________________
નવકાર દરેક ગુણની પ્રાપ્તિમાં કેવી રીતે ઉપકારક છે અને દરેક અવગુણને તોડવામાં કેવી રીતે સહાયક છે, તે તે પદાર્થોને પ્રેકટીકલ રીતે બતાવતાં ચિંતનો-લેખો વાંચતા આપણને નવકારના અચિત્ત્વમહિમાનો ખ્યાલ આવે છે.
નમસ્કારમહામંત્રની સાધનાના જિજ્ઞાસુ ભાવિકોની એક ચાહના હતી કે, પૂજ્યપાદશ્રીના નમસ્કારને લગતાં બધાં જ પુસ્તકો જો એક વોલ્યુમ તરીકે પ્રગટ થાય તો ખૂબ જ ઉપયોગી થાય.
વોલ્યુમ માટે વધુ અભિપ્રાય મળતાં વોલ્યુમરૂપે છપાવવાનું નક્કી કર્યું.
શાસ્ત્રને સન્મુખ રાખીને તૈયાર થયેલ લેખો-ચિતનોનાં પુસ્તકોને ક્રમબદ્ધ ગોઠવણીપૂર્વક સંપાદન કરવા માટે અમે પૂજ્યપાદશ્રીનાં પ્રશિષ્યરત્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રધોતનસૂરીશ્વરજી મહારાજને વિનંતિ કરી કે આપશ્રી પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજનવિજ્યજી ગણિવર્યશ્રીને આ કાર્ય માટે અનુમતિ આપો જેથી પૂજ્યપાદશ્રીની આ કૃતિઓનો પુનરુદ્ધાર થાય અને જિજ્ઞાસુ આત્માઓ તેનો આસ્વાદ પામી શકે.
અમને જણાવતા આનંદ થાય છે કે ઉપરોક્ત પૂજ્યોની ગુરુભક્તિના તથા પૂજ્યપાદશ્રીજીના પ્રબળ પુણ્યપ્રભાવે કાર્ય સરળતાથી થયું અને પૂજ્યપાદશ્રીજીનાં ગ્રંથોનાં વાંચન દ્વારા જ ધર્મમાં સ્થિર થયેલા મહાનુભાવોએ આર્થિક પ્રશ્ન તો આવવા જ દીધો નથી. જે અમારા માટે ખૂબ જ ગૌરવનો પ્રસંગ બન્યો છે. જેમણે આર્થિક સહકાર આપ્યો છે તેમનો હાર્દિક આભાર માનીએ છીએ.
આ ગ્રન્થનાં પદાર્થોનાં વાંચન દ્વારા આપણા આત્માને ત્રણ લોકમાં દીપકસમાન પંચપરમેષ્ઠિમંત્રમય બનાવી સિદ્ધિગતિના શિખરને સર કરવા સદ્ભાગી બનીએ.
–પ્રકાશક નમો અરિહંતાણ” પદની અનુપ્રેક્ષા ગુણપ્રકર્ષવાનનું બહુમાન એ કર્મરૂપી વનને બાળવા માટે દાવાનલ સમાન છે. એમાં કોઈ તકને અવકાશ નથી. વસ્તુનો સ્વભાવ તર્કની અપેક્ષા રાખતો નથી. અરિહંતો ગુણના પ્રકર્ષવાળા છે, તેથી તેમની ભક્તિ, બહુમાન, આદર એ પૂર્વસંચિત કર્મના પુજના પુજને | બાળી નાંખનાર છે, એમાં કોઈ સંદેહ નથી. સંદેહ એ જીવનનો કટ્ટો શત્રુ છે. અગ્નિ બાળે છે, | પાણી ઠારે છે, તે વસ્તુનો સ્વભાવ છે, તેમાં કોઈ તર્ક માંગતું નથી. કેમ કે તે સર્વના | અનુભવનો વિષય છે.
તેવી જ રીતે પ્રભુનું નામ, પ્રભુની સ્થાપના, પ્રભુનું દ્રવ્ય અને પ્રભુનો ભાવ એ ભવરૂપી શીતને હરે છે, કષાયરૂપી અગ્નિને બાળે છે. કષાયરૂપી દાવાનલને શમાવે છે. વિષયની | તૃષાને છીપાવે છે અને કમરૂપી મેલને ધૂવે છે. એ સર્વ સપુરુષોને સ્વસંવેદન અનુભવથી સિદ્ધ થયેલી ચીજ છે. તેથી તેમાં તર્કનો આશ્રય ન લેતાં વસ્તુ - સ્વભાવની શ્રદ્ધાને મુખ્ય બનાવવી ઉચિત છે.
- પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ
Nબૈલોક્યદીપક-મહામંત્રાધિરાજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org