SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ • મહામંત્રની અચિજ્યકાર્યશક્તિ માનવ જીવનમાં નમસ્કારનું સ્થાન ઘણું ઊંચું છે. મનુષ્યદ્ભયની કોમળતા ગુણગ્રાહક્તા અને ભાવુક્તાનો તે પરિચાયક છે. પોતાથી શ્રેષ્ઠ અને પવિત્ર એવા મહાન આત્માઓને ભક્તિભાવથી ગદગદિત થઈને નમસ્કાર કરવો એ માનવમાત્રનો સહજ ધર્મ છે. એથી અહંમતાનો નાશ થાય છે અને યોગ્યના ચરણોમાં પોતાની જાતને સમર્પણ કર્યાનો આત્મસંતોષ અનુભવાય છે. નમસ્કાર એ નમ્રતા અને ગુણગ્રાહકતાનું એક વિશુદ્ધ પ્રતીક છે. નમસ્કાર વડે ઉત્તમ આત્માઓથી પોતાની હીનતા અને તેઓની ઉચ્ચતાનો એકરાર થાય છે. એટલું જ નહિ પણ આ એકરાર પોતામાં ઉત્તમ ગુણોનું સ્થાપન કરનારો હોવાથી માનવમાત્રનો પરમ-ધર્મ બની જાય છે. વિશુદ્ધ નમસ્કાર વડે ઉપાસકના આત્મામાં ઉપાસ્ય પ્રત્યે ભક્તિનું એવું સામ્રાજ્ય સ્થપાય છે કે આ ભક્તિભાવ સત્સંસ્કારને ગ્રહણ કરવા માટેનું એક સરળ અને સરસ સાધન થઈ પડે છે. પોતાનાથી અધિક વિકસિત આત્માઓને જોઈને અગર સાંભળીને ભક્તિભાવથી દ્રવિત થવું અને તેમના પ્રત્યે ભક્તિભાવ સહિત બહુમાન અને સન્માન પ્રદર્શિત કરવાં એ પ્રમોદ ભાવનાનું એક સ્વરૂપ છે. પ્રમોદ ભાવના વડે Æય વિશાળ, ઉદાર અને ઉદાત્ત બને છે અને આ ભાવનાના અભ્યાસથી ગુણોની પ્રાપ્તિ સુલભ થાય છે. એટલું જ નહિ, પણ હૃયમાં રહેલા ઈર્ષ્યા, અસૂયા, આદિ દોષો બળીને ખાખ થઈ જાય છે મહાન આત્માઓને નમસ્કાર કરવા માત્રથી આવું મોટું ફળ મળે એ વાત આજના તર્કપ્રધાન યુગમાં સસંગત કેવી રીતે કરવી ? એવો પ્રશ્ન થવો જેમ સહજ છે તેમ તેનો ઉત્તર પણ તેટલો જ સરળ છે. સ્થૂલ જગતમાં હાથપગ હલાવવા વગેરેને જ ક્રિયા મનાય છે. પરંતુ આંતર જગતમાં તેમ નથી. આંતર જગતમાં ક્રિયાની રીત જુદી છે. સૂર્યનો ઉદય થતાંની સાથે જ ચોરો પલાયન થઈ જાય છે, તેમાં સૂર્યને કાંઈ કરવું પડતું નથી સૂર્યના નિમિત્ત માત્રથી તે ક્રિયા આપોઆપ થઈ જાય છે. એ જ રીતે કમળને વિકસાવવા માટે સૂર્યને કમળની પાસે જવું પડતું નથી. ગગનમંડળમાં સૂર્યનો ઉદય થતાંની સાથે જ કમળો સ્વયમેવ ખીલી ઊઠે છે. પરમેષ્ઠિનમસ્કારમાં આ જ નિયમ લાગુ પડે છે. પાપરૂપી ચોરોને ભગાડવા માટે અને ભવ્યાત્માઓના Êયરૂપી કમલોને વિકસાવવા માટે પરમેષ્ઠિઓ માત્ર આલંબનરૂપ-નિમિત્ત છે. તેમના નિમિત્ત માત્રથી તે કાર્ય આપોઆપ થઈ જાય છે. નમસ્કાર વડે સાધક જે પરમોચ્ચ આલંબનોનો સંપર્ક સાધે છે, તે આલંબનો સૂર્યની જેમ નિમિત્ત બનીને સાધકના આત્માની વિશુદ્ધિ કરે છે અને અશુદ્ધિને દૂર હટાવી દે છે. જૈનધર્મમાં શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારને ઘણું ઊંચુ સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે તે બધી ધર્મક્રિયાઓમાં કેન્દ્રસ્થાને છે તેને સર્વ શાસ્ત્રોનું નવનીત માન્યું છે. તેને સર્વ ધર્મભાવનાઓનો મૂળસ્રોત કહ્યો છે. એમાં આલંબન તરીકે સર્વ દેશના અને સર્વ કાળના સર્વશ્રેષ્ઠ મહાપુરુષોનો સંગ્રહ કરી લેવામાં આવે છે. તે સર્વનું પરમોચ્ચ આલંબન પામીને સાધકનો આત્મા પાપવાસનાથી રહિત અને ધર્મવાસનાથી યુક્ત બની જાય છે, તે કારણે સર્વમંગલોમાં તેને પહેલું મંગળ માન્યું છે. સર્વ મંગળોમાં તે રાજા છે, જ્યારે બીજાં બધાં મંગળો તેના સેવકો સમાન છે. જૈન મતમાં બાહ્ય મંગળ એ સર્વથા અને સર્વદા મંગળ નથી. દહીં એ મંગળ છે પણ જ્વરવાળાને અંગળ છે. અક્ષત એ મંગળ છે પણ ઊડીને આંખમાં પડે તો અપમંગળ બને છે. પરમેષ્ઠિનમસ્કાર એ મહામંગળ છે. તેનો સંબંધ આંતર જગતની સાથે છે, તેથી તે એકાંતિક અને આત્યંતિક મંગળ છે. જ્યારે જ્યારે તેનો આશ્રય લેવામાં આવે છે ત્યારે ત્યારે તે તે અવશ્ય ફળદાયી બને છે. તે શુભ ભાવરૂપ છે તેથી અશુભ ભાવોનો નાશ કરે છે અને અધિક અધિક મંગળમય ભાવોને જગાડે છે. મનુષ્યનો આત્મા એક દષ્ટિએ ભાવમય હોવાથી પરમેષ્ઠિનમસ્કાર વડે તે શુભ અને મંગળભાવમય બને છે. અશુભ અને અમંગળભાવોને જીતી જાય છે. પરિણામે સાધક સદાને માટે સુખ અને સદ્ગતિનો ભાગી બને છે. મહામંત્રની અચિન્તકાર્યશક્તિ # ૧૧૯ IN ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy