________________
મહામંત્રની ઉપાદેયતા
કોઈપણ વસ્તુની ઉપાદેયતા તેના ફળ ઉપર અવલંબેલી છે. જેનું ફળ સર્વશ્રેષ્ઠ, તેને વિષે બુદ્ધિમાન પુરષોની પ્રવૃત્તિ સર્વથી અધિક એ નિયમ સર્વ ક્ષેત્રોમાં એક સરખો પ્રવર્તી રહ્યો છે, પછી તે ક્ષેત્ર ધાર્મિક હોય કે સાંસારિક હોય.
જેનાથી ઉભયલોકનું કલ્યાણ સિદ્ધ થાય તે ધાર્મિક ક્ષેત્ર કહેવાય છે, અને જેનાથી કેવળ આ લોકના સુખની સિદ્ધિ થાય તે ક્ષેત્ર સાંસારિક છે. આ લોકનાં સઘળાં પ્રયોજનોની સિદ્ધિનો ઉપાય મુખ્યત્વે ધન છે, તેથી ધનોપાર્જન માટે સંસારીઓની પ્રવૃત્તિ વિશેષ ઝૂકેલી રહે છે. જેઓને આ લોક સાથે પરલોકના પ્રયોજનની સિદ્ધિનો પણ હેતુ રહેલો હોય છે, તેઓ ધનાર્જન સાથે ધર્મોપાર્જન માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે.
ધનનો અર્થી સઘળા પ્રકારનાં ધનમાં રત્નોને મુખ્ય સ્થાન આપે છે, કારણ કે તેનું મૂલ્ય અધિક ઉપજે છે અને બોજ ઓછો રહે છે; તેમ ધર્મનો અર્થી બુદ્ધિમાન મનુષ્ય પણ હંમેશાં અલ્પબોજ અને મહામૂલ્યવાળી વસ્તુને જ વધારે ઝંખે છે. શ્રી નમસ્કાર મહામંત્રને શાસ્ત્રકારોએ એવી જ ઉપમા આપીને સ્તવ્યો છે કહ્યું છે, કે - રત્નતણી જેમ પેટી ભાર અલ્પ બહુમૂલ્ય,
ચૌદ પૂર્વનો સાર એ મંત્ર છે તેમને તુલ્ય; સકલ સમય અભ્યતર પદ એ પંચ પ્રમાણ, મહા સુઅખંધ તે જાણો ચૂલા સહિત સુજાણ.”
૦ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અહીં નવકારને કેવલ રત્ન જ નહિ પણ રત્નોની પેટી કહી છે અને તેના પ્રત્યેક અક્ષરોને મહામૂલ્યવાન રત્નો તરીકેની ઉપમા આપી છે. આગળ વધીને નવકારમંત્રને ચૌદપૂર્વની તુલ્ય કહ્યો છે કારણ કે ચૌદપૂર્વો વડે જ્ઞાની પુરુષોને જે પ્રયોજન સાધવું ઇષ્ટ છે, તે અવસ્થા વિશેષ કેવળ એક નવકારમંત્રથી સિદ્ધ થઈ જાય છે.
નવકારમંત્રના પ્રથમ પાંચ પદો સઘળા સિદ્ધાંતોની અત્યંતર સમાયેલાં છે. કારણ કે એ પાંચ પદોનું સ્મરણ, ધ્યાન, ઉચ્ચારણ કર્યા વિના કોઈ પણ સિદ્ધાંતની વાચના થઈ શકતી નથી. શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીએ સૌથી પ્રથમ નિયુક્તિ શ્રી નમસ્કાર મહામંત્રની રચેલી છે અને તે પૂર્વે કે ત્યાર પછી કોઈ પણ સૂત્રની વ્યાખ્યા કરતાં પહેલાં નમસ્કારમંત્રની વ્યાખ્યા આદિ સૌ પ્રથમ કરવું તે શિષ્ટ પુરુષોને માન્ય પ્રણાલિકા છે. પ્રથમનાં પાંચ પદો અને ચૂલિકાનાં ચાર પદો મળીને સંપૂર્ણ શ્રી નમસ્કારમંત્રને શ્રી મહાનિશીથ આદિ માન્ય આગમોમાં મહાશ્રુતસ્કંધ તરીકે વર્ણવેલો છે અને તે સિવાયનાં અન્ય આગમોને કેવળ શ્રુતસ્કંધ તરીકે સંબોધેલાં
છે.
શ્રી મહાનિશીથ સિદ્ધાંતમાં આ નમસ્કાર મહામંત્રને સ્પષ્ટ રીતિએ નવપદો, અડસઠ અક્ષરો અને આઠ સંપદાઓવાળો જણાવ્યો છે. ત્યાં કહ્યું છે કે
આ નમસ્કારમંત્ર કે જેનું બીજું નામ શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધ છે, તેનું વ્યાખ્યાન મહાપ્રબંધ (વિસ્તાર)થી સૂત્રથી પૃથભૂત નિયુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિવડે અનંત ગમ-પર્યવ સહિત જેવી રીતે અનંત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા શ્રી તીર્થંકરદેવો વડે કરાયેલું છે, તેવી જ રીતે સંક્ષેપથી કરાયું હતું. પરંતુ કાલ પરિહાનિના દોષથી તે
મહામંત્રની ઉપાદેયતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org