભિન્ન છે, કિન્તુ એકાન્ત ભિન્ન યા એકાન્ત અભિન્ન નથી. આથી એક, નિત્ય, નિરવયવ, નિષ્ક્રિય અને સર્વગતત્વાદિ ધર્મથી યુક્ત “સામાન્ય અને કેવળ વિશેષક “અન્ય વિશેષ' નિર્વિષય હોવાથી “અપુષ્પની જેમ અસત્ છે એ વાત સિદ્ધ થાય છે.
અહીં એ વાત પણ સમજી લેવી જોઈએ કે – “પ્રત્યેક વસ્તુ અનન્ત ધર્માત્મક હોવાથી અને નય એ વસ્તુના એક દેશ (અંશ) ને જણાવનાર હોવાથી નયો પણ અનન્તા છે, તોપણ સર્વસંગ્રાહી સત્તાને વિષય કરનાર સંગ્રહ નયના અભિપ્રાયથી તે અનન્ત નિયોને સાત નયોમાં સંગ્રહી લેવામાં આવ્યા છે. તેથી એ સાત નયો પણ સર્વ અભિપ્રાયોનો સંગ્રહ કરનારા બની જાય છે, કારણ કે-અભિપ્રાય બે રીતે પ્રવર્તે છે. અર્થદ્વારા અથવા શબ્દદ્વારા. અભિપ્રાય પ્રવર્તવાની આ સિવાય ત્રીજી કોઈ રીત છે નહિ.
અર્થ બે પ્રકારના છે : એક સામાન્યરૂપ અને બીજા વિશેષરૂપ. શબ્દ પણ બે પ્રકારના છે : એક રૂઢિથી પ્રવર્તનારા અને બીજી વ્યુત્પત્તિથી પ્રવર્તનારા. વ્યુત્પત્તિ પણ બે પ્રકારની છે એક સામાન્ય-નિમિત્ત-પ્રયુક્ત અને બીજી તત્કાલ-ભાવિ-નિમિત્ત-પ્રયુક્ત. તેમાં જેટલા અર્થનિરૂપણમાં તત્પર અભિપ્રાયો છે, તે સર્વે નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર, એ ચાર નવોમાં અંતર્ભાવ પામે છે.
નૈગમ-નય સામાન્ય-વિશેષ ઉભયસ્વરૂપ અર્થને ઇચ્છે છે, પરંતુ તે બંને પરસ્પર સર્વથા ભિન્ન છે. એમ માને છે.
સંગ્રહ-નય કેવલ સામાન્યને ઇચ્છે છે.
શાસ્ત્રીય સામાન્ય-વિશેષની અપેક્ષા રાખ્યા વિના, કેવળ લોકવ્યવહારમાં આવતા ઘટપટાદિક પદાર્થોને ઈચ્છનાર વ્યવહાર - નય છે.
કેવળ ક્ષણક્ષમી-પરમાણુલક્ષણ-સ્વલક્ષણને માનનાર ઋજુસૂત્ર-નય છે. શબ્દ-નય રૂઢિથી શબ્દોની પ્રવૃત્તિ ઇચ્છે છે. વ્યુત્પત્તિથી શબ્દોની પ્રવૃત્તિને ઇચ્છનાર સમભિરૂઢ-નય છે.
અને જે કેવળ વર્તમાનકાલભાવિ-વ્યુત્પત્તિ-નિમિત્તને ઉદ્દેશીને જ શબ્દોની પ્રવૃત્તિ ઈચ્છે છે, તે એવંભૂત-નય છે.
આથી એ સિદ્ધ થાય છે કે – વસ્તુવિષયક કોઈ પણ એવો વિકલ્પ કે અભિપ્રાય બાકી રહી જતો નથી, કે જે સાત નયોમાં અંતર્ભાવ પામતો ન હોય. તેથી આ સાત નયોને સર્વ અભિપ્રાયોનો સંગ્રહ કરનાર તરીકે માનવામાં આવેલ છે.
નમસ્કાર મહામંત્રનો પ્રભાવ
૩૭ પS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org