SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગી બનાવવા માટે એ આવશ્યક છે કે મનુષ્ય પ્રતિસમય પોતાની વૃત્તિઓનું દમન કરે અને તેઓને નિયંત્રણમાં રાખે. વ્યક્તિત્વના વિકાસ માટે મૂળવૃત્તિઓનું દમન તેટલું જ આવશ્યક છે કે જેટલું તેઓનું પ્રકાશન આવશ્યક છે. મૂળવૃત્તિઓનું દમન વિચાર અથવા વિવેક વડે થાય છે. કોઈ બાહ્યસત્તા વડે કરાતું દમન માનવજીવનના વિકાસ માટે હાનિકારક થાય છે. માટે શૈશવથી જ (બાલ્યવયથી જ) નમસ્કારમંત્રના આદર્શ વડે માનવની મૂળપ્રવૃત્તિઓનું દમન સરળ અને સ્વાભાવિક રીતે થાય છે. આ મંત્રનો આદર્શ &યમાં શ્રદ્ધાને અને દઢ વિશ્વાસને ઉત્પન્ન કરે છે, જેથી મૂળ વૃત્તિઓના દમનમાં મોટી સહાય મળે છે. નમસ્કાર મહામંત્રના ઉચ્ચારણ, સ્મરણ, ચિન્તન, મનન અને ધ્યાન વડે મન પર એવા સંસ્કારો પડે છે કે જેથી જીવનમાં શ્રદ્ધા અને વિવેકનું ઉત્પન્ન થવું સ્વાભાવિક થાય છે. મનુષ્યનું જીવન શ્રદ્ધા અને સવિચારો ઉપર જ અવલંબિત છે. શ્રદ્ધા અને વિવેક વિના મનુષ્ય, મનુષ્ય તરીકે જીવી ન શકે. તેથી મૂળવૃત્તિઓનું દમન અથવા નિયંત્રણ કરવા તેને મહામંગલનમસ્કારમહામંત્રનું સ્મરણ પરમ આવશ્યક છે. આ પ્રકારના ધાર્મિક વાક્યોનાં ચિત્તનથી મૂળવૃત્તિઓ નિયંત્રિત થાય છે તથા જન્મજાત સ્વભાવમાં પરિવર્તન થતું જાય છે. નિયંત્રણની પ્રવૃત્તિ ધીમેધીમે આવે છે. જ્ઞાનાવર્ણવમાં આચાર્ય શુભચન્દ્ર બતાવ્યું છે કે મહામંગલવાક્યોની વિદ્યુતશક્તિ આત્મામાં એવા પ્રકારનો શોક (shock-કરંટ-શક્તિ) આપે છે કે જેથી આહાર, ભય, મૈથુન અને પરિગ્રહજન્ય સંજ્ઞાઓ સહેલાઈથી પરિષ્કૃત બની જાય છે. જીવનતળને ઉન્નત બનાવવા માટે આ પ્રકારના મંગલવાક્યોને જીવનમાં ઉતારવા પરમ આવશ્યક મૂળવૃત્તિઓના પરિવર્તનનો બીજો ઉપાય વિલયન' છે. વિલયન બે પ્રકારે થઈ શકે છે નિરોધથી અને વિરોધથી. નિરોધનું તાત્પર્ય એ છે કે વૃત્તિઓને ઉત્તેજિત થવાનો અવસર જ ન આપવો. આથી મૂળવૃત્તિઓ થોડા જ સમયમાં નષ્ટ થાય છે. વિલિયમ જેમ્સનું કથન છે કે “જો કોઈ વૃત્તિને દીર્ઘકાળ સુધી પ્રકાશિત થવાનો અવસર ન મળે તો તે નષ્ટપ્રાય થઈ જાય છે.' ધાર્મિક આસ્થા વડે વ્યક્તિ પોતાની વિકારી વૃત્તિઓને અવરુદ્ધ કરીને તેમનો નાશ કરી શકે છે, વિરોધથી વિલયન એ રીતે થાય છે કે જે એક સમયમાં એક વૃત્તિ કાર્ય કરતી હોય, તે જ સમયે તેનાથી વિપરીત બીજી વૃત્તિને ઉત્તેજિત થવા દેવી. આવું કરવાથી બે પરસ્પર વિરોધી વૃત્તિઓનો એકસાથે ઉદય થવાથી બંનેનું બળ ઘટી જાય છે. આ રીતે બંનેના પ્રકાશનની રીતમાં અંતર પડી જાય છે અથવા બંને શાંત બની જાય છે. જેમ ઠંદ્રવૃત્તિ જ્યારે વેગ પકડતી હોય ત્યારે સહાનુભૂતિની વૃત્તિને વેગ આપવામાં આવે તો પૂર્વવૃત્તિનું વિલયન સરલતાથી થઈ જાય છે. નમસ્કાર મહામંત્રનું સ્મરણ આ દિશામાં પણ સહાયકરૂપે સિદ્ધ થાય છે. આ શુભવૃત્તિના ઉત્પન્ન થવાથી અન્યવૃત્તિઓને સહજ વિલીન કરી શકાય છે. મૂળવૃત્તિના પરિવર્તનનો ત્રીજો ઉપાય “માર્ગાન્તરીકરણ છે. આ ઉપાય દમન અને વિલયન બને ઉપાયોથી શ્રેષ્ઠ છે. મૂળવૃત્તિના દમનથી માનસિકશક્તિ સંચિત થાય છે. જ્યાં સુધી આ સંચિત શક્તિનો ઉપયોગ ન કરવામાં આવે ત્યાં સુધી તે હાનિ કરી શકે છે. નમસ્કારમહામંત્રનું સ્મરણ એવું અમોઘ અસ્ત્ર છે કે જેથી નાનપણથી વ્યક્તિ પોતાની મૂળવૃત્તિઓનું માર્ગોત્તરીકરણ કરી શકે છે. ચિન્તન કરવાની વૃત્તિ મનુષ્યમાં દેખાય છે. જો માણસ આ વૃત્તિમાં વિકારી ભાવનાઓને સ્થાન ન આપે અને આ પ્રકારના મંગલવાક્યોનું ચિન્તન કરતો રહે તો એથી ચિત્તનવૃત્તિનું સુંદર માર્થાન્તરીકરણ થાય છે. એ સત્ય છે કે મનુષ્યનું મન નિરર્થક નથી રહી શકતું, તેમાં કોઈને કોઈ પ્રકારના વિચારો અવશ્ય આવવાના જ. તેથી ચરિત્ર-ભ્રષ્ટ કરનાર વિચારોના સ્થાને ચરિત્રવર્ધક વિચારોને સ્થાન આપવામાં આવે તો મનની ક્રિયા પણ ચાલતી રહેશે તથા તેના પર શુભપ્રભાવ પણ પડતો રહેશે. જ્ઞાનવર્ણવમાં શ્રી શુભચન્દ્રાચાર્યે બતાવ્યું છે કે પ૦૦ 2લોક્યદીપક મહામંત્રાધિરાજ NG Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy