________________
આ રીતે ગુરુપ્રદત્ત બીજમંત્ર દ્વારા આધ્યાત્મિકજ્ઞાન ગુરુ શિષ્યની પરંપરામાં આવતું. પ્રાપ્ત થયેલો ગુરુમંત્ર અત્યંત ગુપ્ત રાખવો જોઈએ. મંત્ર ફરી ફરીને ગણવો તેનું નામ ‘જપ’. મણકાની માળા વડે જપ થઈ શકે છે, માળા વડે જપ કરવાથી સ્થૂળક્રિયા અને સૂક્ષ્મક્રિયાનું સંધાન સરળ બને છે. માળાના ઉપયોગથી શરૂઆતમાં સાધકનું મન સરળતાથી જપમાં પરોવાય છે અને નિત્યજપમાં સંખ્યાની ગણત્રી માટે પણ માળા સહાયક બને છે. જપનું સાધન માત્ર હિન્દુ ધર્મમાં છે એવું નથી. ખ્રિસ્તી ધર્મમાં પણ જપનો ઉપદેશ છે તથા મંત્રો પણ દર્શાવ્યા છે.
પ્રાર્થના અને જપ સંબંધી કેટલાક ઉલ્લેખો ખ્રિસ્તી ધર્મનાં પુસ્તકો The way of pilgrim અને The pilgrim continues His way'માંથી અહીં આપીએ છીએ.
ઈશ્વરનું નામ સતત વાણી દ્વા૨ા જપવું, હૃદયમાં તેનું ભાવપૂર્વક સ્મરણ કરવું અને આત્મા વડે તેમાં તન્મય થવું, માનસ ચક્ષુઓથી ઈશ્વરનું સતત સાનિધ્ય અનુભવવું અને તેની કૃપા માણવી. સૂતાં અને જાગતાં સર્વ જગ્યાએ સર્વ સમયે આ પ્રમાણે કરવું, તેમ જ એવી ભાવના ભાવવી કે ‘હે પ્રભુ ! મારા ઉપર દયા કરો.’
સાધક જ્યારે આ ભાવનાથી રંગાય છે ત્યારે તે ઊંડો આત્મસંતોષ અનુભવે છે અને પ્રાર્થનાની અનિવાર્ય અગત્ય તેને હવે સમજાય છે. તેને લાગે છે કે પ્રાર્થના વગર જીવી શકાય નહિ. પછી પ્રાર્થના તેના શ્વાસોચ્છ્વાસ સાથે વણાઈ જશે.
પોતાને આધ્યાત્મિકમાર્ગમાં આગળ વધેલો ગણનારા કેટલાક લોકો એમ માને છે કે એકની એક પ્રાર્થના ક૨વી નિરર્થક છે, આવી યાંત્રિક અર્થહીન ક્રિયાઓ માત્ર અણસમજુ માટે છે.
બાહ્યથી યાંત્રિક દેખાતી જપક્રિયા વડે પ્રાપ્ત થતાં રહસ્યથી તેઓ અપરિચિત છે, વારંવાર વાણી દ્વારા થતો જપ કઈ રીતે સાચા હૃદયની પ્રાર્થના બને છે તે તેઓ જાણતા નથી સમગ્ર જીવન સાથે જપ વણાઈ જાય છે, તેમાંથી પ્રસન્નતા પ્રગટે છે, આત્મસાત્ બની જાય છે, તેથી આત્માને પ્રકાશ તથા પોષણ પ્રાપ્ત થાય છે અને અંતે તે આત્માને ઈશ્વરમય બનાવે છે.
એક ખ્રિસ્તી સંત પ્રાર્થના માટે કહે છે કે-સંસારની ચિંતાઓમાં ડૂબેલા તથા દેવળમાં ન જઈ શકનારાઓ માટે પણ પ્રાર્થના અશક્ય નથી. ગમે ત્યાં ગમે ત્યારે તમે ઈશ્વરની ભક્તિ કરી શકો છો-તેનું સ્મરણ કરી શકો છો.
જ્યારે ધંધે લાગેલા હો, પ્રવાસમાં હો, ગલ્લા ઉપર બેઠેલા હો, કાંઈ કામ કરતા હો ત્યારે તેમજ સર્વસમયે, સર્વસંયોગોમાં, સર્વસ્થાને પ્રાર્થના થઈ શકે છે. આ માર્ગે સાધકને સફળતા મળશે અને સતત જપ વડે ઈશ્વરનું નામ તેના હૃદયમાં વણાઈ જશે. અનુભવથી તેને સમજાશે કે વારંવાર પ્રાર્થના જે મોક્ષનો અદ્વિતીય ઉપાય છે, તે વાણીનો જપ તેને મનની તન્મયતામાં લઈ જશે અને આત્માની અનંતસમૃદ્ધિનું મહારાજ્ય પ્રાપ્ત કરાવશે.
* મંત્ર જપ સંબંધી આ લખાણ પાતંજલ યોગસૂત્ર ઉપર અંગ્રેજી ટીકાના પ્રસિદ્ધ લેખક સ્વામી પ્રભાવનંદ અને ક્રીસ્ટોફર ઈશ:વુડે 'How to Know God' [ London Edition ] એ નામના પુસ્તકના પૃ. ૩૬ થી ૪૧માં લખ્યું છે તેનો આ ગુજરાતી સારાંશ છે. સહ્દયી વાચકો તેમાંથી સાર ગ્રહણ કરશે એવી આશા છે.
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ સંપૂર્ણ
મનોવિજ્ઞાનની દૃષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
૫૦૩
www.jainelibrary.org