SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તે નવકારનો પ્રભાવ વર્ણવતાં કહ્યું છે કેताव न जायइ चित्तेण चिन्तियं, पत्थियं, च वायाए । काएण समाढत्तं, जाव न सरिओ नमुक्कारो ॥ અર્થ - ચિત્તથી ચિતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી, જ્યાં સુધી શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારનું સ્મરણ કરવામાં આવ્યું નથી. શ્રી નવકારમંત્રનું મહત્ત્વ યથાર્થ રીતે સમજવા માટે શાસ્ત્રદષ્ટિ, આગમદષ્ટિ અથવા આગમાનુસારી અતિસૂક્ષ્મ જ્ઞાનદષ્ટિની આવશ્યકતા છે. સર્વકાળના સ્વ-પર આગમવેદી ઋતધરમહર્ષિઓએ અડસઠ અક્ષરવાળા આ નાનકડા સૂત્રને મહામંત્ર અને મહાશ્રુતસ્કંધ તરીકે સ્વીકારેલ છે. તેનાં મુખ્ય કારણોનો વિચાર કરતાં એમ લાગે છે કે ધનવાનની સેવા વિના જેમ ધનસિદ્ધિ થતી નથી, એમ ધર્મવાનની સેવા વિના ધર્મની સિદ્ધિ પણ અશક્ય છે. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા લલિતવિસ્તારાનામક ચૈત્યવંદન-સૂત્રની ટીકામાં ફરમાવે છે કે, “ધર્મ પ્રતિ મૂર્વમૂતા વન્દના ' ધર્મમાર્ગમાં જીવને આગળ વધવામાં મૂળભૂત કોઈ પણ કારણ હોય તો ધર્મસિદ્ધ પુરુષોને ભાવથી કરવામાં આવતી વંદના જ છે. એ વંદનાથી આત્મક્ષેત્રમાં ધર્મબીજનું વપન થાય છે અને તેમાંથી ધર્મચિંતારિરૂપ અંકુરાઓ તથા ધર્મશ્રવણ અને ધર્માચાર આદિરૂપ શાખા પ્રશાખાઓ તથા સ્વર્ગ-અપવર્ગ (મોક્ષ) આદિનાં સુખોની પ્રાપ્તિરૂપ ફૂલફળાદિ પ્રગટે છે. શ્રી અરિહંતાદિ પાંચે પરમેષ્ઠિઓનું મહત્ત્વ ધર્મસિદ્ધિ અને કેવળ ધર્મની સાધનાના કાર્ય ઉપર અવલંબેલું છે. તેથી ધર્મના અર્થી આત્માને માટે ધનના અર્થી જીવોને ધનવાન પ્રત્યેના આદરની જેમ, ધર્મસાધક અને ધર્મસિદ્ધ પુરુષો પ્રત્યેના આદરનું કાર્ય અનિવાર્ય થઈ પડે છે. ધર્મના અર્થી માટે જેમ ધર્મસ્વરૂપ શ્રી પંચપરમેષ્ઠિઓને નિત્ય અનેકશઃ નમસ્કાર કરવાનું કાર્ય અનિવાર્ય થઈ પડે છે, તેમ જેમનામાં હજી ધર્મનું અર્થીપણું યોગ્ય પ્રમાણમાં જાગ્રત થયું નથી, તેમનામાં પણ તે જગાડવા માટે તેમણે પરમેષ્ઠિઓને શ્રી નમસ્કાર સ્વરૂપ શ્રી નમસ્કારમંત્રના સ્મરણાદિનું અવલંબન લેવું તે અતિ અગત્યનું થઈ પડે છે. ધર્મ પ્રત્યેની સહજ-સાધ્ય પ્રીતિ બહુ ઓછાને હોય છે. બાકીનાને સતત સત્રયાસ દ્વારા તે સાધવી પડે છે તે ઉભય પ્રકારની પ્રીતિ નમસ્કાર વડે સિદ્ધ થાય છે, તેથી ધર્મરૂપી આંતરધનની ઝંખનાવાળા પુરુષો “નમસ્કાર” પ્રત્યે સદા આદરયુક્ત ચિત્તવાળા રહે, તેમાં કોઈ જ આશ્ચર્ય નથી. આથી સિદ્ધ થાય છે કે અંકગણિતમાં જેટલું મહત્ત્વ એકડાનું છે તેટલું જ મહત્ત્વ ધર્મક્ષેત્રમાં પરમેષ્ઠિ નમસ્કારનું છે. એકડા વિનાનાં મીંડાં જેમ મિથ્યા છે-શૂન્યસ્વરૂપ છે, તેમ ધર્મમય અને ધર્મસ્વરૂપ પરમેષ્ઠિઓ પ્રત્યે નમવાના ભાવ વિનાનાં ધર્માનુષ્ઠાનો પણ શૂન્ય છે, ફળરહિત છે. છાર ઉપર લીંપણ કે ઝાંખર ઉપર ચિત્રામણ જેમ ટકી શકતાં નથી, તેમ ધર્મીઓને નમસ્કાર વિનાનાં ધર્માનુષ્ઠાનો પણ ક્ષણજીવી છે. મૂળ વિનાના વૃક્ષ કે પાયા વિનાનાં મકાન જેમ નાશ પામવાને જ સર્જાયેલાં છે, તેમ શ્રી પંચપરમેષ્ઠિભગવંતો પ્રત્યે ભક્તિભાવ વિનાનાં તપ, જપ, શ્રુત કે ચારિત્ર પણ ફળના અનુબંધરહિત છે, ઊંચે ચડાવીને નીચે પટકનારાં છે. એ જ અર્થને બતાવનાર ગાથા “શ્રી નવકારબૃહતફળપ્રકરણ'માં નીચે મુજબ કહી છે. सुचिरंपि तवो तवियं, चिन्नं चरणं, सुयं च बहुपढियं । जइ ता न नमुक्कारे रइ, तओ तं गयं विहलं ॥ અર્થ - લાંબા કાળ સુધી તપને તપ્યો, ચારિત્રને પાળ્યું તથા ઘણાં શાસ્ત્રોને ભણ્યા, પણ જો “નમસ્કાર'ને વિષે રતિ (પ્રીતિ) ન થઈ તો સઘળું નિષ્ફળ ગયું જાણવું. ચતુરંગ સેનાને વિષે જેમ સેનાપતિ મુખ્ય છે તેમ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તારૂપી ચતુરંગ આરાધનાને N અણમોલ-મહામંત્ર ૧૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy