________________
નિત્યસ્મરણીય શ્રીનવકાર
શ્રી નવકારમંત્ર ગણવાથી આપણું મન શ્રી પંચપરમેષ્ઠિભગવંતોમાં ભળે છે, તે જ વખતે આપણો ઉપયોગ-જ્ઞાન, દર્શન, વિનયાદિ પોતાનું શુભ કાર્ય કરે છે. અને સાથે જ આપણું પોતાનું પરમેષ્ઠિસ્વરૂપ નિશ્ચયથી પ્રચ્છન્ન રીતે અંદર રહેલું છે તેનું ભાન આપણને થાય છે.
પરમેષ્ઠિઓને વિષે મનનો ઉપયોગ એ શુભ પર્યાય છે. પર્યાયમાત્રનો આધાર દ્રવ્ય છે. દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ, અક્ષય, અખંડ, અભંગ અને પરમાત્મ સ્વરૂપ છે, તેવો નિર્ણય શ્રી નવકારના સ્મરણ વખતે જેમ-જેમ દઢ થતો જાય છે તેમ-તેમ આત્મા નિર્ભય-નિશ્ચિત બનતો જાય છે.
પરમેષ્ઠિનું સ્મરણ આત્મસ્મરણરૂપ બનીને સહજ સમાધિ પ્રગટાવે છે.
આત્માની સાથે એકતા, સ્થિરતા, નિશ્ચળતા જેમ-જેમ વધતી જાય છે તેમ-તેમ જ્ઞાનાવરણીય, અંતરાય આદિ ઘાતી કર્મોનો ક્ષય થતો જાય છે અને નિર્મળ જ્ઞાન પ્રકાશ પ્રગટે છે. તેમ જ શ્રદ્ધા-ચારિત્ર આદિ ગુણો સ્થિર થાય છે.
નમસ્કારનું સ્મરણ આત્મસ્મરણ છે. આત્મના શુભ પર્યાયનું અને એ પર્યાયના આધારભૂત અખંડ દ્રવ્યનું સ્મરણ એ જ પરમાત્મ-સ્મરણ છે. (વૃતવા પરમાત્મા પર્વ નીવાત્મા )
તાત્પર્ય કે નિજ પરમાત્મતત્ત્વનું સ્મરણ તાજું કરાવનાર શ્રી નવકાર નિત્ય અને સતત સ્મરણીય છે. આત્મવિસ્મરણને ભાવમૃત્યુ કહ્યું છે તે આ કથનથી સ્પષ્ટ થાય છે.
મંત્રાધિરાજ શ્રી નવકારનાં પ્રથમ પાંચ પદમાં તીર્થને નમસ્કાર છે. છેલ્લાં ચાર પદમાં એ નમસ્કાર વડે થતી તત્ત્વની શુદ્ધિનો નિર્દેશ છે.
તત્ત્વ એ નમસ્કારકર્તાનો આત્મા છે. તે જ્યારે તીર્થને ભાવથી નમે છે ત્યારે તે જ સમયે તેની શુદ્ધિ થાય છે. એ શુદ્ધિનું જ બીજું નામ પાપનો સમૂળનાશ અને સર્વોત્કૃષ્ટ મંગળનું આગમન છે, જેનો નિર્દેશ છેલ્લા ચાર પદોમાં છે.
શ્રી નવકાર એ ચૌદપૂર્વનો સાર છે અર્થાત નિશ્ચયનયમાં નિશ્ચલપણું પામવાનો ઉપાય છે.
નિશ્ચયનય એટલે શુદ્ધ નય. તેનો વિષય શુદ્ધ આત્મા છે. તેને વિષે નિશ્ચય અને એ નિશ્ચય વડે પ્રાપ્ત થતું નિશ્ચલપણું એ સમગ્ર દ્વાદશાંગીનો સાર છે.
શ્રી નવકાર એટલે શ્રી પંચપરમેષ્ઠિભગવંતો પ્રત્યે બહુમાનવાળો આત્મા. આત્માનો પરમેષ્ઠિ પ્રત્યે બહુમાનવાળો પરિણામ તે બહુમાન વડે કથંચિત્ અભેદભાવને પામેલો નિહાત્મા. પરમેષ્ઠિથી કથંચિત્ અભિન્ન બનેલો આત્મા જ ચૌદપૂર્વનો સાર છે. ચૌદપૂર્વ ત્રણલોકનો સાર છે. ત્રણલોકમાં સારભૂત વસ્તુ દ્વાદશાંગી છે અને દ્વાદશાંગીનો સાર નિજ શુદ્ધ આત્મા છે.
ત્રણ જગતથી આત્મા અધિક છે. આત્મા છે તો ત્રણ જગતનું જ્ઞાન છે. તે જ્ઞાનનો સ્વામી આત્મા એ ત્રણ જગતનો સ્વામી છે.
શ્રી નવકાર મંત્રરૂપે અડસઠ અક્ષરો (વાળો) છે. વાચ્યાર્થરૂપે શ્રી પંચપરમેષ્ઠિ છે. લક્ષ્યાર્થરૂપે નિજ આત્મા છે અને વ્યંગ્યાર્થરૂપે કર્મક્ષય અને નિર્જરા છે, સર્વ પાપપ્રણાશ અને સર્વોત્કૃષ્ટ મંગળનો લાભ છે.
શ્રી નવકારમાં વર્ષો છે. એ વર્ણો વડે પરમેષ્ઠિઓનું વર્ણન છે. એ વર્ણન વડે નિજાત્માનું શુદ્ધ નયમાં પરિણમન છે. એ પરિણમન વડે પાપપ્રણાશ અને મંગળનું આગમન છે.
૨૦૨
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org