________________
વિવેક દ્વારા નાશ પામે છે. એ વિવેક પંચપરમેષ્ઠિના સ્વરૂપના ધ્યાનથી જાગૃત થાય છે. અજ્ઞાન અને મોહ નાશ પામ્યા પછી અવશેષ રહેલ રાગ-દ્વેષાદિ ચાલ્યા જાય છે ત્યારે બધા પ્રધાનમંગળરૂપ શુદ્ધ આત્મસ્વરૂપનો દ્રવ્ય-ગુણ-પર્યાયથી લાભ થાય છે, તે સર્વમંગળોમાં પ્રથમમંગળ છે.
તીર્થની સેવાથી ઉત્પન્ન થતું પુણ્ય એ પાપનો નાશ કરે છે અને એથી જાગેલો વિવેક ધર્મમંગળ દ્વારા શુદ્ધ આત્મતત્ત્વનો લાભ કરાવે છે. ભાવનમસ્કાર સાર
“વૈખરી” વાણીરૂપ નમસ્કાર મહાશ્રુતસ્કંધ છે. તેનો સાર “મધ્યમા', તેનો સાર “પશ્યતી’ અને તેનો સાર “પરા છે. શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે જેની જીદ્દાના અગ્રભાવ પર નવકાર અખ્ખલિતપણે રમે છે તે જ શ્રુતસાગરના પારને પામી જાય છે, બીજા નહિ. એનો અર્થ એ છે કે નવકારનું સતત રટણ તે જ શબ્દબ્રહ્મમાં નિષ્ણાતપણું છે. શ્રુતનો પાર એટલે પરબ્રહ્મ પમાય છે. રટણ કરનાર તેના અર્થનો જાણકાર જોઈએ એમ ત્યાં જણાવ્યું નથી. કેમ કે શબ્દબ્રહ્મને અર્થ સાથે કોઈ સંબંધ નથી. શબ્દ નિર્વિકલ્પ છે અને અર્થ તે સવિકલ્પ છે. અર્થજ્ઞાન, અનંતગમ પર્યાયસ્વરૂપ છે. નવકારના અર્થનું અલ્પતમજ્ઞાન અને સંપૂર્ણ જ્ઞાન-એની વચ્ચે અંતર ષસ્થાનપતિત છે, તેથી અર્થજ્ઞાનનું મહત્ત્વ રહેતું નથી. જ્યારે નિર્વિકલ્પઉચ્ચાર સૌનો સમાન હોય છે. એવું પણ બને કે અરિહંતાદિનું જ સ્વરૂપ અત્યારે આપણે જાણીએ છીએ તે અયથાર્થ પણ હોય, તે કારણે અર્થજ્ઞાન ગૌણ Secondary અને સૂત્ર એ મુખ્ય Primary છે. સૂત્ર નિર્વિકલ્પ છે, અર્થ સવિકલ્પ છે. તેથી “નમસ્કાર' એ ચૌદ પૂર્વનો સાર છે, પણ તેનો અર્થ નહિ. વધુ અર્થજ્ઞાન હોય તો જ વધુ ભાવ હોય એવો પણ નિયમ નથી. દોષરહિત અને ગુણોપેત સૂત્રોચ્ચારણનું મહત્ત્વ આ દષ્ટિએ ઘણું છે. એષઃ પંચનમસ્કાર
પાપપ્રણાશ અને મંગળપ્રાપ્તિ શ્રી નવકારના ૬૮ અક્ષર એ ચૌદપૂર્વનો સાર અને સમુદ્ધાર છે.” હવે બીજું કશું કહેવામાં ન આવે તોપણ ચાલે. કારણ કે બીજું જે કાંઈ કહેવાશે તે શ્રતઅંતર્ગત થઈ જશે અને તેનો સાર પણ નવકાર જ હશે. સીધો, સાદો, સરળ, વાંચતાની સાથે જ જે અર્થ પ્રગટ થાય તે જ સાર છે. વિશેષ અર્થ કરવા જતાં તેનો પણ સાર નવકાર બનશે.
સર્વ (પાંચ) પરમેષ્ઠિઓને નમસ્કાર તે સાર. એ નમસ્કાર થતાં જ સર્વપાપનો પ્રણાશ અને સર્વમંગળોમાં પ્રથમમંગળનો લાભ તે જ સાર. જે ક્ષણમાં નમસ્કાર તે જ ક્ષણમાં સર્વ (અલ્પ નહિ) પાપનો નાશ અને સર્વ (એક બે નહિ) મંગલમાં પ્રધાન મંગલ છે. તે જ ચૌદપૂર્વનું રહસ્ય, અને બધા મિત્રોની જન્મભૂમિ. અર્થાત્ બધા મંત્ર દેવતાઓ એ વિના પોતાનું રૂપ ધારણ ન કરી શકે. અન્ય કોઈપણ દેવતાનું ધ્યાન અભિન્નપણે નિર્માણ કરવું હોય ત્યારે તે પૂર્વે પંચનમસ્કાર અવશ્ય ધ્યેય છે. તેથી આત્મા મળરહિત થઈ, પરમેષ્ટિમય બની, શીધ્રપણે તે તે દેવતાનું રૂપ ધારણ કરી શકે છે અને તે તે કર્મો (ષટ્કર્મો) ધ્રુવપણે કરી શકે છે. તે કારણે શ્રી સિદ્ધચક્રના ગર્ભમાં પણ નવપદો રહેલાં છે. શબ્દબ્રહ્મથી પરબહ્મની પ્રાપ્તિરૂપ સાર
નવકારરૂપ શબ્દબ્રહ્મમાં નિષ્ણાત થયેલો તત્કાલ પરબ્રહ્મસ્વરૂપ થઈ જાય છે. નિષ્ણાત થયેલો તેને કહેવાય કે જેને નવકાર તત્ત્વથી સમજાયો હોય. નિત નાત ચેન સ નિતિઃ | શ્રુત-સમુદ્રનું અતિગૂઢ અવગાહન કરીને સારરૂપે શ્રી નમસ્કાર મહારત્ન જેણે પ્રાપ્ત કર્યું હોય તે નિષ્ણાત કહેવાય છે.
શબ્દબ્રહ્મરૂપ શ્રુતસમુદ્રના અતિ ઊંડાણમાં પરબ્રહ્મરૂપ મહારત્ન છે. નમસ્કારના ૬૮ અક્ષરો વિના
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education internatio
For Private & Personal Use Only
www.jainelibrary.org