SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું અજ્ઞાન આત્મજ્ઞાનથી જ હણાય છે. તે આત્મજ્ઞાન-સ્વ--સંવેદનરૂપ છે. તે શ્રવણ-મનન-નિદિધ્યાસન વડે પ્રાપ્ત થાય છે. શ્રુતિ વડે આત્મતત્ત્વનું શ્રવણ (સંવેદન) પ્રમાણવિષયક વિપર્યને દૂર કરે છે. યુક્તિ વડે થતું મનન પ્રમેયવિષયક સંશયને મટાડે છે અને ધ્યાન વડે એકાગ્રચિન્તાનિરોધ દ્વારા થતું નિદિધ્યાસન, અમીતિવિષયક અનધ્યવસાયો દૂર કરી આપે છે. બીજવરૂપનું જ્ઞાન નનો એ મોક્ષનું બીજ છે, તેથી ભક્તિવર્ધક છે. નમ્રતા, કૃતજ્ઞતા અને બહુમાન જનક છે. મુક્તિની ભક્તિ અહંકારાદિ દોષોથી મુક્ત કરાવે છે અને નમ્રતાદિ ગુણોને વિકસાવે છે. મોક્ષનું બીજ હોવાથી ભક્તિભર હૃદયનું પ્રતીક છે. નમો એ વિનયનું બીજ છે. વિનયી થવાનું સૂચન કરે છે. વિનયવાન થઈશ તો સગુરુ પાસેથી. સત્યજ્ઞાનની પ્રાપ્તિનો અધિકારી બનીશ. વિનયગુણ જ્ઞાની પુરુષોનો સમાગમ મેળવી આપે છે અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા આત્મવિકાસમાં પ્રગતિ કરાવે છે. નો શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ અને શુદ્ધિનું પણ બીજ છે. શાંતિકબીજ હોવાથી વિષયકષાયને શાંત કરે છે. પૌષ્ટિકબીજ હોવાથી ધર્મધ્યાનની પુષ્ટિ કરે છે. તુષ્ટિકબીજ હોવાથી સંતોષ અને કૃતકૃત્યતાગુણની વૃદ્ધિ કરે છે. કષાયનું શમન, અને મન તથા આત્માનું કર્મમળથી શોધન કરવાનું સામર્થ્ય એક “નમો ” બીજમાં રહેલું નમો પદથી અધિક સુંદર પદ સમગ્ર સાહિત્યમાંથી પ્રાપ્ત થવું દુર્લભ છે. મુમુક્ષુમાત્રને તે પ્રિયતમ છે. અરિહંત અને સિદ્ધનો નમસ્કાર એ મોક્ષનું બીજ છે. મુક્તિ અને મુક્તિમાર્ગના દેશકને નમસ્કાર અવશ્ય મોક્ષ આપે છે. આચાર્ય અને ઉપાધ્યાયનો નમસ્કાર એ વિનયનું બીજ છે. વિનય વડે વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અને વિદ્યા વડે મોક્ષમાર્ગનું જ્ઞાન થાય છે. સાધુને નમસ્કાર એ શોધનબીજ છે, કેમ કે તે પાપનું શોધન કરે છે. પાંચે પરમેષ્ઠિઓના નમસ્કારમાં મોક્ષબીજત્વ, વિનયબીજત્વ અને કર્મશોધકત્વ રહેલું છે. મુક્તિ, મુક્તિમાર્ગ અને મુક્તિ માર્ગસાધત્વની અપેક્ષાએ મોક્ષબીજત્વ છે. કેવળ, મન:પર્યવ, અવધિ, શ્રુત અને મતિજ્ઞાનની અપેક્ષાએ વિનયબીજત્વ છે. અને સમિતિગુપ્તિયુક્ત મહાવ્રતોરૂપી સંયમ અને બાહ્યઆત્યંતર તપની અપેક્ષાએ કર્મશોધકત્વ છે. એ રીતે પંચપરમેષ્ઠિઓને કરાતો નમસ્કાર રાગાદિની શાંતિ, જ્ઞાનાદિની પુષ્ટિ, અને સમાદિની તુષ્ટિ કરે છે. મુક્તિના બહુમાનના કારણે રાગાદિ શમે છે. વિનયાદિ ગુણના કારણે જ્ઞાનાદિ વધે છે અને મોહનીયાદિ કર્મના હાસને કારણે ક્ષમાદિ પ્રાપ્ત થાય છે. તાત્ત્વિકનમસ્કાર એટલે પરમાત્મા સાથે અંતરાત્માના ઐક્યનું સાધન. દષ્ટિ પ્રધાનપણે ગુણો તરફ રહે ત્યારે જ નવકારનો પ્રારંભ થાય છે. ગુણ-દષ્ટિ અને નમસ્કારભાવ બંને એક જ પદાર્થ છે. નમસ્કારનિર્યુક્તિમાં કહ્યું છે કે मनसा गुण परिणामो, वाया गुणभासणं च पंचण्हं । कायेण संपणामो एस पयत्थो नमुक्कारो ॥ ગુણદૃષ્ટિથી સ્નેહભાવ કેળવાય છે અને સ્નેહભાવ વધવાથી ગુણદષ્ટિ કેળવાય છે. ગુણદષ્ટિ અને સ્નેહભાવને અવિનાભાવનો સંબંધ છે. નમસ્કારની ઉપલબ્ધિ, જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયના કર્મના અનુપ્રેક્ષાકિરણ ૬ ૪૩૩ A Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy