SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકારીએ છીએ ત્યારે તેનું પરિણામ શાન્તિ અને આનંદરૂપે આપણને તથા બીજાઓને પણ અનુભવાય છે. This is the method and process for the realisation of the most Highprocess of highest Sublimation of the soul. નવકારથી યોગ્યતાવિકાસ સંસાર દુઃખરૂપ છે, દુઃખરૂપી ફળવાળો છે અને દુઃખની પરંપરા સર્જનારો છે. દુઃખરૂપ સંસાર ધર્મમંગળથી જાય છે. ધર્મમંગળની પ્રાપ્તિનું સાધન સુકૃતાનુમોદન છે. દુઃખફળરૂપ સંસાર પાપજુગુપ્સાથી જાય છે. દુઃખ એ પાપનું ફળ છે. તેથી પાપની જુગુપ્સા એ દુઃખફલકસંસારના બીજને બાળી નાંખે છે. દુઃખપરંપરકસંસાર અરિહંતાદિ ચારની શરણાગતિથી જાય છે. તેનું સાધન તથાભવ્યત્વનો પરિપાક તથા સહજમળનો હ્રાસ છે. સહજમળનો સ્વભાવ પરના અર્થાત્ કર્મના સંબંધમાં આવવાની યોગ્યતારૂપ છે. તે યોગ્યતાનો હ્રાસ ધર્મના સંબંધમાં આવવાની યોગ્યતા વિકસાવવાથી થાય છે. નવકારના પ્રથમ પાંચ પદરૂપી મૂળ મંત્ર તે યોગ્યતાને વિકસાવે છે. તેથી પરમેષ્ટિપદને પામેલા સત્પુરુષોની સાથે અનુકૂળ સંબંધમાં આવવાનું થાય છે. અનુકૂળ સંબંધ એટલે કૃતજ્ઞતા. પ્રતિકૂળ સંબંધ એટલે કૃતઘ્નતા છે. પ્રથમ પાંચ પદો વડે કૃતજ્ઞતાગુણના પાલનપૂર્વક અનુકૂળ સંબંધ થાય છે, તથા અશુભકર્મ અને તેના આલંબનભૂત અયોગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-ભાવના સંબંધમાં આવવાની જીવની અનાદિકાલીન યોગ્યતા ટળે છે. તથા તે વડે થતી શરણગમનની ક્રિયા ભવની પરંપરાનો હેતુ એવા સહજમળનો નાશ કરે છે. દુષ્કૃતગર્હાની ક્રિયા, ભવની પાપરૂપતાનો જુગુપ્સાભાવ વડે છેદ ઉડાડે છે અને સુકૃતાનુમોદનની ક્રિયા, ભવની દુઃખરૂપતાને ધર્મમંગળના સેવન વડે ટાળી આપે છે. ધર્મમંગળનું સેવન એટલે અહિંસા-સંયમ અને તપનું સેવન. અહિંસાથી પાપ જાય છે, સંયમથી દુઃખ જાય છે અને તપથી કર્મ જાય છે. અહિંસાનું સાધન જીવો પ્રત્યે મૈત્રીભાવ છે, સંયમનું સાધન પુદ્ગલરાશિ પ્રત્યે વૈરાગ્યનો ભાવ છે અને તપનું સાધન આત્મદ્રવ્ય પ્રત્યે ભક્તિભાવ છે. તીર્થભક્તિ અને તત્ત્વપ્રાપ્તિસ્વરૂપ નવકાર નવકારમંત્રના પ્રથમ પાંચ પદો તીર્થને જણાવે છે અને છેલ્લાં ચાર પદો તીર્થભક્તિના ફળરૂપે પ્રાપ્ત થતા તત્ત્વને જણાવે છે. પ્રથમ પાંચ પદો તીર્થ એટલા માટે છે કે, તેમને કરવામાં આવતો નમસ્કાર તત્ત્વપ્રાપ્તિમાં કારણ બને છે. તત્ત્વ એ આત્મતત્ત્વ છે. તે શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયથી યુક્ત છે. સહજમળના કા૨ણે તે કર્મના સંબંધમાં આવેલું છે. તે સંબંધમાંથી છૂટવાની તેની યોગ્યતા પણ રહેલી છે. તે યોગ્યતાનો વિકાસ તીર્થના સંબંધથી છે. તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ તીર્થ છે, કેમ કે તેમણે પૂર્વતીર્થના સેવનથી શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની પ્રાપ્તિ કરેલી છે. અથવા કરવા માટે સતત પ્રયત્નશીલ છે અને એ માર્ગે ચાલીને તત્ત્વપ્રાપ્તિ ક૨વાનો માર્ગ અતિશયવાળી વાણી અને અતિશયવાળા જીવનથી દર્શાવી ગયા છે. બધા જીવોને તત્ત્વની પ્રાપ્તિ થાઓ’’ એવો તેમનો સંકલ્પ અને ભાવના હોવાથી તેમનું સ્મરણ, ધ્યાન, પૂજન, સ્તવન અને આજ્ઞાપાલન આદિ તત્કાળ ફળે છે. તેથી જ ચૂલિકામાં કહ્યું છે કે-‘એ પાંચને કરેલો નમસ્કાર સર્વપાપોનો નાશ કરે છે અને સર્વમંગળોમાં પહેલું મંગળ બને છે.’’ આત્મતત્ત્વનું અજ્ઞાન અને મોહ એ પાપ હતું તે આત્મતત્ત્વના જ્ઞાન અને અનુપ્રેક્ષાકિરણ ૬ Jain Education International For Private & Personal Use Only ૪૨૯ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy