________________
હીન છે તે ત્રિકાલવંદનીય છે. અરિહંત અને સિદ્ધ આદિ પૂર્ણરૂપે રાગાદિથી હીન અને જ્ઞાનાદિથી પૂર્ણ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પ્રાયઃ એક દેશથી રાગાદિની હીનતા અને જ્ઞાનાદિની વિશેષતાવાળા છે, એમ જૈનધર્મના પ્રાણભૂત વીતરાગભાવ અને સર્વજ્ઞભાવ સર્વથી કે ઘણા અંશથી એ પાંચેય પદોમાં સ્પષ્ટતયા અભિવ્યક્ત થયેલો છે.
બીજી રીતે જૈન ધર્મનાં મૂળ તત્ત્વો ત્રણ છેઃ દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ. તેમાં અરિહંત અને સિદ્ધ આત્મવિકાસની પૂર્ણ અવસ્થા-પરાત્મદશા પર પહોંચેલા છે તેથી પૂર્ણરૂપથી પૂજ્ય છે અને દેવતત્ત્વની કોટિમાં ગણાય છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આત્મવિકાસની અપૂર્ણ અવસ્થામાં છે, છતાં પૂર્ણતાને માટે સતત પ્રયત્નશીલ છે તેથી પોતાનાથી નીચી શ્રેણિવાળાને પૂજ્ય છે ને પોતાનાથી ઊંચી શ્રેણિવાળાના પૂજક છે, માટે તેમનો ગુરુતત્ત્વમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વળી સર્વત્ર વ્યક્તિથી ભાવમાં લક્ષણા કરી શકાય છે, તેથી અરિહંતાદિ તે તે પદોની લક્ષણા વડે અહંભાવ સિદ્ધભાવ આચાર્યભાવ, ઉપાધ્યાયભાવ અને સાધુભાવ ગ્રહણ કરી શકાય છે. તેનો અર્થ એ છે કે અરિહંતોને નહિ પણ અહદ્ભાવને આ નમસ્કાર છે. સાધુને નહિ પણ સાધુતાને નમસ્કાર છે એ રીતે લક્ષણાથી પાંચમાં રહેલો અહંદાદિભાવ નમસ્કારનું લક્ષ્ય બિંદુ છે અને આ ભાવ એ જ ધર્મતત્ત્વ છે. અહિંસાદી ધર્મો અને જ્ઞાનાદિ આત્મભાવો એ આ પાંચેય પદોના પ્રાણ છે. એટલે નમસ્કાર મંત્રમાં દેવતત્ત્વ અને ગુરુતત્વની સાથે ધર્મતત્ત્વનો પણ અંતર્ભાવ થઈ જાય છે અને દેવતત્ત્વ ગુરુતત્ત્વની સાથે ધર્મતત્ત્વને પણ નમસ્કાર કરી લેવામાં આવે છે.
આ નમસ્કારસૂત્ર સમસ્ત જૈની આરાધનાઓનું કેન્દ્ર છે. અરિહંતાદિ પાંચ પદો અને તેઓમાં રહેલો ભાવ સર્વ સાધકોને માટે આરાધ્ય છે. તેથી દરેક કાર્યના પ્રારંભમાં સર્વપ્રથમ તેમને નમસ્કાર કરવા વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરાય છે. ઊઠતિ વખતે, સૂતી વખતે, શુભકાર્ય કરતી વખતે, સ્વાધ્યાય કરતી વખતે, પ્રતિક્રમણ વખતે, વિહાર વખતે કે ગોચરી વખતે સર્વત્ર નમસ્કાર મહામંત્રનો મંગલધ્વનિ ગુંજતો જ રહે છે. પ્રત્યેક કાર્ય કરતી વખતે મહાન, પવિત્ર આત્માઓ પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ પ્રદર્શિત કરવાથી મોહાન્ધકાર દૂર થાય છે. અજ્ઞાન, સંશય, વિપર્યય, આદિ અજ્ઞાનનો નાશ થાય છે. એથી આત્મશક્તિનો વિકાસ થાય છે અને આત્મશક્તિના વિકાસથી દુઃખનો અંત આવે છે. દુઃખનું મૂળ મોહાંધકાર, અજ્ઞાન, સંશય કે વિપરીત જ્ઞાનમાં છે, એથી આત્મશક્તિનો હાસ થાય છે. જ્યાં એ સર્વનો અભાવ હોય ત્યાં દુઃખ ટકતું નથી.
છેલ્લે, વસ્તુ ગમે તેટલી મહત્ત્વપૂર્ણ હોય, પણ જ્યાં સુધી તેના મહત્ત્વનું વ્યવસ્થિત રીતે નિરૂપણ કરવામાં ન આવે ત્યાં સુધી જનસમૂહનું તેના પ્રત્યે આકર્ષણ થઈ શકતું નથી એ ઉદ્દેશની પૂર્તિ માટે શ્રી નમસ્કાર મહામંત્રની ચૂલિકા છે ચૂલિકામાં પાંચેય પરમેષ્ઠિઓને કરેલા નમસ્કારનું ફળ પ્રગટપણે દર્શાવેલું છે. સર્વ વિઘ્નોનો નાશ અને સર્વ મંગળોનું આગમન એ આ પાંચેયને કરેલા નમસ્કારનું સ્પષ્ટ ફળ છે. એ રીતે ચૂલિકા સહિત મૂળમંત્ર શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ તરીકે જૈન આમ્નાયમાં પ્રસિદ્ધ છે.
मुत्तुंपि बारसंगं, स एव मरणंमि कीरए जम्हा ।
अरिहंतनमुक्कारो, तम्हा सो बारसंगत्थे ॥ १ ॥ અગ્નિ આદિના ભય વખતે કણ-કપાસાદિ સઘળું મૂકીને જેમ વૈર્ય આદિ એક મહારત્નને અથવા દુશ્મનના ભય વખતે શક્તિ આદિ અમોઘ શસ્ત્રને ગ્રહણ કરવામાં આવે છે, તેમ શ્રુતકેવલી પણ મરણ સમયે દ્વાદશાંગ શ્રુતને છોડીને તેનું જ એક સ્મરણ કરે છે. તેથી આ અરિહંતનમસ્કાર અને ઉપલક્ષણથી સિદ્ધ આદિ પરમેષ્ઠિઓનો નમસ્કાર એ દ્વાદશાંગનો અર્થ, રહસ્ય અથવા સાર છે.
ત્રલોચદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org