SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ જે તત્ત્વ દેવતત્ત્વ આપે છે, ગુરુતત્ત્વ દેખાડે છે, તે તત્ત્વને અનુભવવાની શક્તિ આપવાનું કાર્ય ધર્મ કરે છે. આત્મતત્ત્વની અનુભૂતિનો આસ્વાદ લેવાનું કાર્ય ધર્મ દ્વારા થાય છે એટલે અંતિમ દાતાર ધર્મ, આત્મસ્વભાવ બને છે. દેવતત્ત્વમાં બીજરૂપે પરમાર્થભાવ છે. ગુરુતત્ત્વમાં બીજરૂપે સર્વાર્થભાવ છે. અને ધર્મતત્ત્વમાં બીજરૂપે આત્માર્થભાવ છે. ૫રમાર્થભાવ બીજ છે, સર્વાર્થભાવ જલ છે. આત્માર્થભાવ તપ-સંયમરૂપ હોવાથી પવન-પ્રકાશના સ્થાને છે. બધાનું અધિષ્ઠાન આત્મવીર્ય છે અને તે વ્યાપક આકાશના સ્થાને છે. નવકામંત્રમાં પહેલાં બે પદ દેવતત્ત્વને ઓળખાવીને દેવના દેવત્વ પ્રત્યે ભક્તિભાવ જાગૃત કરે છે. બીજાં ત્રણ પદ ગુરુતત્ત્વને ઓળખાવીને ગુરુઓમાં રહેલ મૈત્રીભાવરૂપી ગુરુતા પ્રત્યે આકર્ષણ કરે છે. છેલ્લાં ચાર પદ અનુક્રમે મૈત્રીભાવ વડે પાપનાશ કરી પૂર્ણત્વની ભાવના વડે પ્રધાનમંગળ બને છે. દેવતત્ત્વની આરાધનામાં દ્રવ્યગત પૂર્ણતાનું લક્ષ્ય છે. ગુરુતત્ત્વની આરાધનામાં જાતિગત-ગુણગત એકતાનું લક્ષ્ય છે. ધર્મતત્ત્વની આરાધનમાં પર્યાયગત શુદ્ધતાનું લક્ષ્ય છે. પૂર્ણતાની ભાવનાથી સકલઈચ્છાનિરોધરૂપ વીતરાગતા, ગુણગત એકતાની ભાવનાથી સદિચ્છાનિરોધરૂપ નિગ્રન્થતા અને પર્યાયગત શુદ્ધતાની ભાવનાથી સહજમળઠ્ઠાસ અને તથાભવ્યત્વનો વિકાસ સધાય છે. વસ્તુમાત્રનાં ત્રણ પ્રકારનાં અસ્તિત્વ હોય છે ઃ સ્વરૂપાસ્તિત્વની શુદ્ધિ તે દેવતત્ત્વ છે, સાદશ્યાસ્તિત્વની શુદ્ધિ તે ગુરુતત્ત્વ છે, પર્યાયાસ્તિત્વની શુદ્ધિ તે ધર્મતત્ત્વ છે. સ્વરૂપાસ્તિત્વ અને સાદશ્યાસ્તિત્વ પરસ્પર અવિનિભ્રંગ છે, અવિનાભાવી છે. એકના અભાવમાં બીજાનો અભાવ છે. તેથી વસ્તુની સત્તા ( Belng ) છે. પર્યાયાસ્તિત્વ થવાપણું ( Becoming ) છે. Becoming (પર્યાયમાંથી) ( Being ) દ્રવ્યમાં જવાનું છે. ( Self or Personality ) પૃથક શરીર એ એક પ્રકારનું ઢાંકણ ( Mask ) છે. તેની પાછળ ( soul-spirit ) આત્મા છે (From body to self, From self to soul and From soul to spirit ) એ ક્રમ છે. (અર્થાત્ શરીરથી બહિરાત્મા, બહિરાત્માથી અંતરાત્મા અને અંતરાત્માથી પ૨માત્મદશાનો ક્રમ છે.) નવકારનાં પ્રથમ પાંચ પદ તીર્થસ્વરૂપ-તીર્થને જણાવનારાં છે અને છેલ્લાં ચાર પદો તત્ત્વસ્વરૂપ-તત્ત્વને જણાવનારાં છે. નવકારના પ્રથમ બે પદમાં દેવતત્ત્વ, છે જેમાં દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાનો વિચાર છે. બીજાં ત્રણ પદમાં ગુરુતત્ત્વ, છે જેમાં ગુણાર્થિકનયની પ્રધાનતાનો વિચાર છે. એ રીતે દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ આત્મવસ્તુના સમગ્રવિચારને આવરી લેતો હોવાથી સંપૂર્ણ નવકાર સમગ્રદ્વાદશાંગીનો સાર ગણાય છે, સંપૂર્ણદ્વાદશાંગીના સ્વાધ્યાયથી મળતું ફળ મેળવવાનો અધિકાર નવકારનો જાપ કરનાર પણ બની શકે છે. દ્વાદશાંગી એ નવતત્ત્વમય, દ્રવ્યમય, પંચાસ્તિકાયમય અને ષસ્થાનમય છે. તેમ નવકા૨ પણ નવતત્ત્વમય એ પદ્રવ્યમય, પંચાસ્તિકાયમય, સ્થાનમય ઈત્યાદિ સર્વરૂપે રહેલો છે. નવકાર શબ્દરૂપે, ભાષા, શ્વાસોચ્છ્વાસ, મન અને કર્મની સાથે સંબંધ રાખે છે. અર્થરૂપે શુદ્ધ દ્રવ્ય=ગુણ=પર્યાયની સાથે સંબંધ રાખે છે અને જ્ઞાનરૂપે બુદ્ધિ, ચિત્ત, અહંઆદિ વૃત્તિઓ સાથે સંબંધ રાખે છે. એ ત્રણે એક સાથે મળીને સમગ્ર આત્મદ્રવ્યનું સંવેદન કરાવે છે. એ સંવેદન સકલકર્મમલાપગમનું મુખ્ય કારણ છે. કહ્યું છે કે आत्माऽज्ञानमवं दुःखमात्मज्ञानेन हन्यते । તપલાડવાભવિજ્ઞાનહીનેછેત્તું ન શવતે । યોગશાસ્ત્ર પ્ર. ૪. ૪૩૨ Jain Education International For Private & Personal Use Only ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy