SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ‘દ્ધિ પદના ભાવનથી પ્રમોદભાવ પ્રગટે છે. તા' પદના ભાવનથી કરણા અને માધ્યશ્મભાવ પ્રગટે છે. “નમો પદ દ્રવ્યની સાથે સંબંધ ધરાવે છે તેથી મિત્રતા અને નમ્રતા પ્રગટે છે. ગરિ પદ ગુણની સાથે સંબંધ ધરાવે છે તેથી પ્રમોદ અને પ્રશંસા તથા “તાળ પદ પર્યાયની સાથે સંબંધ ધરાવે છે, તેથી કારુણ્ય, માધ્યસ્થ અને તટસ્થતા પ્રગટે છે. મૈત્રી કષાયને હણે છે, પ્રમોદ પ્રમાદને અથવા મિથ્યાત્વને હણે છે, કારુણ્ય અવિરતિને હણે છે અને માધ્યશ્ય દુષ્ટયોગોને હણે છે. ચારે ભાવનાઓ મળીને કર્મબંધના ચારે હેતુઓને હણી હિંસાદિ અઢારે પાપસ્થાનકમાંથી પ્રગટ થતાં સર્વ પાપોનો નાશ કરે છે. ૩. ભાવનમસ્કાર ૧. મનની વિશુદ્ધિ, ૨. ચારિત્રનું અનુષ્ઠાન, ૩. ઘોર અને ઉગ્ર તપનું આચરણ, ૪. જિનાજ્ઞાપાલન, ૫. નિર્ગુણ બ્રહ્મની ઉપાસના, ૬. અહંતોનું અધિષ્ઠાન, ૭. મોક્ષલક્ષ્મીનું અધિષ્ઠાન, ૮. ત્રણ લોકમાં અદ્વિતીયસામર્થ્યવાન આત્યનું પ્રણિધાન, ૯. ગુણના સંસર્ગારોપથી સંભેદ અને ગુણના અભેદારોપથી અભેદપ્રણિધાન. પંચપરમેષ્ઠિના ધ્યાનથી આત્માનુસંધાન પ્રથમ અક્ષરમય, પછી પદમય પછી રૂપસ્થ, રૂપાતીત-એ ધ્યાનનો ક્રમ છે. અક્ષર ધ્યાન ( Form and colour ) આકૃતિ અને વર્ણ ઉભય પ્રકારે કરાય છે. મંત્રનો દરેક અક્ષર પવિત્ર છે, કેમ કે તે વડે મંત્ર દેવતાના દેહનું નિર્માણ થાય છે. મંત્રનું આત્મા સાથે-આત્માની ચિલ્શક્તિ સાથે અનુસંધાન થવું તે શબ્દાનુસંધાન છે. નમવું એટલે નમ્રતા દેખાડવી, કૃતજ્ઞતા બતાવવી, આદર-ભક્તિ સન્માનની લાગણી પ્રકટ કરવી. ભક્તિભરપૂર દયનું સૂચન “નો પદથી થાય છે. જેનો પદ વિનયની વૃદ્ધિ કરે છે. મન-વચન-કાયાની શુદ્ધિ કરે છે. વિષયકષાયને શાંત કરે છે. ધર્મધ્યાનને પુષ્ટ કરે છે. કામ-ક્રોધાદિ આંતરશત્રુઓ “નમો પદના ધ્યાનથી પલાયન થઈ જાય છે. અક્ષરમય ધ્યાનથી શબ્દાનુસંધાન, પદમય ધ્યાનથી અર્થાનુસંધાન અને રૂપસ્થ ધ્યાનથી તત્ત્વોનુસંધાન થાય છે. અરિહંતોના ધ્યાનથી પૃથ્વીતત્ત્વ, સિદ્ધોના ધ્યાનથી આકાશતત્ત્વ, આચાર્યોના ધ્યાનથી અગ્નિતત્ત્વ, ઉપાધ્યાયોના ધ્યાનથી જલતત્ત્વ અને સાધુના ધ્યાનથી વાયુતત્ત્વની શુદ્ધિ થાય છે. તત્ત્વ એટલે રહસ્યભૂત વસ્તુ, તે આત્મા છે. પંચપરમેષ્ઠિના ધ્યાનથી આત્માનુસંધાન થાય છે. આત્માનો નવકાર સાથે વાર્તાલાપ નવકારના પ્રથમ પાંચ પદોના સ્મરણ વખતે ઉત્કૃષ્ટ દાતાર એવા પાંચ પરમેષ્ઠિઓની સાથે આપણે વાત કરીએ છીએ. ચૂલિકાના ચાર પદોના સ્મરણ વખતે પરમેષ્ઠિઓ આપણી સાથે વાત કરે છે. આ બે કાર્યો જે બરાબર થાય તો આપણા દ્વારા પરમેષ્ઠિઓ કાર્ય કરે છે. પ્રથમ પાંચ પદો યાદ કરાવે છે કે, There is a source of life. છેલ્લા ચાર પદો તેમની સન્મુખ કરાવે છે તેને જ્યારે આપણે શ્રદ્ધાપૂર્વક ૪૨૮ પત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy