SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ પંચપરમેષ્ટિમાં આત્માનું સ્વરૂપ અને આત્મામાં પંચપરમેષ્ઠિનું સ્વરૂપ જોવાનો અભ્યાસ નવકારથી સધાય છે. જીવરાશિમાં પોતાનું સ્વરૂપ અને પોતામાં જીવરાશિનું સ્વરૂપ જોવાનો અભ્યાસ સામાયિક વડે સધાય છે. બીજ અને ફળનો નિયમ કોઈપણ વ્રત, નિયમ કે ધર્મકાર્યના પ્રારંભમાં નવકાર ગણવાનું વિધાન તે તેમાં રુચિ જગાડવા માટે છે. સામાયિક લેતી વખતે-સામાયિકનું પચ્ચક્ખાણ ઉચ્ચારતાં પહેલાં પણ નવકાર અને પારતી વખતે પણ નવકાર ગણાય છે તે એમ સૂચવે છે કે સમભાવની આરાધનાનું મૂળ પણ તત્ત્વરુચિ છે અને ફળ પણ તત્ત્વચિ છે. મૂળમાં પંચપરમેષ્ઠિનમસ્કાર છે અને ફળમાં પણ પંચપરમેષ્ટિપદસ્વરૂપ બનવાની ભાવના છે. “જેવું બીજ તેવું ફળ અને જેવું ફળ તેવું બીજ.'' બીજમાં એક બીજ છે, ફળમાં અનેક બીજ છે. આરંભ અને અંત ઉભયમાં નવકા૨ને યાદ કરવાની પાછળ બીજ અને ફળનો નિયમ કામ કરે છે. નવકાર પ્રારંભમાં સત્કર્મ કરવાની રુચિ પેદા કરી આપે છે અને અંતમાં સત્કર્મનું ફળ પરમેષ્ટિપદ છે એ વાતનું સ્મરણ કરાવે છે. મૈત્રીનો મહામંત્ર નમસ્કાર વડે જીવમૈત્રી સિદ્ધ થાય છે. જીવો પ્રત્યે અમૈત્રી એ મોટું પાપ છે, મહામિથ્યાત્વ છે, ૫૨મસત્ય એવા જીવતત્ત્વનો વિરોધ છે, અનંતાનંત આત્માઓની પરમઉપેક્ષા છે, અનાદર છે, અવગણના છે, પ૨મ સંકુચિતતા છે અને ચૈતન્યતત્ત્વ પ્રત્યે મૂઢભાવ છે, તેનો નાશ એક મૈત્રી વડે જ શક્ય છે. મૈત્રી મોટું પુણ્ય છે. પરમ આસ્તિકતા છે, સત્ય અને સિદ્ધ એવા જીવસ્વરૂપનો સ્વીકાર છે, આદર છે, બહુમાન છે, પ્રેમ છે, પ્રીતિ છે, નમસ્કાર છે, વહાલ છે, એકત્વનો અનુભવ છે, અનંત સંખ્યા અને ગુણનો ગુણાકાર છે, વર્ગ છે, વિશાળતા છે, વિવેક છે તથા પરમશાન્તિ અને સ્વસ્થતાનો અનુભવ છે. એ મૈત્રીભાવને મૂળથી અને ફળથી, પત્રથી અને પુષ્પથી, સ્કંધ-શાખા અને પ્રશાખાથી જેમણે સિદ્ધ કર્યો છે, તેમનો નમસ્કાર, તેમની શરણાગતિ, તેમની ક્ષમાપના અને ભક્તિ, તેઓને સમર્પણ અને તેઓની જ અનન્યભાવે થતી આરાધના જીવની અમૈત્રીભાવરૂપી અપાત્રતાનો નાશ કરી, મૈત્રીભાવરૂપી પાત્રતાને વિકસાવે છે. તેનું જ નામ નમસ્કા૨થી થતો પાપનાશ અને મંગળનું આગમન કહેલું છે. મંગળ એ ધર્મ છે, તેનું મૂળ મૈત્રી છે. અમંગળ એ પાપ છે, તેનું મૂળ અમૈત્રી છે. અમૈત્રીમાં અજ્ઞાન, અવિદ્યા અને મિથ્યાત્વમોહનું સેવન છે. મૈત્રીમાં જીવતત્ત્વના જ્ઞાનનો પ્રકાશ, આત્મવિદ્યાનો વિકાસ અને સમ્યક્ત્વરૂપી સૂર્યનો ઉદય રહેલો છે. એ અર્થથી ભરેલો નમસ્કાર એ મહામંત્ર અને સિદ્ધમંત્ર છે. પાપનાશ અને મંગળનું આવાગમન મૈત્રીભાવના આદ્ય ઉપદેશક શ્રી અરિહંતપરમાત્મા છે. તેને સિદ્ધ ક૨ના૨ા સિદ્ધપ૨માત્મા છે. તેને જીવનમાં નખશિખ આચરનારા આચાર્યભગવંતો છે. તેને સૂક્ષ્મ રીતિએ સમજનારા અને સમજાવનારા ઉપાધ્યાયભગવંતો છે. તેને આંતર-બાહ્ય જીવનમાં સાધનારા સાધુભગવંતો છે. તે પાંચેયને કરાયેલો નમસ્કાર અમૈત્રીભાવરૂપ પાપભાવનો નાશ કરનારો છે અને પરમસ્નેહભાવને વિકસાવી સર્વ મંગળોને ખેંચી લાવનાર છે. સ્નેહભાવના વિકાસથી ધર્મની પ્રાપ્તિ તથા વૃદ્ધિ થાય છે, તેથી સર્વ અનુપ્રેક્ષાકિરણ ૪ Jain Education International For Private & Personal Use Only ૩૦૭ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy