SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જે અપ્રશસ્ત વિષયો, એનું ચિંતન કરવા માત્રથી અશુભ ધ્યાનને ઉત્તેજવા દ્વારા દુર્ગતિને આપવાની તાકાત ધરાવે છે, તો એથી વિરુદ્ધ પ્રશસ્ત વિષયો એનું ચિંતન કરવાથી શુભધ્યાન જગાડે અને તે દ્વારા સદ્ગતિ પમાડે તેમાં આશ્ચર્ય જેવું શું છે? અનુભવ પણ તેમ જ કહે છે. દુર્ગતિદાયક સ્પર્શનેન્દ્રિયનો વિષય આ રીતે તેનું સ્થાન પલટાઈ જવાથી સદ્ગતિનું કારણ બને છે. તેથી જ સાધુભગવંતોનો સ્પર્શ અને તેનું પ્રણિધાન જેના ગર્ભમાં છે એવો પરમેષ્ઠિનમસ્કાર દ્રવ્યનમસ્કાર મટીને ભાવનમસ્કાર બની જાય છે.. અહીં એક વાત અવશ્ય વિચાર માગે છે કે અપ્રશસ્ત વિષયોના ધ્યાનમાં જેવી તીવ્રતા આવે છે તેવી તીવ્રતા પ્રશસ્ત વિષયોના ધ્યાનમાં અનુભવાતી નથી તેથી અપ્રશસ્ત વિષયોનું ધ્યાન દુર્ગતિદાયક બને એ વાત માન્ય છે, પણ પ્રશસ્ત વિષયોમાં જ્યાં સુધી તેવી તીવ્રતા ન આવે ત્યાં સુધી તે સદ્ગતિદાયક કેવી રીતે બને ? આ પ્રશ્ન તદ્દન સાચો છે. માટે જ કહ્યું છે કે ध्यायतो विषयान् पुंसः, सङ्गस्तेषूपजायाते । सडगाडत् संजायते कामः, कामात् क्रोधोऽभिजायते ॥१॥ कोधाद् भवति संमोहः, संमोहात् स्मृतिविभ्रमः । स्मृतिभंशाद् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति ॥२॥ અર્થ- વિષયોનું ધ્યાન કરનાર પુરુષને તેમાં આસક્તિ ઉત્પન્ન થાય છે, આસક્તિથી કામના જાગે છે, કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી મોહ, મોહથી સ્મૃતિભ્રંશ, સ્મૃતિભ્રંશથી બુદ્ધિનાશ અને બુદ્ધિનાશથી સર્વવિનાશ સર્જાય છે. (૧-૨). અપ્રશસ્ત વિષયોના ધ્યાનની પરંપરામાં જે અનર્થો સર્જાય છે, તે સર્વ લોક પ્રસિદ્ધ છે. કિન્તુ પ્રશસ્ત વિષયના ધ્યાનથી સર્જતી અર્થપરંપરાનો પ્રત્યક્ષ અનુભવ બહુ થોડાને થાય છે. એની પાછળ અનેક કારણો છે, તેમાં મુખ્ય કારણ અભ્યાસનો અભાવ છે. અભ્યાસથી જ દરેક વસ્તુ સિદ્ધ થાય છે. પ્રશસ્ત વિષયોના ધ્યાનનો અભ્યાસ કોઈક આત્મા જ કરે છે, પરંતુ જે કોઈ કરે છે તેને તેનું ફળ અવશ્ય મળે છે. શાસ્ત્રોમાં દ્રવ્ય આવશ્યકને ભાવઆવશ્યક બનાવવા માટે જે ક્રમ કહ્યો છે તે ક્રમ મુજબ અભ્યાસ કરવામાં આવે તો દ્રવ્યનમસ્કારને પણ ભાવનમસ્કાર બનાવી શકાય છે. શ્રી અનુયોગદ્વારસૂત્રમાં એ ક્રમ કહ્યો છે કે " से समणे वा० समणी वा तच्चित्ते, तम्मणे, तल्लेसे, तदज्झवसिए, तत्तिव्वज्झवसाणे, तदवोवउत्ते, तदप्पिअकरणे, तब्भावणाभाविए, अन्नत्थ कत्थइ मणं अकरेमाणे, उभओकालं आवस्सयं करेंति " અર્થ- સાધુ, સાધ્વી, શ્રાવક અથવા શ્રાવિકા ઉભયકાળ આવશ્યકને કેવી રીતે કરે ? “તત્ ચિત્તથી' = અહીં “ચિત્ત” શબ્દ સામાન્ય ઉપયોગના અર્થમાં છે અંગ્રેજીમાં તેને ' Attention " (એટેન્શન) કહી શકાય. “તનુમનથી' = અહીં “મન” શબ્દ વિશેષ ઉપયોગના અર્થમાં છે, અગ્રેજીમાં તેને ' Intrest ' (ઇન્ટરેસ્ટ) કહી શકાય. તલ્લેશ્યાથી = અહીં “લેશ્યા' શબ્દનો ઉપયોગ વિશુદ્ધિના અર્થમાં છે, અંગ્રેજીમાં તેને Desire (ડીઝાયર) કહી શકાય. તદ્અધ્યવસાયથી = વિશુદ્ધિનું ચિહ્ન ભાવિતસ્વર છે. જેવો ભાવ તેવો જ ભાવિતસ્વર, એ ઉપયોગની વિશુદ્ધિનું સૂચક છે. જેવો સ્વર તેવું જ ધ્યાન થવા લાગે, ત્યારે તેને તદધ્યવસાય' કહેવાય છે. અંગ્રેજીમાં તેને will (વીલ) કહી શકાય. તે જ ધ્યાન જ્યારે તીવ્ર બને ત્યારે તેને * તત્તિ વ્યવસાને કહેવાય છે અંગ્રેજીમાં તેને " Power of imagination " (પાવર ઓફ ઈમેજીનેશન) કહી શકાય. તવક્કોવડત્તે = તેના અર્થમાં ઉપયુક્ત. અંગ્રેજીમાં તેને Visualisation (વીસ્પેલીગેશન) કહી શકાય. ત્યારબાદ “ તષિયને ' = તેને વિષે અપ્યાં છે સર્વ કરણ જેણે, અંગ્રેજીમાં તેને Indentification (આઈડેન્ટીફીકેશન) કહી શકાય છે. છેવટે “ માવજમવા ' = તેની જ ભાવનાથી ભાવિત થવું, જેને અંગ્રેજીમાં Complete Absorption (કમ્પ્લીટ એબ્સોરપ્શન) કહી શકાય. IN ૧૫ર સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy