________________
હશે!
આપણી જાગૃતિના ઘણા કલાકો નિરર્થક વિચારોમાં, ત્રુટક ઈન્દ્રિયાનુભવમાં, સ્મૃતિના વેરવિખેર અંશોમાં, પુસ્તકો કે છાપાની નકામી વિગતોમાં કે ભય, અણગમો, અરુચિ, ઉશ્કેરાટ અને આળસમાં વહી જાય છે.
જે આપણે વીસ મનુષ્યોની માનસવૃત્તિનું નિરીક્ષણ કરીશું તો સમજાશે કે ભાગ્યે જ એક અથવા બે વ્યક્તિનું મન વ્યવસ્થિત કાર્ય કરતું હશે બાકીના અઢાર કે ઓગણીસના વિચારો અને ભાવોની અસંબદ્ધતા આપણને આશ્ચર્ય પમાડશે.
આપણામાંના મોટાભાગના મનની આ સ્થિતિ છે, બાહ્ય સંજોગોથી આપણી વિચારધારા બંધાયેલી છે. આબોહવાની ઠંડી ગરમી આપણા ભાવો પર અસર કરે છે, માખી અને મચ્છરનો ગણગણાટ આપણને વ્યગ્ર કરે છે.
આવી માનસિક પરિસ્થિતિમાં ઈશ્વરના નામના જપ વડે આપણે અનિયંત્રિત ભાવો પર કાબૂ મેળવી શકીએ છીએ.
આપણા મનમાં એકાદ મિત્રનું કે શત્રુનું અથવા કોઈ ચિંતાનું કે ઈચ્છિત પદાર્થનું નામ આપણે ગણગણતા હોઈએ છીએ ત્યારે આવા પ્રત્યેક શબ્દની આસપાસ તેનું પોતાનું માનસિક વાતાવરણ રચાયેલું હોય છે.
યુદ્ધ, કેન્સર કે ધન' જેવા શબ્દનો દશહજારવાર ઉચ્ચાર કરો, આ શબ્દ સાથે સંકળાયેલા વિચારો વડે તમારી ભાવનાઓ રંગાશે. બરાબર એવી જ રીતે ઈશ્વરનું નામ તમારા માનસિકભાવોમાં શુભપરિવર્તન અવશ્ય લાવશે.
શાસ્ત્રોમાં વારંવાર ભગવાનના નામનું શરણ લેવાની વાત આવે છે. ઈશ્વરનું નામ એવો-અભેદ કિલ્લો છે કે જેને પ્રાપ્ત કરનારા ભક્તો ભયરહિત છે.' આ કાંઈ કવિતાની ઉપમા નથી, પરંતુ આપણા આધ્યાત્મિક જીવનનું એક સત્ય છે.
જ્યારે મને ચિંતા કે ભય વડે અથવા શારીરિકવેદના વડે ભયંકર વ્યગ્ર બની ગયું હોય અને સ્થિરતાપૂર્વક વિચાર ન થઈ શકતો હોય ત્યારે ઈશ્વરના નામનો જાપ કરો ! સર્વ વ્યગ્રતા શમી જાય ત્યાં સુધી જાપ કરો !! જાપને દઢતાપૂર્વક વળગી રહો !!!
જ્યારે ભગવાનના નામની શક્તિનો તમને જીવનમાં અનુભવ થશે ત્યારે તમારી શ્રદ્ધા દઢ બનશે. સતત અભ્યાસ વડે જપક્રિયા સ્વાભાવિક બને છે, પછી જાપ માટે ઈચ્છાપૂર્વક પ્રયત્ન કરવો પડતો નથી.
નામ જપની સાથે ભગવાનના ગુણોનું ચિંતન-ધ્યાન પણ અગત્યનું છે. નામજપ અને ધ્યાન બન્ને કાર્યો એકબીજા સાથે સંકળાયેલાં છે. જપ દ્વારા તેની આગળની ભૂમિકાસ્વરૂપ ધ્યાન પ્રાપ્ત થાય છે, જપ વડે આપણું ચંચળ મન કેન્દ્રિત બને છે.
આપણે વારંવાર જે “નામ”નું ઉચ્ચારણ કરીએ છીએ તેના ભાવો' આપણામાં હુરે છે. જે આધ્યાત્મિક સાધનામાં આપણે ટેવાયેલા ન હોઈએ તો જપ સમયે મનમાં અનેક સંકલ્પ-વિકલ્પો જાગે છે, પરંતુ જપની દઢતા વડે સંકલ્પ-વિકલ્પો પણ રાજસિક કે તામસિકને બદલે સાત્ત્વિક બનતા જાય છે. જપ દ્વારા સંકલ્પ-વિકલ્પમાં દોડતું મન ફરીફરીને ભગવાનના નામમાં આવે છે અને ધીમેધીમે આપણામાં એકાગ્રતા પ્રગટે છે.
ભારતમાં શિષ્ય જ્યારે ગુરુ પાસે દીક્ષા અર્થે આવતો ત્યારે ગુરુ તેને દીક્ષામંત્ર આપતા. આ મંત્રની આરાધના શિષ્યને જીવનભર કરવાની રહેતી. આ ગુરુમંત્ર ઘણો પવિત્ર ગણાતો, એને અત્યંત ગુપ્ત રાખવામાં આવતો અને શિષ્યને ગુરુ તરફથી વ્યક્તિગત દર્શાવેલી સાધનાનું એ સત્ત્વ ગણાતું. ૫૦૨
લોક્યદીપક મહામંત્રાધિરાજ NR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org