SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તચિત્તથી માંડીને “તભાવના ભાવિત' પયતની બધી અવસ્થાઓ અપ્રશસ્ત વિષયોના ચિંતન વખતે જીવને અનાયાસે સિદ્ધ થઈ જાય છે, કારણ કે તેનો અભ્યાસ જીવને અનંત કાળથી છે. પ્રશસ્ત વિષયોના ધ્યાનમાં તેમ બનતું નથી, કારણ કે તેનો ચિરકાલીન અભ્યાસ નથી, પ્રયત્નથી તે સિદ્ધ કરવાનો હોય છે. એટલા માટે શ્રી અનુયોગદ્વારસૂત્રમાં કહ્યું છે કે- “ સનસ્થ થ મ નવ મળે ” અર્થાત્ અન્યત્ર કોઈપણ સ્થળે મનને ન જવા દેવાપૂર્વક આવશ્યકને કરે ત્યારે તે આવશ્યક ભાવઆવશ્યક બને છે. જે વાત આવશ્યકને લાગુ પડે છે તે જ વાત નમસ્કારાદિ કોઈપણ સદ્ અનુષ્ઠાનને લાગુ પડે છે. પંચપરમેષ્ઠિઓમાં રહેલા પ્રશસ્ત વિષયોના ધ્યાનથી જેમ એકાગ્રતા લાવી શકાય છે, તેમ તેઓમાં રહેલા પ્રત્યેક વિશેષગુણને પ્રધાનતા આપીને ધ્યાન કરવામાં આવે તો પણ એકાગ્રતા સાધી શકાય છે. એ એકાગ્રતા દ્રવ્યનમસ્કારને ભાવનમસ્કારમાં પલટવાનું સામર્થ્ય ધરાવે છે. સામાન્ય નિયમ એવો છે કે ચૂલ ઉપરથી સૂક્ષ્મમાં જવું, મૂર્ત ઉપરથી અમૂર્તમાં જવું અને સાલંબનથી નિરાલંબનમાં જવું. વિષયો સ્થૂળ, મૂર્ત અને પરિચિત છે તેથી તેના આલંબન વડે સૂમ, અમૂર્ત અને અપરિચિતમાં પહોંચી શકાય છે. પરમેષ્ઠિ પાંચ છે, વિષયો પણ પાંચ છે. વિષયો પરિચિત છે, પરમેષ્ઠિઓ અપરિચિત છે. પરિચિત વિષયોના આલંબનથી અપરિચિત પરમેષ્ઠિઓના સ્વરૂપનો પરિચય પામી શકાય છે. એ રીતે પાંચ-પાંચનાં પ્રશસ્ત જોડલાં જેટલાં બને તે દરેકનું આલંબન લઈને શ્રી પંચપરમેષ્ઠિના ધ્યાનમાં તન્મય બની શકાય છે અને એ તન્મયતા દ્વારા નમસ્કારને ભાવનમસ્કારમાં બદલી શકાય છે. પાંચ પરમેષ્ઠિઓમાં રહેલાં પાંચ મહાવ્રતો, પાંચ આચારો, સમ્યકત્વનાં પાંચ લિંગો અને ધર્મસિદ્ધિનાં પાંચ લક્ષણો, મૈત્રી આદિ ભાવો, ક્ષમા વગેરે ધર્મો, જે સાધારણ રીતે આપણને પરિચિત છે, તેને પાંચ-પાંચની સંખ્યામાં યોજીને પંચપરમેષ્ઠિનું વિશુદ્ધ પ્રણિધાન થઈ શકે છે. જેમકે, અરિહંતોમાં રહેલી અહિંસા, સિદ્ધોમાં રહેલું સત્ય, આચાર્યોમાં રહેલું અચૌર્ય, ઉપાધ્યાયમાં રહેલું બ્રહ્મચર્ય અને સાધુઓમાં રહેલું આર્કિંચન્ય ઈત્યાદિ. જો કે અરિહંતમાં અહિંસાની સાથે સત્ય વગેરે ગુણો પણ રહેલા છે તેમ સિદ્ધોમાં, આચાર્યોમાં, ઉપાધ્યાયોમાં અને સાધુઓમાં પણ એ દરેક ગુણો રહેલા છે તો પણ ધ્યાનની સગવડ ખાતર પ્રત્યેકમાં એક એક ગુણ જુદો કલ્પીને ચિતવવાથી ધ્યાન સુદઢ થાય છે. એમ સર્વ વિષયમાં આશય સમજવો. આ પ્રણિધાનપૂર્વક થયેલો નમસ્કાર ભાવનમસ્કાર ગણાય છે અને તેના ફળરૂપે જીવને બોધિલાભ, સ્વર્ગનાં સુખો તથા પરંપરાએ સિદ્ધિગતિનાં અનંત અને અવ્યાબાધ સુખો પણ મળી શકે છે. ताणं अन्नं तु नो अस्थि, जीवाणं भवसायरे । वुहुंताणं इमं मुत्तुं, नमुक्कारं सुपोययं ॥ ભવસાગરમાં બૂડતા એવા જીવોને આ નવકારરૂપી નાવને છોડીને બીજું કોઈ ત્રાણ એટલે રક્ષણ આપનાર નથી. तप्पणइणं तम्हा, अणुसरियबो सुहेण चित्तेण । एसो व नमुक्कारो, कयन्नुयं मन्नमाणेणं ॥ તેટલા માટે આ નમસ્કારનું સૂત્રથી પ્રણયન કરનારા ગણધરભગવંતો અને અર્થથી પ્રકાશન કરનારા તીર્થંકરભગવંતો પ્રત્યે આત્માની કૃતજ્ઞતા અથવા કૃતાર્થતા માનવા વડે શુભ ચિત્તથી સ્મરવો જોઈએ, ધ્યાવવો જોઈએ. AN મહામંત્રનો ઉપકાર - મહામંત્રનો ઉપકાર ૧૫૩ S List virus Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy