________________
વ્યક્તિના મનમાં જ્યાં સુધી કોઈ સુન્દર આદર્શ અથવા કોઈ મહાન વ્યક્તિ તરફ શ્રદ્ધા અને પ્રેમનો સ્થાયીભાવ નથી હોતો ત્યાં સુધી દુરાચારથી દૂર થઈને સદાચારમાં તેની પ્રવૃત્તિ થઈ શકતી નથી. જ્ઞાનમાત્રથી દુરાચાર રોકી શકાય તેમ નથી. તે માટે તો ઉચ્ચ આદર્શ પ્રત્યે શ્રદ્ધારૂપ ભાવનાનું હોવું અનિવાર્ય છે. નમસ્કાર મહામંત્ર એ એક એવો ઉચ્ચ અને પવિત્ર આદર્શ છે કે તેનાથી સુદઢ એવા સ્થાયીભાવની ઉત્પત્તિ થાય છે. જેમજેમ નમસ્કાર મહામંત્રનો મન પર વારંવાર પ્રભાવ પડશે અર્થાત્ દીર્ઘકાળ સુધી આ મહામંત્રની ભાવના મનમાં સ્થિર બનશે તેમતેમ સ્થાયીભાવોમાં સુધારો થશે જ અને ઉચ્ચ આદર્શથી નિયંત્રિત બનેલા આ જ સ્થાયીભાવો માનવના ચરિત્રના વિકાસમાં સહાયક થશે.
આ મહામંત્રના મનન, સ્મરણ, ચિંતન અને ધ્યાનથી પૂર્વાર્જિત કાષાવિકભાવોમાં અવશ્ય પરિવર્તન થાય છે. મંગલમય આત્માઓના સ્મરણથી મન પવિત્ર થાય છે અને પુરાતન પ્રવૃત્તિઓમાં સંશોધન થાય છે. આ સંશોધનથી જીવનમાં સદાચાર આવે છે. ઉચ્ચ આદર્શથી ઉત્પન્ન થતા સ્થાયીભાવના અભાવમાં વ્યક્તિ દુરાચાર તરફ પ્રવૃત્ત બને છે, તેથી મનોવિજ્ઞાન સ્પષ્ટપણે કહે છે કે માનસિક ઉદ્વેગ, વાસના અને માનસિક વિકાર ઉચ્ચ આદર્શ તરફની શ્રદ્ધાના અભાવમાં દૂર કરી શકાય તેમ નથી. વિકારોને આધીન કરવાની પ્રક્રિયા બતાવતી વખતે કહેવાયું છે કે પરિણામનિયમ, અભ્યાસનિયમ અને તત્પરતાનિયમ દ્વારા ઉચ્ચ આદર્શને મેળવીને વિવેક અને આચરણને દઢ કરવાથી જ માનસિક વિકાર અને સહજ પાશવિક પ્રવૃત્તિઓને દૂર કરી શકાય છે.
નમસ્કારમંત્રના પરિણામનિયમનો અર્થ અહીં એ છે કે આ મંત્રની આરાધના કરનાર વ્યક્તિ જીવનમાં સંતોષની ભાવનાને જાગ્રત કરે અને સમસ્ત સુખોનું કેન્દ્ર આ મંત્રને સમજે. અભ્યાસનિયમનું તાત્પર્ય એ છે કે આ મંત્રનું મનન, ચિન્તન અને સ્મરણ નિરન્તર કરે. આ એક સિદ્ધાન્ત છે કે જે યોગ્યતાને પોતાનામાં પ્રગટ કરવી હોય તે યોગ્યતાનું વારંવાર સ્મરણ તથા ચિન્તન કરવું જોઈએ. પ્રત્યેક વ્યક્તિનું ચરમલક્ય જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યરૂપ શુદ્ધ આત્મશક્તિને પ્રાપ્ત કરવી તે છે. આ શુદ્ધ, અમૂર્ત, રત્નત્રયસ્વરૂપ, સચ્ચિદાનંદ આત્મા જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, તેથી જ રત્નત્રયસ્વરૂપ પંચપરમેષ્ઠિ વાચક નમસ્કાર મહામંત્રનો અભ્યાસ પરમ આવશ્યક છે. આ મંત્રના અભ્યાસથી શુદ્ધ આત્માસ્વરૂપમાં તત્પરતાની સાથે પ્રવૃત્તિ કરવી તે તત્પરતાનિયમને જીવનમાં ઉતાર્યો કહેવાય છે. મનુષ્યમાં અનુકરણની પ્રધાનવૃત્તિ દેખાય છે, આ વૃત્તિના કારણે પંચપરમેષ્ઠિનો આદર્શ સામે રાખીને તેમના અનુકરણથી પોતાનો વિકાસ કરી શકાય છે.
મનોવિજ્ઞાન માને છે કે મનુષ્યમાં ભોજન શોધવું, દોડવું, લડવું, ઉત્સુકતા, રચના, સંગ્રહ, વિકર્ષણ, શરણાગતિ, કામપ્રવૃત્તિ, શિશુરક્ષા, બીજા પર પ્રેમ, આત્મપ્રકાશન, વિનીતતા અને હાસ્ય આ ચૌદ મૂળવૃત્તિઓ (instincts ) દેખાય છે. આ વૃત્તિઓનું અસ્તિત્વ સંસારના સર્વ પ્રાણીઓમાં દેખાય છે. પરંતુ મૂળવૃત્તિઓમાં મનુષ્યની વિશેષતા એ છે કે તે આ વૃત્તિઓમાં સમુચિત પરિવર્તન કરી શકે છે. કેવળ મૂળવૃત્તિઓથી સંચાલિત જીવન અસભ્ય અને પાશવિક કહેવાશે, માટે મનુષ્યની મૂળવૃત્તિઓમાં Repression દમન, Inhibition વિલીયન, Redirection માર્ગોત્તરીકરણ અને sublimation શોધન (ઉીકરણ) આ ચાર પરિવર્તનો થતાં રહે છે. મનુષ્ય તે કરી શકે છે.)
પ્રત્યેક મૂળવૃત્તિનું બળ તેનું બરાબર પ્રકાશન થવાથી વધે છે. જો કોઈ મૂળવૃત્તિના પ્રકાશન ઉપર કાંઈ નિયંત્રણ નથી રાખવામાં આવતું તો તે મનુષ્ય માટે લાભદાયક ન બનતાં હાનિપ્રદ બને છે માટે દમનની ક્રિયા થવી જોઈએ. ઉદાહરણ તરીકે એમ કહી શકાય કે સંગ્રહની વૃત્તિ જે સંયમિતરૂપમાં રહે તો તેથી મનુષ્યના જીવનની રક્ષા થાય છે, પરંતુ જો વધી જાય તો તે કૃપણતા અને ચોરીનું રૂપ ધારણ કરી લે છે. આવી જ રીતે તંદ્ર અથવા લડવાની પ્રવૃત્તિ પ્રાણ રક્ષા માટે ઉપયોગી છે, પણ જો તે વધી જાય છે તો મનુષ્યની રક્ષાનું કારણ ન બનતાં તેના વિનાશનું કારણ બને છે. આવી જ રીતે અન્યમૂળવૃત્તિઓના વિષયમાં પણ કહી શકાય. તેથી જ જીવનને
મનોવિજ્ઞાનની દષ્ટિએ
૪૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org