________________
નો રિહંતાણં ' આ પદના એક-એક અક્ષરનો વિલંબિત માનસિક ઉચ્ચાર કરવામાં આવે અને અંદર કોઈપણ અર્થનસ્ફરે તો તે મહાનિર્વિકલ્પ છે અને તે સતત અભ્યસનીય છે.
બે કાન, બે આંખ, બે નાસિકા અને એક મુખનું વિવર એમ સપ્તાક્ષરની સ્થાપના નિર્વિકલ્પ માટે છે. અર્થાત શ્રી નવકારના પ્રથમપદના સાત અક્ષરોની સ્થાપના આ સાત વિવરોમાં કરવાથી નિર્વિકલ્પદશાનો અનુભવ થવા માંડે છે.
પંચમંગલ એ મહાશ્રુતસ્કંધ છે, પણ મહાઅર્થસ્કંધ નથી. નમસ્કારમાં અર્થની ભાવના ગૌણ છે, અક્ષરો જ મહાન છે. અર્થની પાછળ પડવાથી નમસ્કારની સર્વ સિદ્ધિઓ બાજુમાં રહી જાય છે.
નમસ્કારના અક્ષરો જ સર્વ શ્રતસ્કંધની ચાવી છે. તેનું માત્ર નિર્વિકલ્પ રટણ નિતાંત આવશ્યક છે. અર્થ તો. તેમાંથી સ્વયં સ્ફરનારી વસ્તુ છે. તે પહેલાં આપણે જે અર્થો કરીએ છીએ તે અર્થનો અભ્યાસ માત્ર છે, તેને સાચા અર્થ માની લેવાથી અનેક અનર્થો સર્જાય છે.
સ્વયંભૂરમણ સમુદ્ર જેમ દૂરવગાહ છે તેમ અર્થસમૂહ દૂરવગાહ છે. પણ જિદ્ધાગ્ર ઉપર સૂત્રોક્ત રીતે બિંદુ-માત્રાદિના ઉપયોગપૂર્વક નિરંતર ટાયેલ શબ્દ તે સ્વયંભૂરમણ સમુદ્રને ખાબોચિયું બનાવે છે - સુખાવગાહ બનાવે છે.
શ્રી નમસ્કાર મહામંત્રનો દાર્શનિક અર્થ સકલશ્રુતાત્યંતરતા છે. વંશપરક અર્થ તેને અર્થથી કહેનારા શ્રી તીર્થંકરભગવંતો અને શબ્દથી કહેનારા ગણધર ભગવંતો છે. તેનો યથાર્થ અર્થ તો તે પોતે જ છે. શુદ્ધાત્માનો શો અર્થ હોઈ શકે ? માની લો હોઈ શકે તો તે કોણ કહી શકે ? એ જ ન્યાયપંચમંગલ મહાગ્રુતસ્કંધ શ્રી નવકારને લાગુ પડે છે.
સાધુનમસ્કાર
સાધુના હૃયમાં સર્વ જીવોને માટે પોતાના આત્મા જેવું જ સ્થાન છે, તે કારણે જ તે સાધુ છે. આપણાં યમાં તે સ્થાન નથી, તે લાવવા માટે જ સાધુને નમસ્કાર કરાય છે.
સાધુ કરતાં ઉપાધ્યાય અને તેના કરતાં આચાર્ય પોતાના દયમાં સમગ્ર વિશ્વને અધિકને અધિક સમાવે છે.
છેલ્લે શ્રી અરિહંતો એ વિષયમાં સર્વથી વિશેષ છે, તેથી તેમનું પદ સર્વથી ઊંચું છે.
શ્રી નવકારનાં પદોમાં છેલ્લું સ્થાન સાધુઓનું છે. તેનાથી ઊતરતા જીવો પૂજ્ય નહિ પણ પૂજક છે, માટે તે નમસ્કાર્ય બની શકે નહિ.
નમસ્કાર્યના અંતઃકરણમાં રહેલી વૃત્તિને પોતાના અંતરમાં ભાવથી સ્થાપી શકાય તે હેતુએ નમસ્કાર કરવાનો છે.
મૂળ મંત્રના પહેલાં પાંચ પદો શ્રી પરમેષ્ઠિભગવંતોની પ્રશંસારૂપ છે. પાછળનાં ચાર પદો ચૂલિકાનાં છે. તેમાં શ્રી પરમેષ્ઠિભગવંતોને નમસ્કાર કરનારાઓની પ્રશંસા છે. ચૂલિકા સહિત મૂળમંત્ર નિશ્ચયદૃષ્ટિથી સર્વ જીવોમાં રહેલા જીવત્વની અને એમાં છુપાયેલા શિવત્વની પ્રશંસારૂપ છે, તેથી તે સર્વોત્તમ મહામંત્ર છે.
N
મંત્રાધિરાજનું હાર્દ
૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org