SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાન, અરિહંત, સિદ્ધ અને સાધુની આશાતના કરનારો છે. અનન્ત સંસારસાગરમાં પરિભ્રમણ કરતાં તે આત્માને સંવૃત, વિવૃત, પરિસંવૃત, શીત, ઉષ્ણ, મિશ્ર ઈત્યાદિ ચોરાસી લાખ યોનિઓને વિષે દીર્ઘકાળ સુધી નિયંત્રણા સહન કરવી પડે છે.' ઉપધાનને નહિ માનનાર આજ્ઞા વિરાધક ઉપધાન વહન કર્યા પહેલાં નમસ્કારાદિ સૂત્રોનું જેઓએ અધ્યયન કરી લીધું છે, તેઓએ પણ તેવા પ્રકારનો યોગ પ્રાપ્ત કરીને ઉપધાન વહન કરી લેવાં જોઈએ. સાંપ્રત કાળમાં અશઠ પૂર્વાચાર્યોની આચરણાથી (કે જે શ્રી જિનની આજ્ઞાસમાન છે) દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિની અપેક્ષાએ લાભાલાભનો વિચાર કરીને ઉપધાનતપ વિના પણ શ્રી નમસ્કારાદિ સૂત્રોનું અધ્યયન કરાવવામાં આવે છે, તોપણ જેઓ ઉપધાન તપની શ્રદ્ધાને ધારણ કરતા નથી તથા છતી શક્તિએ પણ યોગ મળે ત્યારે તેને આચરવાની રુચિ ધરાવતા નથી, તેઓને શ્રી જિનાજ્ઞાના વિરાધક માનેલા છે. જીવનનો એક અપૂર્વ લહાવો ઉપધાનતપ વહન કરવાથી શ્રી જિનાજ્ઞાનું પ્રતિપાલન કરવાનો મહાન લાભ મળે છે એટલું જ નહિ, પરંતુ બીજ પણ અનેક પ્રકારના લાભો થાય છે. મુક્તિના ઈરાદે અથવા શ્રી જિનાજ્ઞાનું પાલન કરવાના વિશુદ્ધ ઈરાદે આરાધન કરનારાઓને એ લાભો અનુભવસિદ્ધ છે. ઉપધાનના દિવસોમાં સતત તપવડે ચીકણાં પણ કર્મોનું શોષણ થાય છે, અસારભૂત શરીરમાંથી અમૂલ્યસાર ગ્રહણ થાય છે. શ્રુતની અપૂર્વ ભક્તિ થાય છે, દરરોજ પોસહ કરવાનો હોવાથી મુનિપણાની તુલના થાય છે, ઈન્દ્રિયોનો નિરોધ થાય છે, કષાયોનો સંવર થાય છે, સમસ્ત દિવસ સંવરની ક્રિયાઓમાં જ પસાર થાય છે, દેવવંદનાદિવડે દેવભક્તિ અને ગુવંદનાદિવડે ગુર્ભક્તિ થાય છે, જીવનમાં અભક્ષ્ય ભક્ષણ અ રાત્રિ ભોજનાદિનો ત્યાગ સુકર થાય છે. ઇત્યાદિ અનેકાનેક લાભો સાક્ષાત અનુભવાય છે. ગૃહસ્થદશાના જીવનમાં ઉપધાનતપ એક ઉચ્ચમાં ઉચ્ચ પ્રકારની ધર્મકરણી છે. અને તેનું આરાધન કરવું એ શ્રાવકજીવનનો એકનો એક અપૂર્વ અને અમૂલ્ય લહાવો છે. શ્રી નમસ્કારસૂત્રના અધ્યયનની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ૧૬ દિવસમાં બાર ઉપવાસ (પાંચ ઉપવાસ, આઠ આયંબિલ અને ત્રણ ઉપવાસ) જેટલો તપ કરવાનો પ્રાચીન વિધિ હતો, પરંતુ તે તપ અતિશય કઠિન પડી જાય તે ખાતર પૂર્વાચાર્યોએ વર્તમાનમાં ૧૮ દિવસ સુધી એકાંતરે ઉપવાસ અને એકાસણું (નવી) કરવાનો વિધિ રાખ્યો છે, જેનો કુલ તપ ૧૨ાા ઉપવાસ થાય છે. નમસ્કારમંત્રના પઠનની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા અઢાર દિવસ સુધી સાડાબાર ઉપવાસ જેટલો તપ ગુસંનિશ્રાએ રાત્રિદિવસ પૌષધમાં રહીને કરવો જોઈએ એ શાસ્ત્રીય મર્યાદા છે. એ સંબંધી પ્રાચીનમાં પ્રાચીન ઉલ્લેખ શ્રી મહાનિશીથસૂત્રમાં નીચે મુજબ છે. ___से भयवं ! कयराए विहीए पंचमंगलस्स णं विणओवहाणं कायव्वं ? गोयमा ! इमाए विहीए पंचमंगलस्स णं विणओवहाणं कायव्वं । तं जहा-सुपासत्थे चेव सोहणे तिहिकरणमुहुत्तनक्खत्तजोगलग्गससिबले विप्पमुक्कजायाइमयासंकेण संजायसद्धासंवेगसुतिव्वतरमहंतुल्लसंतसुहज्झवसायाणुगयभत्तिबहुमाणपुव्वं निन्नियाणदुवालसभत्तट्ठिएणं चेइयालए जंतुविरहिओगासे भत्तिब्भरनिमररोमंचियफुल्लवयणुवसंतपसंतसोमथिरदिट्ठीणवणवसंवेगसमुच्छलंतसंजायबहलघणणिरंतरअचिंतपरमसुहपरिणामविसेसुल्लसियसजीववीरियाणुसमयविइढं तपोमयसुविसुद्धसुनिम्मलथिरदढयरंतकरणेणं खितिणिहियजाणुसिअउत्तमंग करकमलसोहंतंजलिपुडेणं सिरिउसभाईपवरवरधम्मतित्थयरपडिमाबिंबिणिवेसियणयणमाणसेगग्गतग्गयज्झवसाएणं समयन्नदिट्ठचारित्ताइगुणसंपयोववेअगुस्सद्दत्था (संदिट्ठा)णुट्ठाणकरणेक्कबद्धलक्खेण, तथाहिगुस्वयणविणिग्गयं विणयाइबहुमाणपरिओसाणुक्कमोवलद्धं अणेगसोगसंतावुब्बेगमहावाहिवेअणाघोरदुक्खदारिद्द ૭૦ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy