________________
૭ મહામંત્ર મનુષ્યનો સ્વભાવસિદ્ધધર્મ છે
પોતાથી મહાન, પવિત્ર અને નિર્મળ આત્માઓને નમસ્કાર કરવાની પ્રથા માનવસૃષ્ટિમાં નવી નથી, કિન્તુ અનાદિકાળથી ચાલી આવેલી છે. મહાપુરુષોના પવિત્ર વ્યક્તિત્વનું આકર્ષણ જ કોઈ એવું હોય છે કે ભક્તિશીલ વ્યક્તિ આપોઆપ તેમનાં ચરણકમળોમાં ઝૂકી પડે છે. નમસ્કારના રૂપમાં સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર થઈ જાય છે. આત્મોન્નતિની સાધના માટે ઉત્કંઠિત સાધકના દયમાં આત્મનિષ્ઠમહાપુરુષો પ્રત્યે ભક્તિ અને સમર્પણનો ભાવ સ્વયમેવ જાગ્રત થઈ જાય છે. જ્યાં સુધી ઇષ્ટતમને નમસ્કાર કરી ન લે ત્યાં સુધી તેના આંતર મનને શાંતિ થતી નથી. આરાધ્યતમ આત્માઓને નમતાંની સાથે આરાધક આત્માના અંતરાત્મામાં દિવ્ય શાંતિ પથરાઈ જાય છે અને સંસારનાં તોફાનોથી ક્ષુબ્ધ થયેલું અંતઃકરણ નમનીયને નમવાથી સ્વસ્થ અને હલકું બને છે. આથી એ નક્કી થાય છે કે ઉત્તમ આત્માઓને નમસ્કાર કરવો એ કેવળ ધાર્મિક રિવાજ કે ઔપચારિક સભ્યતા જ નથી, કિન્તુ મનુષ્ય પ્રકૃતિની ભીતરમાં રહેલો એક ઉત્તમ સ્વભાવસિદ્ધ સહજ ધર્મ છે.
શ્રી જિનાગમોમાં પરમેષ્ઠિનમસ્કારને મહાશ્રુતસ્કંધ તરીકે વર્ણવેલો છે. પ્રત્યેક શાસ્ત્રની આદિમાં તેને સ્થાન આપેલું છે, તેથી તે સમસ્ત શ્રુતસ્કંધની અભ્યત્તર રહેલો છે. જ્યાં જ્યાં શાસ્ત્રોમાં નામોની યાદી આપેલી છે ત્યાં ત્યાં બીજાં શાસ્ત્રોની સાથે નમસ્કારની સ્વતંત્ર ગણના કરી નથી, તે એમ જણાવવા માટે કે નમસ્કાર સર્વ શ્રુતસ્કંધોની અંદર વ્યાપીને રહેલો છે. શ્રી ભગવતીસૂત્રની ટીકામાં આચાર્ય શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી ફરમાવે
अत एवायं समस्तश्रुतस्कन्धानामादावुपादीयते, अत एव चायं तेषामाभ्यन्तरतयाऽभिधीयते, यदाहતો સવ્વલુર્વિધ મંતરમૂખો 'તિ (કૃષ્ટ ૨)
અર્થ - એ જ કારણે આ પરમેષ્ઠિનમસ્કાર સમસ્ત શ્રુતસ્કન્ધોની (તે તે સમસ્ત શાસ્ત્રોની) આદિમાં ગ્રહણ કરાય છે અને એટલા જ માટે તેની સર્વશ્રુત આભ્યન્તરતા ગણાય છે. કહ્યું છે કે તે સર્વશ્રુતસ્કંધોમાં આત્યંતરભૂત છે.' ઇત્યાદિ
પરમેષ્ઠિઓ પાંચ છેઃ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એ પાંચ વિશ્વના મહાન આત્માઓ છે. શાસ્ત્રોમાં તેમનાં પુષ્કળ ગુણગાન કરવામાં આવ્યાં છે. એ કોઈ વ્યક્તિ વિશેષનાં નામો નથી, પરંતુ આધ્યાત્મિક વિકાસ થવાથી પ્રાપ્ત થએલા પાંચ મંગળમય ઉચ્ચપદોનાં-સર્વોચ્ચ સ્થાનોનાં નામો છે.
- શ્રી જિનેશ્વરદેવો વડે સ્થાપિત કરાએલો ધર્મ એ કોઈ વ્યક્તિગત ધર્મ નથી, કિન્તુ આંતર શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટેનો વિશ્વવ્યાપી રાજમાર્ગ છે. ઈન્દ્રિયો ઉપર, ઈન્દ્રિયોના વિકારો ઉપર, મન ઉપર, મનની મલિન વાસનાઓ ઉપર અને એ દરેકના કારણભૂત કર્મશત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠમાર્ગ એનું નામ જૈનધર્મ છે.
જૈનધર્મનું એ મંતવ્ય છે કે સંસારનો કોઈ પણ જીવ જે પોતાની જાત ઈન્દ્રિયો અને મન ઉપર, તેમ જ વિકારો અને વાસનાઓ ઉપર વિજય મેળવે તો તે અભિનન્દનનું પાત્ર છે, મહાત્મા તરીકે અને યાવતુ પરમાત્મા તરીકે પૂજવા લાયક છે. પરમેષ્ઠિનમસ્કારમાં એ જ કારણે કોઈ વ્યક્તિ વિશેષનાં નામો નથી, કેવળ આધ્યાત્મિક ભૂમિકાઓનાં વર્ણન છે. સર્વકાળ અને સર્વલોકમાં જે કોઈ આંતર શત્રુઓના વિજેતા થયા, થશે અને થાય છે તે સર્વને તેમાં નમસ્કાર કરવામાં આવ્યો છે. જૈનધર્મની આ ભવ્ય અને ઉદાત્ત ભાવના, એ સમષ્ટિ ઉપાસનાનું સુંદર અને ભાવભર્યું ચિત્ર છે. IN ૧૨૦
ચદીપક મહામંત્રાધિરાજ
:
જે
ફક
કહાણા
it
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org