SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર એટલે નમસ્કરણીય શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિઓને નમસ્કાર, અનંત ચતુષ્ટયાત્મક આત્મતત્ત્વને નમસ્કાર, શુદ્ધ આત્મસ્વભાવનો અલ્પ પણ અણસાર કરાવનાર પુણ્ય પ્રવૃતિને નમસ્કાર અને પરમાત્માના ઘર તરફ લઈ જનાર વિચાર, વાણી, વર્તનને નમસ્કાર. એ રીતે નવ પ્રકારના પુણ્યમાં દાન, શીલ, તપ અને ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મનું સેવન થઈ જાય છે. તેમાં પણ ભાવધર્મ મુખ્ય છે. ભાવ સૂર્યના સ્થાને છે. ભાવમાં ધર્મનો પક્ષપાત છે. क्रियाशून्यं च यत् ज्ञानं भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव || અર્થાત્ ભાવશૂન્ય ક્રિયાનું મૂલ્ય ઘણું અલ્પ છે અને ક્રિયાશૂન્ય પણ ભાવનું મૂલ્ય અનલ્પ છે. નમસ્કારમાં સર્વ પ્રકારની શુભ ક્રિયાઓ પ્રત્યે અનુરાગ છે, સદ્ભાવ છે, આદર છે અને બહુમાન છે તેથી તેને નવમું પુણ્ય કહેવાય છે અને તે બીજા બધા પુણ્ય કરતાં ચઢિયાતું છે. એના પ્રભાવે જ બીજ બધા ધર્મનાં અંગો મોક્ષ પ્રાપ્તિમાં કારણ બને છે. नासेइ चोरसावय- विसहरजलजलणबंधणभयाइं । चिन्तिजन्तो रक्खस-रणरायभयाई भावेण ॥ ભાવથી ચિંતન કરાતો આ નમસ્કાર ચોર-વ્હાપદ-વિષધર-જલઅગ્નિ-બંધન-રાક્ષસ-રણસંગ્રામ અને રાજા તરફથી થતા ભયોનો નાશ કરે છે. શ્રી અરિહંતનું ધ્યાન શ્રી અરિહંતનો ઉપયોગ એ આગમથી ભાવનિક્ષેપે અરિહંત સ્વરૂપ છે. શ્રી અરિહંતભગવંતનું ધ્યાન કરવું તે વિશ્વોપકારક તેમના બાર ગુણોનું અને બાર ગુણોના કારણભૂત તેમની સર્વોત્કૃષ્ટ કોટિની સર્વ જીવવિષયક કરુણાનું ધ્યાન કરવા સમાન છે. ભાવનમરકાર નમો એ ધનુષ્ય છે. આત્મા એ બાણ છે. અરિહંત એ લક્ષ્ય છે. અપ્રમત્ત બનીને નમસ્કારરૂપી ધનુષ્ય વડે આત્મપ્રયત્નરૂપી બાણથી પરમેષ્ઠિરૂપ લક્ષ્યને વીંધવું જોઈએ, તો સાચો ભાવનમસ્કાર થાય. સર્વ જીવો સુખ પામો અને દુઃખથી મુક્ત થાઓ. બધા જીવો “ મુક્ત' થાઓ, અવ્યાબાધ સુખ પામો. એ ભાવનાપૂર્વક શ્રી નવકારમંત્રનો જાપ માંદગીમાં કે મરણ વખતે જે કોઈ કરે તે સદ્ગતિ અવશ્ય પામે અથવા નીરોગી અને દીઘયુષી બને એમાં કોઈપણ જાતનો સંદેહ નથી. સર્વમંત્રશિરોમણીઃ શ્રીનવકાર ૨૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy