SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અમોઘ અવલંબના નમસ્કાર મંત્રની એક વિશિષ્ટતા એ પણ છે કે સર્વકાલ અને સર્વ ક્ષેત્રોમાં તેનો સૂત્રપાઠ એક સરખો જ રહે છે. અર્થાતુ-સૂત્રથી પણ તેમાં ફેરફાર થતો નથી. તેથી જન્માંતરમાં જાતિસ્મરણાદિ જ્ઞાનની પ્રાપ્તિ માટે તેનું અવલંબન અમોઘ નીવડે છે. જ્ઞાતા-અજ્ઞાતા ઉભયને ઉપકારક એક અપેક્ષાએ બાર અંગ અને ચૌદ પૂર્વ કરતાં પણ શ્રી નમસ્કાર મંત્રનો મહિમા અધિક છે. કારણ કે-પ્રાણાન્ત આપત્તિ વખતે ચતુર્દશ પૂર્વધરોને પણ જે વખતે અન્ય શાસ્ત્રનું સ્મરણ અશક્ય બને છે, તે વખતે આરાધનામાં સહાયક થનાર માત્ર એક શ્રી નમસ્કારમંત્ર જ છે. સમર્થ ઋતધરોને પણ અંતિમ સમયે માત્ર નવકારમંત્ર જ સહાયક થાય છે, તો પછી અન્ય આત્માઓ માટે તો કહેવું જ શું? એ રીતે શ્રી નમસ્કાર મંત્ર શાસ્ત્રોના જ્ઞાતા અને અજ્ઞાતા ઉભયને એક સરખો ઉપકારક છે. ઉપધાનની આવશ્યકતા શ્રી નમસ્કાર મંત્ર, એ એક મહાશ્રુતસ્કન્ધ છે. કોઈપણ શ્રુતના અધ્યયનની યોગ્યતા કાલ-વિનયાદિ શ્રુતના આચારોને સાચવવાથી જ પ્રાપ્ત થાય છે. યોગ્યકાળે, વિનય બહુમાનપૂર્વક, ગુરુને ઓળખ્યા વગર, સૂત્ર, અર્થ અને તદુભયની શુદ્ધિપૂર્વક ભણાયેલું સૂત્ર હોય, તોપણ જો તેને યોગ્ય તપ- (ઉપધાનાદિ) વડે વહન કરવામાં ન આવે, તો તે સંપૂર્ણ ફળને આપનારું થતું નથી. એ કારણે શ્રુતચારનું સંપૂર્ણ પાલન કરવા માટે “નમસ્કાર મંત્ર'નાં ઉપધાન કરાવવામાં આવે છે. ઉપધાનનું વિધાન જેનાથી શ્રુતજ્ઞાનની પુષ્ટિ થાય તે ઉપધાન છે.” અથવા “ગુરુ સમીપે નવકારાદિ સૂત્રોને ધારણ કરવાની ક્રિયા તે ઉપધાન છે.” એ ઉપધાન કર્યા સિવાય “નમસ્કાર મંત્ર'નું પઠન અવિધિપૂર્વકનું છે. શ્રાવકોએ સઘળાં સૂત્રોને ઉપધાનતપનું આરાધન કરવાપૂર્વક ભણવા જોઈએ. એ સંબંધી શ્રી મહાનિશીથ સૂત્રમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. જેમ સાધુઓને યોગોદ્વહન વિના સિદ્ધાન્તોનું વાચન અને પઠન આદિ નિષિદ્ધ છે. તેમ શ્રાવકોને ઉપધાનતપ વિના નમસ્કારાદિ સૂત્રોનું ભણવું-ગણવું પણ નિષિદ્ધ છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં ફરમાવ્યું છે કે " से भयवं सुदुक्करं पंचमंगलमहासुअखंधस्स विणओवहाणं पन्नत्तं, एसा निअंतणा कहं बालेहिं किज्जइ ? । गो० । जेणं केणइ न इच्छेज्जा एवं नियंतणं, अविणओवहाणेणं पंचमंगलसुअनाणमहिज्जइ, अज्झावेइ वा, अज्झावयमाणस्स वा अणुन्नं पयाइ, से णं न भवेज्जा पिअधम्मे, न हवेज्जा दढधम्मे, न हवेज्जा भत्तिजुए, हीलिज्जा सुत्तं, हीलिज्जा अत्यं, हीलिज्जा सुत्तत्थोभए, हीलिज्ना गुरुं जेणं हीलिज्जा सुत्तं, से णं आसाएज्जा अतीताणागयवट्टमाणे तित्थयरे, आसाएज्जा आयरिअ-उवज्झायसाहुणो, जेणं आसाएज्जा सुअनाणमरिहंतसिद्धसाहू तस्स णं अणंतसंसारिसागरमाहिंडेमाणस्स तासु तासु संवुडविअडासु चुलसीइलकखपरिसंकडासु सीओसिणमिस्सजोणिसु सुइरं निअंतणा इति । " પ્રશ્ન:- હે ભગવન્! શ્રી પંચમંગલ-મહાશ્રુતસ્કન્ધનું વિનયોપધાન (ઉપધાનતપ) અત્યંત દુષ્કર કહ્યું છે. બાલ આત્માઓ આ નિયંત્રણાને કેવી રીતે ઉઠાવી શકે? ઉત્તર:- હે ગૌતમ! જે કોઈ આત્મા આ નિયંત્રણાને ન ઈચ્છે, અવિનયોપધાન વડે (ઉપધાન તપ કર્યા વિના) શ્રી પંચમંગલ શ્રુતજ્ઞાનને ભણે, ભણાવે કે ભણતાને અનુમોદન આપે, તે પ્રિયધર્મ નથી, દઢધર્મ નથી, ભક્તિયુક્ત નથી, સૂત્રની હીલના કરનારો છે, અર્થની હીલના કરનારો છે, સૂત્ર-અર્થ-તદુભયની હલના કરનારો છે, ગુરુની હીલના કરનારો છે. સૂત્ર, અર્થ યાવત્ ગુરુની હીલના કરનારો આત્મા અતીત, અનાગત અને વર્તમાન તીર્થકરોની આશાતના કરનારો છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓની આશાતના કરનારો છે, પN શ્રી નવકારનું ઉપધાન ૬૯ IN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy