________________
અલ્પવિરામ (Coma) કરતાં પણ ઓછો વિરામ તે અલ્પાલ્પ વિરામ.
પ્રથમપદનો આલાપક એક, પણ તેમાં વિરામ-અટકવાનું ત્રણ વખત. ત્રીજી વખત જ્યારે અટકીએ ત્યારે આલાપક પૂરો થાય.
“નમો' કહ્યા પછી જેટલો વિરામ લઈએ તે કરતાં તાણ ' પદ પછી આવતા “નમો સિદ્ધાણં' પદના નમો'ના ઉચ્ચારણ પૂર્વે વધુ અટકવું જોઈએ, તો તે પૂર્વના આલાપક આરાધેલ કહેવાય.
અહીં એક આલાપક પ્રમાણ પ્રથમ અધ્યયન છે. આ બધી વિગત વિશુદ્ધ સૂત્રોચ્ચારને લાગુ પડે છે.
નમો નહિંતા ' એ શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધનું પહેલું અધ્યયન છે. તેનું પરિમાણ સાત અક્ષર છે. તે સાત અક્ષરમાં આલાપક એક છે. તે આલાપકમાં પદ ત્રણ છે.
બીજા અધ્યયન “નમો સિદ્ધાણં ” માં બે પદ છે. ત્રીજામાં ત્રણ પદ, ચોથામાં ત્રણ પદ, ચૂલિકામાં અગ્યાર પદ-એવો શ્રી મહાનિશીથ સૂત્રમાં ઉલ્લેખ છે.
પાંચમા અધ્યયન-નો કોઇ સવ્વસાહૂi | માં ચાર પદ ભાસે છે. ચૂલિકામાં અગ્યાર પદ નીચે પ્રમાણે છે. પક્ષો ', “ પં ', “ નમુનો ', “ સત્ર ', “ પાવUMાસો ', “ મંછા ', ', “ સવ્વહિં ', “ પઢમં ', “ વડું ', “ મારું ' !
“ નો રિ-દંતાઈ ' એમ ત્રણ પદ પાડવાં તે ઉચ્ચારણની દૃષ્ટિએ યોગ્ય લાગે છે. અહીં પ્રશ્ન અર્થનો નથી પણ ઉચ્ચારણનો છે. અર્થભાવના માટે ગમે તે વિભાગ પાડી શકીએ. ટીકાકારો તે રીતે વિભાજન કરે જ છે. * મહિનાનું નોદિનનાર્ સામાવાતું અથવા મ-રહંતાણં જેમને કાંઈ રહ-ગુપ્ત નથી, બધું સાક્ષાત્ છે. પણ તે પદ કહેવાય નહિ. ત્રિપદ પરિચ્છિન્નનો એક સાચો અર્થ તેથી જળવાય નહિ.
ત્રણેની પોતાની ભાવના એ જુદી વસ્તુ છે અને ત્રણેની એકતા તે જુદી વસ્તુ છે. કોઈપણ ક્ષણમાં જ્યારે એકતા ચિત્તને સ્પર્શે ત્યારે તે એકતા સુસિદ્ધ કહેવાય છે અને ત્યારે તે આત્મા પરમહંસ થઈ જાય પરમ અરિહંત બની જાય.
કર્મવાદનો વિચાર જે રીતે સમાધિ લાવે છે તે કરતાં પણ ઊંચી સમાધિ ઈશ્વરવાદ લાવે છે શ્રી નવકાર લાવે છે. શ્રી નવકારમાં પાંચ ઈશ્વર છે અને એ પાંચમાં પણ એક પરમ ઈશ્વર અરિહંત છે.
બીજી કલ્પના આ રીતે કરી શકાય. નમો, ધ્યાન, કારણ કે નમસ્કાર જ પરમધ્યાન છે. કરિ = શત્રુ ધ્યાતા
ચાર પ્રકારનાં ધ્યાન તે શત્રુ છે. આર્ત-રૌદ્રધ્યાનની હેયતા સ્પષ્ટ છે. બીજો બે ધ્યાન જ્યાં સુધી ધ્યેયમાં સમાતાં નથી, ત્યાં સુધી સાધનારૂપે ઉપાદેય છે પછી હેય છે. એ રીતે ધ્યાતા ધ્યેયરૂપે બને ત્યારે તે મિત્ર છે, તે પહેલાં કથંચિત્ શત્રુ છે.
દંતાળું = ધ્યેય
ઉપરનાં ચાર પ્રકારનાં ધ્યાનનો અને તત્-પ્રવૃત્ત-ધ્યાતાનો અભેદભાવથી નાશ કરનાર ત્રણેની એકતા એટલે ધ્યેયમાત્રની અવશિષ્ટતા. એથી પણ ઊંડા જઈએ તો અભેદમાં બેય જેવી કોઈ વસ્તુ જ નથી. અભેદમાં જો ધ્યાન કે ધ્યાતા ન હોય તો બેય કેવી રીતે હોઈ શકે? દા.ત. જ્ઞાતા કે જ્ઞાન ન હોય તો શેય કેવી રીતે હોઈ શકે? ધ્યેયનો અભાવ તે જ પરમ સત્ય (Supreme Truth) છે. તે જ નિર્વિકલ્પ છે. અરિહંત પોતે પોતાના માટે ધ્યેય નથી એટલે કે અરિહંતને ધ્યેયનો અભાવ છે. અરિહંત માટે સિદ્ધપદ ધ્યેય, તે પણ આપેક્ષિક છે.
IN ૧૯૮
ત્રલોચદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org