SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તરસનો ઉત્પાદક ‘નમો અરિહંતાણં’ એ મહામંત્ર છે, શાશ્વત છે અને શાન્તરસનું પાન કરાવના૨ છે. શાન્તરસ એટલે રાગ-દ્વેષવિનિમુક્ત માત્ર જ્ઞાનવ્યાપાર, તેને નમસ્કાર. ‘નિં’ એ મોહાદિ શત્રુઓનો નાશક છે, તેથી ત્રાણસ્વરૂપ છે. ‘અરિહં' શબ્દ શત્રુનાશક, પૂજ્યતાનો વાચક તથા શબ્દબ્રહ્મનો સૂચક હોવાથી શાન્ત રસોત્પાદક છે. શાન્તરસ, સમતા૨સ, ઉપશમ રસ એ બધા શબ્દો એકાર્થક છે. રાગદ્વેષ અને સુખદુઃખના સંવેદનથી પર એવો જ્ઞાનરસ એ જ અહીં શમરસ છે, એ જ સમતા૨સ છે અને એ જ શાન્તરસ છે. ‘નમો અરિહંતાળું” એ મંત્ર જ્ઞાનચેતના પ્રત્યે ભક્તિ ઉત્પન્ન કરી તેમાં જીવને તલ્લીન બનાવે છે. નમો' મંત્ર એ અનાહતસ્વરૂપ છે ‘નમો’મંત્ર એ ઉચ્ચારણમાં સરલ, અર્થથી રક્ષણહાર અને ફળથી ઊર્ધાતિઊર્ધ્વ ગતિમાં લઈ જનાર છે તેથી મહામંત્ર છે. ઉચ્ચારણ કરતાં જ તે સર્વ પ્રાણોને ઊંચે લઈ જાય છે અને તે સર્વ પ્રાણોને ૫૨માત્મામાં વિલીન કરી આપે છે. શબ્દથી સ૨લ, અર્થથી મંગલ અને ગુણથી સર્વોચ્ચ છે. નમ્રતા એ સર્વ ગુણોની ટોચ છે. પોતાની જાતને અણુથી પણ અણુ જેટલી માનનાર જ મહાનથી મહાન તત્ત્વની સાથે સંબંધમાં આવી શકે છે. પૂર્ણતા એ શૂન્યતાનું જ સર્જન છે. ‘નમો’ મંત્રમાં શૂન્યતા છુપાયેલી છે તેથી જ તે પૂર્ણતાનું કારણ બને છે. ‘નમો’ એ અનાહતસ્વરૂપ છે, કેમ કે-તે ભાવપ્રધાન છે. જ્ઞાન અક્ષરાત્મક છે અને ભાવ અનક્ષરસ્વરૂપ છે, તેથી તેનું આલેખન અનાહત દ્વારા જ થઈ શકે છે. વળી જ્ઞાનોપયોગની સ્થિતિ અંતર્મુહૂર્તથી વધુ નથી. ભાવની સ્થિતિ અવ્યાહત છે. તે કાયમી હોવાથી તેનું આલેખન કે આકલન શબ્દ દ્વારા થઈ શકતું નથી. પરમાત્મા માત્ર જ્ઞાનગ્રાહ્ય નથી કિન્તુ ભાવગ્રાહ્ય છે. ‘નમો’ પદ એ ભાવસ્વરૂપ અને ભક્તિસ્વરૂપ હોવાથી તે દ્વારા પરમતત્ત્વની અનુભૂતિ થઈ શકે છે. છદ્મસ્થો માટે જ્ઞાનનો જ્યાં અંત છે, ત્યાં ભાવનો પ્રારંભ છે. જ્ઞાન દ્વૈતસ્વરૂપ છે, કારણ કે-તે પૃથક્કરણ કરે છે; જ્યારે ભાવ અદ્વૈતસ્વરૂપ છે, કારણ કે-તે એકીકરણ કરે છે. આથી પરમાત્મા સાથેનું અદ્વૈત, નમસ્કારભાવ દ્વારા જ સાધી શકાય છે. રુચિઅનુયાયી વીર્ય નમસ્કારભાવ પ્રશંસાત્મક છે. તેમ જ આદર, પ્રીતિ અને બહુમાનવાચક છે. નમસ્કારભાવ વડે ૫૨મતત્ત્વ પ્રત્યેની અભિરુચિ પ્રગટ કરાય છે. જ્યાં રુચિ ત્યાં જ વીર્ય પ્રવૃત્ત થાય છે. આથી આત્માનું વીર્ય અને આત્માનીશક્તિને ૫૨માત્મભાવ તરફ વાળવા માટે એક ‘નો’ ભાવ દ્વારા પ્રગટતી રુચિમાં તે સામર્થ્ય છે. ભાવની ઉત્પત્તિ જ્ઞાનથી છે પણ જ્ઞાન પોતે ભાવસ્વરૂપ નથી. ભાવમાં જ્ઞાન તો છે જ, પરંતુ તેથી કાંઈક અધિક હોવાથી ભાવ અધિક પૂજ્ય છે. ભાવશૂન્ય જ્ઞાનની કિંમત કોડીની નથી. અલ્પજ્ઞાનથી યુક્ત પણ શુદ્ધ ભાવની કિંમત અગણિત છે. પરમાત્મા ચિન્મય-જ્ઞાનાનંદમય છે, જેથી તે ભાવગ્રાહ્ય છે. સર્વ ભાવોમાં શ્રેષ્ઠ ભાવ શ્રી નમસ્કા૨નો ભાવ છે. શ્રી નમસ્કાર ભાવમાં નમસ્કાર્ય પ્રત્યે સર્વસ્વનું દાન અને સર્વસ્વનું સમર્પણ ક૨ાય છે જેથી તેનું ફળ અગણિત, અચિંત્ય અને અપ્રમેય છે. સર્વ પાપોને ભેદવા માટે તે સમર્થ છે અને સર્વ મંગલોને ખેંચી લાવવા માટે તે અમોઘ છે. અનુપ્રેક્ષાકિરણ ૨ Jain Education International For Private & Personal Use Only ૨૭૧ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy