________________
ઉપકારીઓના ઉપકારને જોયા પછી અને મનમાં ભાવિત કર્યા પછી જે મનની વિચારણામાં આવે તે અનુપ્રેક્ષા છે. ઉપકારીઓના ઉપકારો અને ગુણીઓના ગુણો દ્ધયમાં વસ્યા પછી જે વિચારણા થાય તે સાચી અનુપ્રેક્ષા છે.
ઔદયિકભાવ તે પ્રતિકૂળ ઉપસર્ગોની દશા છે. લાયોપશમિભાવ તે અનુકૂળ ઉપસર્ગોવાળી અવસ્થા છે અને ક્ષાયિકભાવ તે તે ઉપસર્ગરહિત અવસ્થા છે. કર્મની ઉદયાવસ્થા જીવને પ્રતિકૂળ છે, ક્ષયોપશમ અવસ્થા અનુકૂળ છે.
પ્રતિકૂળ અવસ્થામાં ખેદ, ઉદ્વેગ અને અનુકૂળ અવસ્થામાં હર્ષ-ઉલ્લાસ અનુભવાય છે. તેથી અનુક્રમે તે પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગોની અવસ્થા કહેવાય છે.
ક્ષાયિકભાવ પૂર્ણ અવસ્થા હોવાથી તેમાં હર્ષોઢિગ અનુભવાતા નથી. તે અવસ્થા કાયમ રહેતી હોવાથી તેનું અભિમાન થતું નથી. અલિપ્તપણે તે દશા પ્રાપ્તગુણોનો બીજા યોગ્ય આત્માઓમાં સંક્રમ કરાવીને અનેકનું કલ્યાણ કરનાર થાય છે. નિર્વિઘ્નપણે સહજ રીતે અનેકાનેક આત્માઓનું કલ્યાણ કરનારી આ દશા હોવાથી તે જ એક ઉપાદેય છે.
નમો પદ વડે ઔદયિકભાવોનો ત્યાગ, મદિં પદ વડે સાયોપથમિક અને ક્ષાવિકભાવોનો આદર અને તાનું પદ વડે પ્રાપ્ત થયેલ ક્ષાયિકભાવ દ્વારા અનેકનું કલ્યાણ અને ત્રાણ થતું હોવાથી ઉપસર્ગરહિત અવસ્થા પ્રાપ્ત કરવાનો તે પરમ ઉપાય છે. નમો અરિહંતાણમાં ચાર ભાવના
મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યથ્ય મૈિત્રીની અભિવ્યક્તિ મુખ્યત્વે મન દ્વારા થાય છે. પ્રમોદની અભિવ્યક્તિ મુખ્યત્વે વચન દ્વારા થાય છે. માધ્યથ્ય અને કારુણ્યની અભિવ્યક્તિ મુખ્યત્વે કાયા દ્વારા થાય છે. ચારે ભાવનાઓ મનમાં ભાવિત થતી હોવા છતાં તેની અભિવ્યક્તિ વિવિધ રીતિએ થાય છે. મૈત્રીભાવથી શુદ્ધ થયેલ મન દ્વારા દ્રવ્યની ઓળખાણ થાય છે. પ્રમોદભાવથી શુદ્ધ થયેલ વચન દ્વારા ગુણોની ઓળખાણ થાય છે. કરુણા અને માધ્યચ્ય વડે શુદ્ધ થયેલ કાયા દ્વારા પર્યાયની ઓળખાણ થાય છે.
દ્રવ્યની ઓળખાણ થવાથી દર્શનગુણ પ્રગટે છે, ગુણની ઓળખાણ સકલગુણોના નાયક જ્ઞાનગુણને ઉત્તેજિત કરે છે અને પર્યાયની સમજ એ ચારિત્રગુણને વિશુદ્ધ કરે છે.
દ્રવ્યની ઓળખાણ મિત્રતાને વિકસાવે છે, ગુણની ઓળખાણ પ્રમોદભાવને વિકસાવે છે, પર્યાયની ઓળખાણ કારુણ્ય અને માધ્યચ્યભાવને વિકસાવે છે.
નમો'પદનું ભાવન નમ્રતાને વિકસાવે છે. પોતે કરેલા અપકાર અને બીજાએ કરેલા ઉપકારના જ્ઞાન અને સ્મરણથી નમ્રતા અને કૃતજ્ઞતા સ્થિર થાય છે, તેમાંથી મૈત્રી અને કરુણા વિકસે છે.
નમો' પદમાં જેમ નમ્રતા છે તેમ કૃતજ્ઞતા પણ છે. પોતાના અપરાધના સ્મરણથી નમ્રતાનુણ અને બીજા દ્વારા થયેલા ઉપકારના ગુણના સ્મરણથી કૃતજ્ઞતાગુણ વિકસે છે.
નમો પદના ભાવનથી નમ્રતા કૃતજ્ઞતા અને મિત્રતા પ્રગટે છે.
IN
અનુપ્રેક્ષાકિરણ
૪૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org