SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પચઅવસ્થાભાવન ૧. પ્રથમ અભયભાવના ભાવીને અને અરિહંતપદને પરમ શરણભૂત માનીને, અભય નિર્ભય થવું. અભયથી અખેદ આદિ બધા મૌલિક ગુણો લઈ લેવા. નિર્ભયતા વિના ધર્મધ્યાન ન હોઈ શકે. શ્રી અરિહંતપરમાત્મા એકાંતે શરણ્ય છે. ( ત સરળ હિંતા સM ) એટલે સમગ્રતાપૂર્વક શ્રી અરિહંતનું શરણ લઈને નિર્ભય બનવું. નિર્ભયતા કેળવવી. શ્રી અરિહંત જ પરમ અભયદાતા હોવાથી પરમ અભય આપી શકે. સાત મોટા ભયમાંથી કોઈપણ ભય જેમના અભયસ્વરૂપ સમક્ષ આંખ પણ ઊંચી કરી શકતો નથી. તે શ્રી અરિહંતપદના જાપ-ભક્તિ-ધ્યાન આદિપૂર્વક આ અભયભાવભાવનાની પરિણતિ તે પહેલું પગથિયું છે. ૨. પછી અકરણ થવું સિદ્ધ જેવા થવું. કરણોથી ભાવતઃ પર થયા વિના ધર્મધ્યાન ન હોઈ શકે. કરણ એટલે ઇન્દ્રિયો અને મન ધ્યાન માટે અનુપયોગી એવા સર્વઇન્દ્રિયવિષયો અને મનોવિષયોથી તદ્દન પર થવું. તે અકરણ. તેમાં સિદ્ધપરમાત્માનો આદર્શ ગ્રહણ કરી ભાવથી લોકાગ્રે બેસવું, સહસ્ત્રામાં બિરાજમાન થવું. અભય એટલે લોકથી પર થવું. અકરણ એટલે લોકાગ્રસિદ્ધ થવું. ૩. તે પછી ત્રીજા પદની આરાધનામાં અહમિન્દ્રઆચાર્ય એટલે કે સર્વોપરિ થવું. પોતાના ઉપર હવે કોઈ સ્વામી નથી પણ પોતે જ જગતનો સ્વામી છે તે અહમિન્દ્રભાવના. સર્વ ઐશ્વર્યથી પોતે સંપન્ન છે એમ ભાવવું. ૪. તે બાહ્ય-આત્યંતર ઐશ્વર્યદ્વારા પોતાને પરમાત્મતુલ્ય ભાવના કરવી તે ઉપાધ્યાય પદ છે. ઉપ-અધ્યાયમાંથી પણ તે અર્થ નીકળે. તુલ્ય હોવાથી પરમાત્મપદથી તે હવે તદ્દન નજીક છે. અહીં સુધી સંભેદ પ્રણિધાન છે, હવે પછી અભેદ પ્રણિધાન છે. ૫. તે પછી કલ્પ એટલે “તેજ', એટલે પોતે જ પરમાત્મા છે એમ સર્વ રીતે ભાવવું તે કલ્પસાધુપદ છે. આમ ક્રમશઃ સંક્ષિપ્ત રહસ્ય સમજાય છે. . ૧. પ્રથમ અરિહંતપદના આલંબને “અભય” થવું-સર્વથા નિર્વિકલ્પ થવું. ૨. પછી સિદ્ધના આલંબને અકરણ થવું તાત્પર્ય કે યોગનિરોધ કરવો. ૩. આચાર્યપદના આલંબને અહમિન્દ્ર થવું સર્વોપરિ થવું. ૪. ઉપાધ્યાયપદના આલંબને પરમાત્મતુલ્ય થવું. ૫. સાધુપદના આલંબને પરમાત્મકલ્પ પરમાત્મા થવું. આમાં ષોડશકમાં કહેલાં પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ પણ ઘટે. પરમેષ્ઠિમંત્રરાજધ્યાનમાલામાં અરિહંત = અભય સિદ્ધ = અકરણ આચાર્ય = અહમિન્દ્ર કકકર N ૨૦૪ કિ0 EX છે. સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy