SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ સુખોનું આગમન તથા લાભ થાય છે. અમૈત્રીભાવના નાશથી દુ:ખ જેનું ફળ છે, તેવા હિંસાદિ પાપોથી મુક્ત થવાય છે. મૈત્રીભાવથી ભરેલા ૫૨મેષ્ઠિઓના શરણથી જીવમાં મુક્તિગમનયોગ્યતારૂપ ભવ્યત્વભાવનો વિકાસ થાય છે અને કર્મના સંબંધમાં આવવાની જીવની યોગ્યતારૂપી સહજમળનો નાશ થાય છે. વિવેકરૂપી યોગ્યતાના વિકાસ માટે અને અવિવેકરૂપી અયોગ્યતાના વિનાશ માટે પરમેષ્ઠિનમસ્કાર અમોઘસાધન છે. અયોગ્યતાના હ્રાસથી અમૈત્રીભાવનો ડ્રાસ થાય છે. યોગ્યતાના વિકાસથી મૈત્રીભાવનો વિકાસ થાય છે, બીજા શબ્દોમાં કહીએ તો પાપનાશ અને મંગળનું આવાગમન થાય છે. પ્રાણથકી પ્યારો નવકાર નવકારનાં નવપદો યા એક પ્રમથપદમાં પણ મૈત્યાદિ ચારેય ભાવો ભરેલા છે. ‘નમો’પદ સર્વોત્કૃષ્ટભક્તિને પાત્ર એવા પરમેષ્ઠિભગવંતોને સર્વોત્કૃષ્ટસન્માનના દાનરૂપ હોવાથી પરમપ્રમોદરૂપ છે. ‘હિં’– પદ બોલતાંની સાથે જ તેઓનું સર્વોત્કૃષ્ટજ્ઞાન જે ઘાતીકર્મોના નાશથી ઉત્પન્ન થયેલું છે તેનું સ્મરણ થાય છે. ઘાતીકર્મરૂપી પાપકર્મનું મૂળ સ્વાર્થ યા અહંભાવ છે. તેનો અરિહંતપ્રભુએ ક્ષય કર્યો છે, તે જાણતાંની સાથે જ સર્વ જીવોમાં રહેલા ‘અહં’ નો નાશ થાઓ એવો કરુણાભાવ જાગે છે. અને ‘તાળ’ પદથી સર્વ જીવોનું રક્ષણ થાઓ, સર્વને અભયદાન મળો, એવી ભાવના જાગે છે તે મૈત્રીભાવ છે. ; આ ત્રણેય પ્રકારના ભાવમાં પક્ષપાતરહિત એવો મધ્યસ્થભાવ-જે જીવ જેવા ભાવને યોગ્ય છે, તે જીવને તેવો ભાવ આપવારૂપ અરાગ-દ્વેષભાવ ગૂંથાયેલો જ છે. તેથી એક ‘નમો અરિહંતાણં' પદમાં ચારેય ભાવો પરસ્પર સંવલિત છે. આત્માના ભાવમરણને અટકાવનાર છે, તેથી તે નવકાર સમ્યગ્દષ્ટિ જીવનો ભાવપ્રાણ-મહાપ્રાણ બને છે. હંમેશ માટે જિવાડનાર હોવાથી એક ભવ જિવાડનાર પ્રાણથકી પણ વધુ પ્યારો બને છે. વિશ્વના જીવો સાથે સંબંધિત હોવાથી વિશ્વપ્રાણ પણ બને છે. ‘પ્રાણ થકી પ્યારા છો રાજ' એ ભક્તિની ઉક્તિ પણ એ રીતે ચરિતાર્થ થાય છે. શ્વાસમાં સો વાર કેવી રીતે ? નાકથી જ્યારે એક શ્વાસોશ્વાસ લેવાતો હોય છે ત્યારે રોમરાજી દ્વારા સાડા ત્રણ કરોડ શ્વાસોશ્વાસ લેવાતા હોય છે. તેને રોમાહાર કે લોમાહાર પણ કહેવાય છે. શ૨ી૨ને જિવાડવા માટે જો સાડા ત્રણ કરોડ શ્વાસોશ્વાસ લેવા પડે છે, તો આત્માને જિવાડવા માટે ‘નમો અરિહંતાણં’ અને તેમાં સંગૃહીત ચારેય ભાવનાઓરૂપી ભાવશ્વાસોશ્વાસ કેટલા અધિક પ્રમાણમાં લેવા જોઈએ ? જ્ઞાનીઓ કહે છે કે – ‘શ્વાસમાંહે સમરીએ સો વાર’’ એક બાહ્યશ્વાસોશ્વાસે એક સો વાર સમરવાનું કહે છે, તે પણ વ્યવહારથી કહેવાય છે. તત્ત્વથી તો જેમ શરીરને સાડા ત્રણ કરોડ રોમ છે, તેમ આત્માને અસંખ્ય પ્રદેશ છે. બહારના દેખાવમાં ભલે નમો અરિહંતાણં' એ પદ એક વાર બોલાતું દેખાય, પણ સર્વ આત્મપ્રદેશોથી તે યાદ કરવામાં આવે તો એક જ વખતના ઉચ્ચારમાં અસંખ્ય વાર ગણાય છે એમ સ્વીકારવું જોઈએ. જ્યાં પ્રત્યેક પ્રદેશે એ રીતે જિવાડનાર ‘પ્રાણ થકી પણ પ્યારો’ ભાવપ્રાણ બેઠો હોય ત્યાં ભાવમરણ થવાનો ૩૭૮ Jain Education International For Private & Personal Use Only ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy