SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ સાત ધાતુ અને દશ પ્રાણ નમસ્કાર કરવા વડે જે અરિહંતની ભક્તિ થાય છે તે અરિહંતપરમાત્મા વડે ‘તે તું જ છે’ એવો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. ‘અરિહંત તું પોતે જ છે' એવો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શ્રી અરિહંતોની ભક્તિ અનિવાર્ય છે. જેની ભક્તિ કરવામાં આવે છે તેનું સ્વરૂપ ભક્તિ કરનારમાં પ્રગટે છે. આત્મામાં અપ્રગટપણે રહેલું અરિહંતસ્વરૂપ શ્રી અરિહંતની ભક્તિ વડે પ્રથમ મન બુદ્ધિ સમક્ષ પ્રગટ થાય છે. મન અને બુદ્ધિને શ્રી અરિહંતના ધ્યાનમાં પરોવવાથી, તે બંને સમક્ષ ભક્તિ કરનારમાં છુપાયેલું અરિહંતસ્વરૂપ પ્રત્યક્ષ થાય છે. શ્રી અરિહંતભક્તિનો આ પ્રભાવ છે. આથી શ્રી અરિહંતની ભક્તિ મન-વચન-કાયાથી ક૨વા, કરાવવા અને અનુમોદવા વડે સાતેય ધાતુ ભેદાય તે રીતે અને દશેય પ્રાણો તેમાં પરોવાય તે રીતે ક૨વા યોગ્ય છે. જ્યારે શરીર રોમાંચિત થાય અને ચક્ષુઓમાં હર્ષનાં આંસુઓની ધારા વહેવા લાગે ત્યારે સમજવું કે શ્રી અરિહંતની ભક્તિમાં સાતેય ધાતુ અને દશેય પ્રાણ ઓતપ્રોત થયા છે. આથી શ્રી અરિહંતની ભક્તિ ત્રિકરણ યોગે કરવાનું વિધાન છે. જ્યારે ત્રણેય યોગ અને ત્રણેય ક૨ણ શ્રી અરિહંતના ધ્યાનમાં પરોવાય ત્યારે અંતઃકરણ નિર્મળ થાય છે અને નિર્મળ અંતઃકરણમાં અરિહંતતુલ્ય આત્માનું શુદ્ધસ્વરૂપ પ્રતિબિંબિત થાય છે. પરમાત્મ-સમાપત્તિ વિષયની સમાપત્તિ અર્થાત્ ત્રણ કરણથી-ત્રણ યોગથી થતું વિષય ( Object )નું ધ્યાન આત્માને તદ્રુપ બનાવે છે, જ્યારે આત્મા ( Subject ) ની સમાપત્તિ અર્થાત્ ત્રણ કરણથી, ત્રણ યોગથી થતું શુદ્ધાત્માનું ધ્યાન આત્માને પરમાત્મસ્વરૂપ બનાવે છે. વિહિત અનુષ્ઠાનને પણ શાસ્ત્રોક્ત વિધાનાનુસાર ક૨વાથી પરમાત્માની સાથે સમાપત્તિનું કારણ બને છે કારણ કે શાસ્ત્રોક્ત અનુષ્ઠાન કરતી વખતે શાસ્ત્રના કહેનારા શાસ્ત્રકારો ઉપર પણ બહુમાનગર્ભિત અંતરંગપ્રીતિ થાય છે તે પ્રીતિ પરમાત્મ-સમાપત્તિનું કારણ બને છે. વિહિત અનુષ્ઠાન દ્વારા થતું પરમાત્મ-સ્મરણ પરમાત્મ-સમાપત્તિનું કારણ બને છે, કારણ કે તે સ્મરણ બહુમાનગર્ભિત હોય છે. ભગવાનની આજ્ઞાનું આરાધન એ બહુમાનગર્ભિત એક પ્રકારનું પરમાત્મ-સ્મરણ જ છે. તેથી ભગવાનનું નામગ્રહણ અને પ્રતિમાપૂજન પણ ભગવાનની આજ્ઞાના આરાધનરૂપે કરવાનું હોય છે. આજ્ઞાના આરાધનમાં આજ્ઞાકારકનું બહુમાનગર્ભિત સ્મરણ રહેલું છે, તેથી તે સમાપત્તિનું સરળ સાધન બને છે. ભગવાનના સ્મરણને અને ક્લિષ્ટકર્મને સહઅનવસ્થાન લક્ષણ (એકી સાથે બન્ને ભેગાં ન રહી શકે તેવો) વિરોધ છે. જ્યાં બહુમાનગર્ભિત ભગવત્સ્યરણ હોય, ત્યાં સંસારભ્રમણના કારણભૂત ક્લિષ્ટકર્મ ટકી શકતાં નથી. ભગવત્સ્યરણ મિથ્યામોહનો નાશ કરીને આત્માના શુદ્ધસ્વરૂપની સાથે એકતાનું ભાન પેદા કરાવે છે. મંત્રાત્કમક બે પદો નમામિ સત્વ-નિબાળ | સ્વામિ સવનીવાળ || વર્ણ-૧૬ અર્થ ભાવના :- ‘જિનસ્વરૂપ પ્રાપ્ત થયેલ સર્વને હું નમું છું, કેમ કે તેઓ તરફથી મને અનુગ્રહ પ્રાપ્ત થાય છે કે જે અનુગ્રહ વડે હું મારા જિનસ્વરૂપને પામું છું. જિનસ્વરૂપને પામવામાં મારાથી થતાં પ્રમાદ, અજ્ઞાન અને મિથ્યાત્વને હું નિંદું છું. મારા તે અપરાધને સર્વ જીવો પાસે હું ખમાવું છું. સર્વ જીવોને જિનસ્વરૂપની પ્રાપ્તિ માટે આલંબનરૂપ થવામાં થતાં વિલંબ અને વિઘ્નરૂપ મારા અપરાધોની હું ક્ષમા માગું છું. સર્વ જીવો મારા તે અપરાધોને ખમો-મને ક્ષમા આપો.’ ૨૮૮ Jain Education International For Private & Personal Use Only ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy