________________
“अपास्य कल्पनाजालं, चिदानन्दमये स्वयम् । यः स्वरूपे लयं प्राप्तः, स स्याद्रत्नत्रयास्पदम् ॥ नित्यानन्दमयं शुद्धं, चित्स्वरूपं सनातनम् । पश्यात्मनि परं ज्योति-रद्वितीयमनव्ययम् ॥"
અર્થાત સમસ્ત કલ્પના જળને દૂર કરીને પોતાના ચૈતન્ય અને આનન્દમય સ્વરૂપમાં લીન થવું એ નિશ્ચયથી રત્નત્રયની પ્રાપ્તિનું સ્થાન છે. જે આ વિચારમાં લીન રહે છે કે “હું નિત્ય આનન્દમય છું, શુદ્ધ છું, ચૈતન્યરૂપ છું, સનાતન છું, પરમજ્યોતિ (જ્ઞાનપ્રકાશ)રૂપ છું, અદ્વિતીય છું, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત છું' તે વ્યક્તિવ્યર્થવિચારોથી પોતાની રક્ષા કરે છે, પવિત્રવિચાર અથવા ધ્યાનમાં પોતાને લીન રાખે છે. માર્ગાન્તરીકરણનો આ સુન્દર પ્રયોગ છે.
મૂળવૃત્તિઓના પરિવર્તનનો ચોથો ઉપાય શોધ' છે. જે વૃત્તિ પોતાના અપરિવર્તિતરૂપમાં નિન્દનીય કર્મરૂપે પ્રકાશિત થાય છે, તે શોધિત રૂપમાં પ્રકાશિત થાય તો શ્લાઘનીય બની જાય છે. વાસ્તવિક રીતે મૂળવૃત્તિનું શોધન તે એક પ્રકારનું તે વૃત્તિનું માર્ગોત્તરીકરણ છે. કોઈપણ મંગલવાક્યનું ચિન્તન આત્માને આર્ત અને રૌદ્રધ્યાનથી દૂર રાખીને ધર્મધ્યાનમાં સ્થિર કરે છે, તેથી ધર્મધ્યાનનું પ્રધાન કારણ એવા નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને ચિત્તન આત્માનું પરમ આવશ્યક બને છે.
ઉપર્યુક્ત મનોવૈજ્ઞાનિક વિશ્લેષણનો અભિપ્રાય એ છે કે નમસ્કાર મહામંત્ર વડે કોઈપણ વ્યક્તિ પોતાના મનને પ્રભાવિત કરી શકે છે. આ માત્ર મનુષ્યના ચેતન, અવચેતન અને અચેતન ત્રણ પ્રકારના મનને પ્રભાવિત કરી અચેતન અવચેતન પર સુન્દર સ્થાયીભાવનો સંસ્કાર નાખે છે, જેથી મૂળવૃત્તિઓનો પરિષ્કાર થાય છે અને અચેતન મનમાં વાસનાઓને એકત્ર થવાનો અવસર રહેતો નથી. આ મન્ટની વિદ્યુતશક્તિથી આરાધકનું આન્તરિક તંદ્ર શાંત બની જાય છે. નૈતિકભાવનાઓનો ઉદય થાય છે, જેથી અનૈતિકવાસનાઓનું દમન થઈ નૈતિકસંસ્કારો ઉત્પન્ન થાય છે. આંતરમાં ઉત્પન્ન થયેલી વિદુત બાહ્ય અને આંતરમાં પ્રકાશ ઉત્પન્ન કરે છે, જેથી વાસનાત્મક સંસ્કારો ભસ્મભૂત થઈ જાય છે અને જ્ઞાનનો પ્રકાશ વિસ્તરે છે. આ મંત્રના નિરન્તર ઉચ્ચારણ, સ્મરણ અને ચિન્તનથી આત્મામાં એક શક્તિ ઉત્પન્ન થાય છે, જેને આજની ભાષામાં “વિદ્યુત” કહી શકાય. આ શક્તિથી આત્માનું શોધન થાય છે અને સાથે સાથે આ મ7થી આશ્ચર્યજનક કાર્યો પણ કરી શકાય છે. * મંત્ર જન્મ
શબ્દની શક્તિનો સદુપયોગ અથવા દુરુપયોગથી ઘણા પ્રાચીનકાળથી માનવજાતિ પરિચિત છે. આદિવાસીઓએ પોતાનાં ગૂઢ ક્રિયાકાંડોમાં તથા પ્રતીકોમાં આ શક્તિ ગૂંથી લીધી હતી. વીસમી સદીની સંસ્કૃતિએ રાજકીય પ્રચાર અને વ્યાપારી જાહેરાતોમાં તેનો દુરુપયોગ કર્યો છે.
શબ્દ” અને “ભાવ” એક બીજા સાથે સંકળાયેલા છે. ઈશ્વરના નામ સાથે ઈશ્વરનો “ભાવજોડાયેલો છે. શબ્દની શક્તિનું આધ્યાત્મિક જીવનમાં જે મહત્ત્વ છે તે સમજવું જોઈએ. આ મહત્ત્વ સ્વાનુભાવ વડે સમજાય તેવું છે.
જેમને જપનો અનુભવ નથી તેમને આ ક્રિયા નિરર્થક અને યાંત્રિક લાગે છે તેથી તેઓ તેનો તિરસ્કાર કરે છે. તેઓ કટાક્ષપૂર્વક કહે છે કે “ચોક્કસ શબ્દો વારંવાર ગણવાથી શો લાભ?”
સત્ય એ છે કે આપણે આપણી જાતને તપાસી નથી, શું આપણો સર્વ સમય યુક્તિપૂર્ણ વિચારધારામાં જાય છે?
મોટાભાગના માનવીઓનો ભાગ્યે જ થોડો સમય કોઈ એકાદ વિષય ઉપર વ્યવસ્થિતવિચાર કરવામાં જતો
*ભારતીય જ્ઞાનપીઠ-કાશી તરફથી બહાર પડેલ “નોવર, વિષ્ણુ મનુરિનન” એ નામના હિન્દી પુસ્તકના “મનોવિજ્ઞાન અને નમસ્કારમંત્ર’ એ પ્રકરણનો આ ગુજરાતી અનુવાદ છે. પુસ્તકના મૂળ લેખક શ્રી નેમિચંદ્ર જૈન જ્યોતિષાચાર્ય છે. નમસ્કારમંત્રના પ્રેમીઓ માટે પુસ્તક મનનીય છે.]
મનોવિજ્ઞાનની દષ્ટિએ
૫૦૧
જન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org