SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વમંત્રશિરોમણિ શ્રીનવકાર સર્વ વિદ્યા અને મંત્રોની સિદ્ધિ નમસ્કારના ધ્યાનની સિદ્ધિ થવાથી થાય છે. એ દષ્ટિએ શ્રી નમકારમંત્ર સર્વની આદિમાં ભણાય છે. સર્વ કર્મોમાં મુખ્ય મોહનીય કર્મ છે, તેના ક્ષયનું અસાધરણ કારણ શ્રી નવકારમંત્ર મોહનીયમાં પણ માન-મોહનીય માનવને સર્વ દુરિતોમાં શિરોમણિભૂત છે. અર્થાત્ માનવને વધુમાં વધુ પજવનારું અને પાડનારું છે. તેનો નાશ કરવાનું સામર્થ્ય નમસ્કાર મહામંત્રમાં છે. તેથી તે મંત્ર સર્વ મંત્રોમાં શિરોમણિ ગણાય છે. મદ અને માનનો ક્ષય, વિનય અને નમ્રતા ગુણથી જ સધાય છે. એ સિવાય બીજા બધા પ્રયત્નો તે બે દોષને વધારનારા જ થાય છે. મદ અને માનનો નિગ્રહ વિનય અને નમ્રતા વડે થયા બાદ અન્ય મંત્રોથી જે વિદ્યા અને શક્તિ મળે છે, તે મોહનીય અને બીજું પણ કર્મોનો અધિકાધિક ક્ષય કરવા સમર્થ થાય છે. તેથી નમસ્કારની સિદ્ધિમાં જ અન્ય સર્વશાસ્ત્રોની, મંત્રોની અને વિદ્યાઓની સિદ્ધિ માનેલી છે તે યથાર્થ છે. તેથી નમસ્કાર મહામંત્રની આરાધનામાં મુમુક્ષુ આત્માઓએ સર્વ પ્રકારે ઉદ્યમ કરવો જોઈએ અને એ મંત્રની સિદ્ધિ કરીને સકળ કર્મોનો ક્ષય સાધવો જોઈએ. નમસ્કારની સિદ્ધિનું પ્રધાન લક્ષણ એ છે કે ત્રણ જગતના કોઈપણ જીવનો જરા જેટલો પણ તિરસ્કાર કરવાની અસવૃત્તિનો નાનકડો અંશ પણ મનોમય જગતમાં રહેતો નથી. નમસ્કાર' પદાર્થના આ મર્મને આત્મસાત કરવાથી આત્માની સાધના થાય છે અને કર્મોનો સમૂળ ઉચ્છેદ થાય છે. માનકષાયના સઘળા નાટકનો અંત થાય છે. એટલે જીવને ભવમંડપમાં નચાવનારાં મોહનીય આદિ કર્મોનો પણ અંત થાય છે. આવા સર્વમંત્રશિરોમણિ શ્રી નવકાર મહામંત્રની આરાધનાથી પુણ્યનું ઉપાર્જન થાય છે અને પાપનો નાશ થાય છે. મિથ્યાત્વશલ્ય એ મોટું પાપ છે સત્તર પાપથી પણ તે ભારે છે, કેમ કે તેમાં પાપક્રિયા ન હોવા છતાં પણ પાપક્રિયાની અનુમતિ છે. નમસ્કાર એ મોટું પુણ્ય છે. નવ પ્રકારનાં પુણ્યમાં તે શ્રેષ્ઠ છે, કેમ કે તેમાં સાક્ષાત્ પુણ્યક્રિયા નથી, પરંતુ સર્વ પ્રકારની પુણ્યક્રિયાઓનું, પવિત્ર વર્તનોનું અને પવિત્ર વિચારોનું અનુમોદન છે. પહેલાં પાંચ પુણ્યોમાં અન્ન-જલાદિ પદાર્થોનું દાન છે. મનપુણ્યમાં શુભ વિચારોનું દાન છે. વચનપુણ્યમાં શીલધર્મનું પાલન છે. પવિત્ર વાણી, સત્ય-પ્રિયહિતકર વાણી એ સર્વ પ્રકારના શીલ અને સદાચારમાં પ્રથમ છે. કાયપુણ્યમાં તપધર્મનું સેવન છે. કાયા વડે બીજાનું કામ કરવું, સેવા કરવી, વૈયાવચ્ચ કરવી અને તે માટે પોતાની કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોનો સદુપયોગ કરવો તે તપધર્મ છે. નમસ્કારમાં ભાવધર્મનું સેવન છે. ભાવધર્મની ઉત્પત્તિ દયમાં થાય છે. હ્મયથી ત્રણ કાલ અને ત્રણ લોકની સર્વ પુણ્ય-પ્રવૃત્તિઓનું અનુમોદન કરવું એ ભાવધર્મ છે અને તેનું સંપૂર્ણ પાલન નમસ્કારના આરાધનથી થાય છે. ૨૦૦ આ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy