________________
એ રીતે અર્થભાવનાપૂર્વકના થતા આ બે પદોના ધ્યાનથી અને સ્મરણથી મારા આત્માને હું શુદ્ધ-નિર્મળ કરું છું. રાગાદિથી ભિન્ન અને જ્ઞાનાદિથી અભિન્ન એવા મારા શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ અર્થે મંત્રસ્વરૂપ આ બે પદોનું હું નિરંતર ભાવથી સ્મરણ કરું છું.
નમામિ સર્વ-નિબાળ |
-
આ મંત્રથી સર્વ ઉપકારીઓને નમસ્કાર છે. શ્રેષ્ઠ ઉપકાર આપણને ‘ત્તયા. પરમાત્મા વનીવાત્મા' અર્થાત્ ‘દ્રવ્યથી પરમાત્મા એ જ જીવાત્મા છે' એવું જ્ઞાન આપનારનો છે. સર્વ જિનો જીવમાત્રને જિનસ્વરૂપ જુએ છે, અજિનસ્વરૂપને જોવા છતાં ય ન જોવા બરાબર કરે છે અને જિનસ્વરૂપને આગળ કરી ઉત્તેજના આપે છે તેથી તેઓ સર્વશ્રેષ્ઠ ઉપકાર કરી રહ્યા છે. તેઓને થતો નમસ્કાર કૃતજ્ઞતાગુણ અને જ્ઞાનગુણ ઉભયને વિકસાવે
છે.
સ્વમામિ સવ્વનીવાળું ।
સર્વ જીવોમાં સત્તાથી જિનસ્વરૂપ હોવા છતાં, તેને તે સ્વરૂપે ન જોવારૂપ અપરાધને હું ખમાવું છું. તે અપરાધોને ખમાવવાથી તે સ્વરૂપને જોનારા ઉપકારીઓને કરાતો નમસ્કાર તાત્ત્વિક બને છે. नमामि सव्य- जिणाणं । खमामि सव्व-जीवाणं ।
શબ્દાર્થ - ‘સર્વ જિનોને હું નમું છું. સર્વ જીવોને હું ખમું છું.'
ભાવાર્થ - ‘નમું છું એટલે તેઓના ઉપકારને સ્વીકારું છું. ખમું છું એટલે મારા અપકારને કબૂલું છું.’
મારા ઉપર થયેલા, થઈ રહેલા અને થનારા બધા ઉપકારીઓના ઉપકારને હું કૃતજ્ઞભાવે સ્વીકારું છું. મારા તરફથી થયેલા, થઈ રહેલા અને થનારા બધા અપકારોને હું સ૨ળભાવે કબૂલું છું અને ફરી નહિ કરવાના ભાવથી ક્ષમા માગું છું.
મોટામાં મોટો ઉપકાર આપણું જિનસ્વરૂપ જેઓ જોઈ રહ્યા છે અને તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણા અપરાધોની ક્ષમા આપી રહ્યા છે તેઓનો છે.
તેમની કરુણા અને મૈત્રી, તેમનો પ્રમોદ અને તેમનું માધ્યસ્થ્ય મારા જિનસ્વરૂપની પ્રાપ્તિમાં ઉપકારક છે. આથી તેમની હું સ્તુતિ કરું છું અને મારામાં તે ચારેય ભાવો સર્વ જીવો પ્રત્યે પ્રગટે એવી પ્રાર્થના કરું છું. તેથી વિપરીત મારા ભાવોને હું નિંદુ છું-ગહું છું અને સર્વ જિનોની સમક્ષ તેની ક્ષમા પ્રાર્થુ છું અને સર્વ જીવોની સમક્ષ તેઓ પ્રત્યે આચરેલા અપરાધોની ક્ષમા યાચું છું. સર્વ જીવોનું પ્રચ્છન્ન જિનસ્વરૂપ જોઈને તેઓ પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્યભાવને વિકસાવું છું.
ઋણમુક્તિ એ કૃતજ્ઞતા અને પરોપકારની ફરજના સ્વીકારમાંથી નિષ્પન્ન થાય છે. ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતાભાવ અને અપકારી પ્રત્યે પણ ઉપકાર ક૨વાનો ભાવ આવ્યા વિના ઉભય ઋણમાંથી મુક્તિ અસંભવિત
છે.
એક ઋણ ઉપકાર લેવાથી થાય છે, બીજું ઋણ અપકાર કરવાથી થાય છે. આથી ઉભયૠણની મુક્તિ માટે ‘નમામિ’. અને ‘ધ્વનિ' બંને ભાવોના આરાધનની સરખી જરૂર છે.
‘નમો' પદનું મહત્ત્વ
‘નમો’ પદનો એક અર્થ દ્રવ્યભાવસંકોચ છે.
દ્રવ્યથી કાયા અને વાણીનો તથા ભાવથી મન અને બુદ્ધિનો બાહ્ય પદાર્થોમાંથી સંકોચ સાધીને તથા તેને આત્માભિમુખ બનાવીને સર્વ મહાપુરુષો પરમપદને પામ્યા છે.
અનુપ્રેક્ષાકિરણ ૨
Jain Education International
For Private & Personal Use Only
૨૮૯
www.jainelibrary.org