________________
સૂત્ર સદા અવસ્થિત અને એકસરખું રહે છે, જ્યારે તેના અર્થ બુદ્ધિ પ્રમાણે ફર્યા કરે છે. સદા અવસ્થિત શાશ્વત મંત્રાક્ષરો તેના અર્થ કરતાં ઘણા બળવાન છે.
માતાની વ્યાખ્યા થાય તો મૂળમંત્રની વ્યાખ્યા થાય-એવું પણ કેટલાક મંત્ર વિશારદોનું કહેવું છે અને તે કથન પ્રમાણભૂત જણાય છે.
માટે જ પ.પૂ.શ્રી વૃદ્ધિવાદીસૂરીશ્વરજીએ શ્રી નવકારને સંસ્કૃતમાં ઢાળનારા પોતાના શિષ્ય પ.પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીને આકરી સજા કરી હતી. એ સજા પાછળ મંત્રાધિરાજ ઉપર ભક્તિ હતી અને એ ભક્તિના પ્રભાવે થોડા જ વખત પછી પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી ગુરુની કૃપાને પાત્ર બની શક્યા હતા.
શ્રી નવકારના પ્રથમપદના સાત અક્ષરોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સમસ્ત વિશ્વને વ્યાપતું ૫૨મ દિવ્યતત્ત્વ સમાઈ જાય છે.
શ્રી નવકાર સિવાયના બધાં જ શ્રુતની રચના શ્રી ગણધરભગવંતો કરે છે. જ્યારે શ્રી તીર્થંકરભગવંતો સ્વમુખે ફ૨માવે છે કે આ સૂત્ર (શ્રી નવકાર) અનાદિ છે.
શ્રી ગણધરભગવંતચિતસૂત્રોનું માહાત્મ્ય જેટલું ગાઈએ તેટલું ઓછું છે. તેમાં શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધસૂત્રનું માહાત્મ્ય કોણ ગાઈ શકે ? સ્વયં શ્રી તીર્થંક૨૫૨માત્મા સળંગ કરોડો વર્ષ સુધી તેનું માહાત્મ્ય વર્ણવે તો પણ તે અધૂરું રહે એવો અપરંપાર તેનો મહિમા છે. આમાં અર્થ કે તદ્દભયને અપ્રાધાન્ય નથી. ચૌદપૂર્વનો અર્થ શ્રી નવકાર છે અને શ્રી નવકારનો મહાન અર્થ, તેના અક્ષરોનું નિરંતર રટણ છે. નિરંતર રટણ કરાતા અક્ષરોમાં ચિંતન કરતાં પણ મહાન અર્થને ઉત્પન્ન કરવાની અદ્ભુત શક્તિ છે.
ચિંતનશક્તિ પણ ત્યારે જ માર્ગાનુસારી બને કે જ્યારે શ્રી નવકારના અક્ષરોને નિરંતર ભક્તિપૂર્વક ઉપાસવામાં આવે.
જેમ સ્થાપનાનિક્ષેપ અને ભાવનિક્ષેપ ભક્તિના સમાન પાત્ર છે તેમ નામનિક્ષેપ માટે પણ જાણવું. ફક્ત ઉપયોગ એટલો અવશ્ય હોવો જોઈએ કે નામ કોનું છે ?
મંત્રશાસ્ત્રમાં કોઈપણ એ નથી પૂછતું કે તમે અર્થની ભાવના કેટલી કરો છો ? બધા જ મંત્રવાદીઓ મંત્રજપની સંખ્યાને પૂર્ણ કરવા માટે જ આગ્રહ ધરાવે છે.
યોગશાસ્ત્ર મંત્રની અર્થ ભાવનાને પણ મહત્ત્વ આપે છે. ( તખ્તપસ્તવર્ધમાવનમ્ ) અહીં ‘ અર્થભાવન’ શબ્દથી મંત્રાર્થની સાથે પોતાના આત્માનું એકત્વભાવન પણ ગૃહીત છે.
સૂત્ર અને અર્થ બંનેની સરખી આવશ્યકતા છે, પણ અર્થનો અર્થ જે પ્રમાણે કરીએ છીએ તેટલો જ નથી.
ä ’ પદ તે સૂત્ર
'
સાક્ષાત્ ‘ અરિહંત ’ એ અર્થ
આપણા મનમાં તે પદાર્થની સમુપસ્થિતિ તે પ્રત્યય છે. એ પ્રત્યયની એકતા થવાથી ધ્યાન દ્વારા અરિહંત ‘અર્થ’નું જે દર્શન, તે ‘અરિહંત’નો સાક્ષાત્ અર્થ છે.
'
नमो ધ્યાતા, ગäિ ' ધ્યેય, ‘ તાળું ધ્યાન સંપૂર્ણપદ ત્રણેની એકતા, તે રીતે અર્થભાવના સમુચિત છે, પરંતુ તે અનન્ય ચિત્તથી હોવી ઘટે.
ત્રણેની એકતા વખતે ખરેખર જો દુ:ખની અનુભૂતિ ન હોય, દુઃખમાં પણ કેવળ સુખની જ અનુભૂતિ હોય તો તે એકતા સુપ્રતિષ્ઠિત કહેવાય.
'
"
શ્રી નવકારના પદોમાં ‘વિશ્વવત્યંત પમ્ ' એવો પદનો અર્થ નથી, પણ અલ્પાલ્પ વિરામ એવો અર્થ છે.
1
મંત્રાધિરાજનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
૧૯૭
www.jainelibrary.org