SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય – તુલ્ય અને સાધુ ઃ = કલ્પ અવસ્થા કહેલ છે. તેમાં ધર્મધ્યાનની વિશિષ્ટ પ્રક્રિયા આ રીતે સમજાય છે. અરિહંતનું આલંબન લઈ અભય થવું, સિદ્ધનું આલંબન લઈ અક્રિય થવું, આચાર્યનું આલંબન લઈ પોતે સર્વતંત્ર-સ્વતંત્ર થવું, ઉપાધ્યાયથી પોતાને પરમાત્મતુલ્ય ભાવવું. સાધુથી ૫૨માત્મકલ્પ ભાવવો. પાંચ પદથી આ પાંચ ભાવનાઓ આત્મસાત્ બને એટલે શ્રી નવકાર આત્મસાત્ બને - સ્વાત્મપૂર્ણતાની અનુભૂતિ થાય. શ્રી અરિહંતભગવંતોએ સર્વ જીવોની હિંતચિંતારૂપ મૈત્રીભાવ વડે સર્વ ભાવશત્રુઓનો-પોતામાં રહેલા અન્ય જીવ પ્રત્યેના શત્રુભાવનો સર્વથા નાશ કર્યો છે, તેથી જ તેઓ ત્રણ જગતને અવલંબન લેવા લાયક બન્યા છે. તેમનો તે ભાવ પોતામાં ઉતારવા માટે તેમને કરવામાં આવતો નમસ્કાર એ સર્વ પાપ ભાવોનો નાશ કરી સર્વ મંગળભાવને પ્રગટાવનાર થાય છે. પ્રથમપદનો અર્થ ભાવજોડાણનું માધ્યમ શ્રી નવકાર એ ભાવજોડાણનું અનન્યતમ માધ્યમ છે. આત્મદ્રવ્ય કરતાં અધિક ભાવ તેના પર્યાયને આપવાથી અસમાન આત્મદૃષ્ટિને વધુ પોષણ મળે છે. પર્યાયના ભેદ અને પ્રકા૨ ઘણા હોવાથી બધે એક સરખો ભાવ રહી શકતો નથી. સારા પર્યાયને અધિક ભાવ આપવાની અને સામાન્યને તુચ્છકારી નાખવાની વૃત્તિ જીવને સહેજે થઈ જાય છે. શ્રી નવકારમંત્ર સમાન ભાવ શિખવનાર હોવાથી ભાવજોડાણનું યથાર્થ માધ્યમ બને છે. પંચઅવસ્થાભાવન Jain Education International For Private & Personal Use Only ૨૦૫ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy