SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ અનાહતભાવનું સામર્થ્ય અનાહતના આલેખનમાં ત્રણ આંટા વગેરે છે તે ભાવ સંબંધી જણાય છે અર્થાત્ તે ઉત્તરોત્તર ભાવની વૃદ્ધિ (Spiral)ના સૂચક છે. આગમનો સાર ‘નમો' ભાવ છે. મંત્ર અને યંત્રનો સા૨ ‘અનાહત' છે. ‘નો’ ભાવ સમતાની વૃદ્ધિ કરે છે અને તે સમતા અનાહત છે. તેને સૂચવવા માટે ત્રણ આંટા વગેરેનું આલેખન છે. અનાહત એક પ્રકારનો ધ્વનિ પણ છે તે અટક્યા વિના ચાલ્યા કરે છે. તે જણાવવા માટે તેનું આલેખન વર્તુલ (Circle)થી ન કરતાં કમાન (Spiral)થી કરેલું હોય છે. વ્યક્તિ (Personal)માંથી જાતિ (Impersonal)માં અને વ્યષ્ટિ (Individual) માંથી સમષ્ટિ (Universal)માં જવા માટે ભાવ જ સમર્થ છે. માત્ર જ્ઞાન કે ક્રિયામાં તે સામર્થ્ય નથી. ભાવ જ્યાં સુધી વિશ્વવ્યાપી ન બને ત્યાં સુધી તે આહત છે. તે જ્યારે સર્વવ્યાપી બને ત્યારે અનાહત થાય છે. જ્ઞાન અને ક્રિયાનાં ફળ પરિમિત છે અને ભાવનું ફળ અપરિમિત છે, તે અનાહતનું આલેખન સૂચવે છે. ભાવમાં સમર્પણ અને સંબંધ છે તેથી તે પૂજ્ય છે. પૂજ્યતાનું અવચ્છેદક દાન છે પરંતુ ગ્રહણ નહિ. સર્વોત્કૃષ્ટ દાન તે સમતાભાવનું દાન છે. સમતાભાવ સર્વ માટે સમાનભાવ ધરાવે છે, તેથી તે અનાહત છે. નમસ્કાર એ પ્રથમ ધર્મ શા માટે ? જૈનાગમનું પ્રથમસૂત્ર શ્રી પંચમંગલ યાને નમસ્કારસૂત્ર છે. તેનું પહેલું પદ ‘નમો’ છે. એ નમસ્કાર ક્રિયાના અર્થમાં વ્યાકરણમાન્ય અવ્યય પદ છે. એનો અર્થ ‘હું નમસ્કાર કરું છું' એવો થાય છે. આથી ‘નમો અરિહંતાણં’ નો વાચ્યાર્થ ‘હું અરિહંત પરમાત્માઓને નમસ્કાર કરું છું' એવો થાય છે. અહીં ‘નમો’ પદ પ્રથમ મૂકીને એ સૂચવ્યું છે કે, નમસ્કાર એ પ્રથમ ધર્મ છે. નમસ્કાર એ ધર્મ તરફ પ્રયાણ કરવા માટે મૂળભૂત મૌલિક વસ્તુ છે. નમસ્કારથી શુભભાવ જાગે છે, શુભભાવથી કર્મક્ષય થાય છે અને કર્મક્ષયથી સકલ કલ્યાણની સિદ્ધિ થાય છે. મિથ્યાભિનિવેશનું પરમ ઔષધ જીવનું સંસા૨પરિભ્રમણ અજ્ઞાનને કારણે છે અને મિથ્યાત્વ તેની પુષ્ટિ કરે છે. અજ્ઞાન હોવા છતાં ‘હું સમજદાર છું, ‘હું બુદ્ધિશાળી છું’ અને ‘હું જ્ઞાની છું.' એવા મિથ્યાભિમાનનું જ બીજું નામ મિથ્યાત્વ છે. અજ્ઞાન હોવા છતાં જ્ઞાનીને શરણે ન જવું એ મિથ્યાભિનિવેશ છે. એના કારણે અજ્ઞાનજન્ય દોષ ટળતો નથી પણ ઊલટો દૃઢ બને છે. નમસ્કારમંત્ર એ મિથ્યાભિનિવેશનું ઔષધ છે. નમસ્કારમાં ‘હું અજ્ઞાન છું' એવી કબૂલાત છે. એ કબૂલાત અજ્ઞાનની ગર્હા કરાવે છે, જ્ઞાનીની સ્તુતિ કરાવે છે તથા જીવમાં સરળભાવ પ્રગટાવે છે અને સરળતા જ મોક્ષમાર્ગની પ્રથમ શરત છે. જેમ બાળક અજ્ઞાન છે પણ તે માતાપિતાના શરણે રહે છે, તો જ્ઞાની પણ થાય છે અને સુખી પણ થાય છે. પરંતુ અજ્ઞાનની સાથે રહેવાની જો હઠ હોય અને પોતાથી અધિક જ્ઞાનીને શરણે રહેવાની તૈયારી ન હોય તો તે ૨૭૨ Jain Education International For Private & Personal Use Only ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy