________________
નમો સ્ત્રી તળાહૂi | ' એ પદમાં રહેલા લોએ” અને “સર્વ' શબ્દની વ્યાખ્યા કરતાં શ્રીભગવતીસૂત્રની ટીકામાં કહ્યું છે કે- “ તો '= મનુષ્યનો, ન તુ છાવી, એ સર્વસાધવર્તનો નમઃ |
અર્થ - લોકે એટલે માત્ર ગચ્છાદિમાં રહેલા નહિ, કિન્તુ મનુષ્યલોકમાં જે કોઈ સાધુઓ થયા, થશે કે) છે તે સર્વને નમસ્કાર થાઓ.
અહીં કોઈ શંકા કરે કે અરિહંત આદિ મહાન છે, પવિત્ર છે, સર્વગુણસંપન્ન છે, પરંતુ તેથી બીજાઓને શું લાભ? તેઓ પોતે તો વીતરાગ હોઈ ભક્તને સ્વર્ગ કે મોક્ષ કાંઈ પણ આપી શકતા નથી, પછી તેમને નમસ્કાર કરવાથી શું?
એનો ઉત્તર એક જ કે પવત્રિતમ આત્માઓને નમસ્કાર કરવો એ વિવેક મનુષ્યમાત્રનો સ્વભાવસિદ્ધ ધર્મ છે. આદર્શ સ્વરૂપ મહાન આત્માઓને નમવું, પૂજવું, એ સદ્ભય માનવીનો એક સ્વતંત્ર અને સહજસિદ્ધ ભાવ છે, એમાં આપવા-લેવાનો કોઈ પ્રશ્ન છે જ નહિ. ગુણીજનોને જોઈને દ્ધયમાં પ્રમોદ પામવો એ મનુષ્ય આત્માનું દિવ્યગાન છે, ગુણવાન આત્માઓને પુનઃ પુનઃ નમસ્કાર કરવાથી આત્મા એમના ગુણો તરફ આકર્ષિત થાય છે અને અંતરથી તેમના જેવો બનવા ઈચ્છે છે. ઉપાસ્યના ગુણો જેવા ગુણો પોતામાં આવે તે માટે અભિરુચિ જાગે છે. ભક્તમાંથી ભગવાન અને આત્મામાંથી પરમાત્મા બનવાનો નમસ્કાર એક રાજમાર્ગ છે. ધ્યેયના અનુસારે ધ્યાતા અંતે ધ્યેયરૂપમાં પરિવર્તિત થાય છે એ એક સનાતન સત્ય છે, તેનો સાક્ષાત્કાર નમસ્કાર વડે થાય છે.
નમસ્કાર એ નમસ્કાર્ય પાસેથી કાંઈ લેવા માટે છે એમ નથી, કિન્તુ પોતાના આત્માને નમસ્કાર્ય સ્વરૂપ બનાવવા માટે છે. ભાવની વિશુદ્ધિ માટે, ભાવનાની પવિત્રતા માટે અને આદર્શની સ્થિરતા માટે પવિત્ર અને આદર્શભૂત પુરુષોને નમવું, વારંવાર નમવું એ માનવ જીવનનું એક પવિત્રતમ કર્તવ્ય છે. નમસ્કારનો આ આંતરિક-રહસ્ય-ભૂત ભાવ છે અને તે શ્રી નમસ્કાર મહામંત્રના પવિત્ર પદો વડે સૂચિત થાય છે.
સંસારમાં અનંતાનંત આત્માઓ રહેલા છે. ચાર ગતિ, પાંચ જાતિ અને ચોરાસી લાખ જીવયોનિઓમાં પોતપોતાનાં કર્માનુસારે જીવો સુખ-દુઃખ ભોગવી રહ્યા છે. તેમાંથી અનંત આત્માઓ એવા છે કે જેઓ સંસાર-યાત્રાને પાર કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની, અજરામરપદને પ્રાપ્ત કરી ચૂક્યા છે. એ રીતે કર્મથી બદ્ધ અને કર્મથી મુક્ત બંને પ્રકારના આત્માઓ લોકમાં રહેલા છે, પરન્તુ તેમાંના જે જીવો મુક્ત થઈ ચૂક્યા છે અને મુક્ત થવા માટે જે સતત પ્રયત્નશીલ છે તેઓ જ નમસ્કારનાં પાત્રો છે. જૈનશાસ્ત્રમાં તેને પંચપરમેષ્ઠિ કહ્યા છે. તેનો અર્થ એ છે કે સંસારના અનંતાનંત આત્માઓમાં આધ્યાત્મિકદષ્ટિથી પાંચ પ્રકારના આત્માઓ સર્વથી શ્રેષ્ઠ છે, સર્વથી મહાન છે, સર્વથી ઉચ્ચ-દશાને પામેલા અને પામનારા છે. પરમપદે પહોંચેલા અને પહોંચનારા છે એટલે પવિત્ર સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂકેલા અને પ્રાપ્ત કરનારા છે. અન્ય વાસનામગ્ન આત્માઓની અપેક્ષાએ આધ્યાત્મિક વિકાસની ઉચ્ચ ભૂમિકા ઉપર રહેલા છે. અરિહંત આદિ પાંચ પદો વડે સંસારના એ સર્વોચ્ચ આત્માઓને સંગ્રહી લેવામાં આવ્યા છે. ને બીજી બાજુ સંસારનાં મોટામાં મોટાં પદો, ઇન્દ્ર અને ચક્રવર્તીનાં છે એ પદોને પામેલા પણ આ પાંચ
પ્રકારના આત્માઓની આગળ અલ્પ છે, તુચ્છ છે, હીન છે. ભૌતિક સત્તાના મોટામાં મોટા પ્રતિનિધિ અસંખ્ય દેવ-દેવતાઓ ઉપર શાસન ચલાવવાવાળા સ્વર્ગના ઈન્દ્ર પણ ત્યાગ માર્ગના પ્રતિનિધિ સ્વરૂપ આ પાંચ મહાન ત્યાગી વર્ગની આગળ ઝૂકે છે. નમસ્કાર મહામંત્રમાં એ પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવામાં આવ્યો છે તેથી તેને પરમેષ્ઠિમંત્ર પણ કહેવાય છે.
જીવત્વની દષ્ટિએ બધા જીવો સમાન છે પછી ભલે તે બદ્ધ હોય કે મુક્ત, પરંતુ જે જીવ જ્ઞાનાદિથી હીન અને રાગ-દ્વેષાદિથી અધિક છે તે આધ્યાત્મિક માર્ગમાં અવંદનીય છે. જે જ્ઞાનાદિથી મહાન છે અને રાગ દ્વેષાદિથી
SN મહામંત્ર મનુષ્યનો સ્વભાવસિદ્ધધર્મ
૧૨૧ IN
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org