________________
પરબ્રહ્મનો અધિગમ ન થાય એનો અર્થ નમસ્કાર ચાર વાણીરૂપ છે. ચતુર્થ વાણી તે શબ્દબ્રહ્મનું બીજ છે, તે પરાવાણી છે અને તે જ પરબ્રહ્મ છે. નમસ્કાર દ્વારા પરા સુધી પહોંચવાનું છે. ચૂલિકાનો અર્થ સાક્ષાત અનુભવવો તે પરા છે. વિકલ્પ વિના અનુભવવું તે સાક્ષાત અનુભવ છે અને તે જ પરબ્રહ્મનો અધિગમ છે. અધિ એટલે ભાવ સાનિધ્ય અભિન્નાનુભવથી ગમ એટલે જ્ઞાન-કૈવલ્ય અને એ જ ચૌદપૂર્વનું રહસ્ય છે. શબ્દબ્રહ્મમાં નિષ્ણાતતા-નિપુણતા-સિદ્ધતા-વગેરે તેના જ પર્યાયવાચી શબ્દો છે. નમસ્કારાત્મક આત્મા સાર
પંચનમસ્કાર સર્વશાસ્ત્રોની ચાવી છે અને તે જ આપણો યથાર્થ આત્મા છે. આત્મા એ જ નમસ્કાર અને નમસ્કાર એ જ આત્મા. જેને વર્તમાનમાં આપણે આપણો આત્મા માનીએ છીએ તે તત્ત્વતઃ આપણો આત્મા નથી. પરમેષ્ઠિનમસ્કાર દ્વારા અભિન્નપણે અનુભવાતો આપણો આત્મા, તે જ યથાર્થ આત્મા છે-એમ કોઈક જ વિરલાત્મા પંચપરમેષ્ઠિભગવંતોની કૃપાથી જાણી શકે છે. પંચનમસ્કાર એ સાર
- ચૌદપૂર્વનો સાર આત્મજ્ઞાન, પરબ્રહ્મનો અધિગમ, વિવેકખ્યાતિ, તત્ત્વપ્રતીતિ વગેરે તો છે જ પણ વાસ્તવિક સાર તો પંચનમસ્કાર જ છે. કેમ કે તે દ્વારા જ બધી વસ્તુઓનો અધિગમ થઈ શકે છે.
ચૌદપૂર્વનો સાર બધા અરિહંતો કે બધા સિદ્ધો નહિ, પાંચેનો શાશ્વતસમૂહ પણ નહિ, કિન્તુ સાર તો માત્ર પંચનમસ્કાર જ છે. ક્રમશઃ પંચનમસ્કાર થયા પછી આત્માની જે સ્થિતિ તે પંચનમસ્કારમય છે. અર્થાત્ જ્યારે અનુક્રમે છેલ્લો નમસ્કાર લોકમાંના સર્વ સાધુઓને કરવામાં આવે ત્યારે આત્મા પંચનમસ્કારમય થઈ જાય છે, તે જ ચૌદપૂર્વનો સાર છે. પંચનમસ્કાર એ માર્ગ, અવિપ્રણાશ, ખાચાર, વિનય અને સહાય એ પાંચેનું એકીકરણ-અભિનીકરણ છે. શ્રેષ્ઠમંગલ
પંચનમસ્કાર તે જ માર્ગ, તે જ અવિપ્રણાશ, તે જ આચાર, તે જ વિનય, અને તે જ સહાય છે. જેમ પંચનમસ્કાર એ અરિહંતનમસ્કાર આદિથી ભિન્ન છે, તેમ ઉપર્યુક્ત એકીકરણ પણ પ્રત્યેકથી ભિન્ન છે. નમસ્કારમાં સૌથી મહત્ત્વનું પદ “પંચ નમસ્કાર છે, જે ચૌદ પૂર્વનો સાર છે. “gs' શબ્દ બતાવે છે કે આજ નમસ્કાર કે જે પંચમપદના ઉચ્ચાર પછી થયેલ છે તે અર્થાત્ “g' શબ્દ વર્તમાનકાલીન પંચનમસ્કારને સૂચવે છે. દવ' શબ્દ વર્તમાનકાલીન “સર્વપાપપ્રણાશ” અને “સર્વમંગળમાં પ્રથમમંગળ'ને સૂચવે છે. અરિહંતાદિ પાંચ મંગલ છે. અરિહંતસિદ્ધ-સાધુ અને ધર્મ એ ચાર મંગલ છે. પણ તે બધા કરતાં પણ પ્રધાન મંગલ (પ્રધાન-શ્રેષ્ઠમંગલ) પંચનમસ્કાર છે. નવકારમાં દેવ, ગુરુ અને ધર્મતત્વ
નવકારના પ્રથમ બે પદોમાં દેવતત્ત્વ છે, બીજ ત્રણ પદમાં ગુરુતત્ત્વ છે અને છેલ્લાં ચાર પદોમાં ધર્મતત્ત્વ છે. દેવતત્ત્વ દેનાર છે, ગુરુતત્ત્વ દેખાડનાર છે અને ધર્મતત્ત્વ ચખાડનાર છે.
આપણી અંદર રહેલા આત્મતત્ત્વને સાક્ષાત્ આપનાર અર્થાત્ સ્વાનુભૂતિથી ઓળખાવનાર દેવતત્ત્વ સિવાય બીજું કોણ છે? જેની જેને અનુભૂતિ થઈ હોય તે જ બીજાને તેની અનુભૂતિ કરાવી શકે. એ દષ્ટિએ શુદ્ધ આત્માને આપનાર એક દેવતત્ત્વ જ છે. તેથી તેમની ભક્તિમાં “તુંહી-તુંહીં' એવો અનન્યભાવ આવવો જોઈએ.
ગુરુતત્ત્વ એ દેવતત્ત્વ અને તેમાં રહેલી અનન્યશક્તિને દેખાડનાર હોવાથી પૂજ્ય છે. ગુરુતત્ત્વ દ્વારા દેખેલ-જાણેલ આત્મતત્ત્વને ચખાડવાની શક્તિ તેમને નમસ્કાર કરવામાં આવતા ધર્મમાં છે. નમસ્કાર એટલે ‘તભાવપરિણમન.”
અનુપ્રેક્ષાકિરણ ૬
૪૩૧
૪૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org